બચ્ચન પરીવારની પાર્ટીમાં માધુરી પતિ સાથે પહોંચી બોલ્ડ અંદાજમાં, ચોતરફ શરુ થઈ હતી ચર્ચા

માધુરી દીક્ષિત ભલે 53 વર્ષની થઈ હોય પરંતુ સ્ટાઈલની બાબતમાં તેનો કોઈ જવાબ જ નથી.

image source

તે વેસ્ટર્ન વેયરમાં હોય કે ઈંડિયન ટ્રેડિશનલ કપડામાં હોય, તે દરેક આઉટફિટમાં પોતાનો જલવો દેખાડે છે. આ વાત નોટિસ કરવા જેવી છે કે આ એજમાં પણ આ અદાકારના કપડાથી લઈ તમામ વસ્તુનું સિલેકશન ઘણું મોડેસ્ટ લુકિંગ થઈ ગયું છે.

ખાસ કરીને વાત કરીએ તો તે સાડીમાં સૌથી વધારે જોવા મળે છે. પરંતુ તેની સાડી જેટલા જ ખાસ હોય છે તેના બ્લાઉસની પેટર્ન. જેના બ્લાઉઝની નેકલાઈન અને સ્લીવ્સ સિંપલ કટ જ હોય છે. પરંતુ એકવાર તે બ્લોડ બ્લાઉઝ સાથે જોવા મળી હતી અને તેને જોઈ તેના ફેન્સ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.

image source

આ વાતની શરુઆત થઈ હતી ગયા વર્ષે યોજાયેલી બચ્ચન પરીવારની પાર્ટીથી. માધુરી દિક્ષિત તેના પતિ શ્રીરામ નેને સાથે ગત વર્ષે અમિતાભ બચ્ચન આયોજિત દિવાલી પાર્ટીમાં પહોંચી હતી. તેણે આ પાર્ટી માટે મનીષ મલ્હોત્રાની ડિઝાઈન કરેલી સાડી પહેરી હતી. ગોલ્ડન કલરની આ સાડી પર સીક્વંસ વર્ક કરવામાં આવ્યું હતું જેનાથી તેને શોઈની લુક મળ્યો હતો. ફોટોગ્રાફરના કેમેરાની ફ્લેશ સાથે સાડી વધારે શાઈન કરી રહી હતી. માધુરીની એવરગ્રીન બ્રાઈટ સ્માઈલ અને તેની આ સાડીએ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા હતા.

image source

જો કે માધુરી દીક્ષિતની સાડી અને સુંદરતા કરતાં વધારે ચર્ચા તેણે પહેરેલા બ્લાઉઝની હતી. સામાન્ય રીતે સ્લીવ્સવાળા બ્લાઉઝમાં જોવા મળતી માધુરીએ આ ગોલ્ડન સાડી સાથે સ્ટ્રૈપ્ડ બ્લાઉઝ પહેર્યું હતું. આ સ્ટ્રૈપ્સ, સ્પૈગટી સ્ટ્રૈપથી થોડી જ મોટી હતી. આ ગોલ્ડન બ્લાઉઝની ડિઝાઈન બ્રા શેપ શેપની રાખવામાં આવ્યું હતું. અહીં સુધી કે બેક પર આપવામાં આવેલા હુક પણ તેની પૈટર્નના હતા. તેને સાડી સાથે મેચ કરવા માટે રિચ ગોલ્ડન સીક્વંસ વર્ક કરવામાં આવ્યું હતું.

image source

માધુરીએ આમ તો સાડીને એવી રીતે ડ્રેપ કરી હતી કે બ્લાઉઝનો બોલ્ડ લુક જોવા ન મળે પરંતુ તેમ છતાં તેની બોલ્ડનેસ કેમેરામાં કેદ તો થઈ જ ગઈ હતી. બોલ્ડ ચોઈસથી ફેન્સ વિચારમાં પડી ગયા હતા. જો કે ફેન્સે તેની ચોઈસને વખોળી ન હતી. કેટલાક ફેન્સને માધુરીનું આ એક્સપેરિમેંટ ગમ્યું પણ હતું.

આ પહેલા એક ઈવેંટમાં પણ માધુરીએ ટીજિંગ ઈફેક્ટ ક્રિએટ કરેલું બ્લાઉઝ પહેર્યું હતું. તેની સાથે આઈવરી કલરની નેટની સાડી પહેરી હતી. જેના પર ગોલ્ડન થ્રેડ અને સીક્વંસ વર્ક કર્યું હતું.

source : navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત