માધુરી દિક્ષિતે તેની મમ્મીનો 88મો જન્મદિવસ ઘરમાં ઉજવ્યો ધામધૂમથી, શ્રીરામ નેનેએ વગાડ્યું ગિટાર…

બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત પણ લોકડાઉન થયું ત્યારથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રીએ લોકડાઉન દરમિયાન તેના ડાન્સ વીડિયો બનાવી અને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ વીડિયો વડે તે પોતાના ચાહકોની સાથે કનેક્ટ પણ રહેતી અને લોકો પણ ઘરે બેઠા માધુરીના ડાન્સનો અને તેણે શેર કરેલા વીડિયોનો આનંદ માણતા.

image source

માધુરી દીક્ષિતનાં ફોટા હોય કે અન્ય કોઈ વીડિયો તે શેર થવાની સાથે જ ઈંટરનેટ પર વાયરલ થતા હોય છે. આવો જ એક વીડિયો તાજેતરમાં વાયરલ થયો છે. હાલમાં જ માધુરી દીક્ષિતએ તેની માતા સ્નેહલતા દિક્ષિતનો જન્મદિવસ ઉજવ્યો હતો. માધુરીના માતાએ તેનો 88 મો જન્મદિવસ ઉજવ્યો તેની ઉજવણીનો વીડિયો અભિનેત્રીએ શેર કર્યો હતો. આ વીડિયો ઈંટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

માધુરીએ શેર કરેલા આ વીડિયોમાં સ્નેહલતા દિક્ષિત તેના જન્મદિવસની કેક કાપતી જોવા મળી રહી છે. તેની આસપાસ માધુરી, શ્રીરામ નેને સહિતના પરીવારના અને ઘરના સ્ટાફના લોકો જોવા મળે છે. માધુરી પોતાના બંને દીકરાઓને તેની નાનીને વિશ કરવા અને સાથે જ પગે લાગવાનું પણ કહે છે. બંને બાળકો બીજા વીડિયોમાં નાનીને પગે લાગતા જોવા મળે છે.

image source

માધુરી દિક્ષિતે શેર કરેલા આ બે વીડિયોમાં જોઈ શકાય છે કે ડોક્ટર નેને પાછળ બેસી અને ગિટાર વગાડતા જોવા મળે છે જ્યારે માધુરી સહિત આખો પરિવાર એક સાથે બર્થડે સોંગ ગાઈ રહ્યા છે. વીડિયોમાં માધુરી તેની મમ્મીની સાથે કેક પણ કાપી રહી છે. લોકો માધુરી દિક્ષિતના આ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને તેની મમ્મીને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યા છે.

image source

માધુરી દીક્ષિતના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી ગત વર્ષે ‘કલંક’ અને ‘ટોટલ ધમાલ’ ફિલ્મોમાં જોવા મળી હતી. હવે ચર્ચાઓ છે કે માધુરી દીક્ષિત રિયાલિટી ટીવી શોમાં જજ તરીકે ટીવી પર પરત ફરવાની છે. તે રિયાલિટી શો ‘ડાન્સ દીવાના’ની નવી સીઝનમાં જોવા મળશે.

image source

સામાજિક અંતર જાળવવાના નિયમને ધ્યાનમાં રાખીને તેણે ડાન્સ લવર્સને તેમના ઘરની કોઈપણ જગ્યાએ ડાન્સ કરી અને તેનો વીડિયો રેકોર્ડ કરવાની અપીલ પણ કરી છે. આગામી દિવસોમાં રિયાલિટી શો ઉપરાંત માધુરી અનેક મોટા પ્રોજેક્ટ્સમાં પણ જોવા મળશે.

source : ndtv

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત