માધુુરી દિક્ષીત છે આટલા કરોડની માલિક, શું તમે જાણો છો ફિલ્મ સિવાય કયુ કામ કરીને કમાય છે આટલા બધા રૂપિયા?

250 કરોડની સંપત્તિની માલિક છે માધુરી દીક્ષિત, ફિલ્મો સિવાય અહીંથી પણ કમાય છે.

image source

માધુરી દીક્ષિત 53 વર્ષની છે. તેનો જન્મ 15 મે 1967ના રોજ મુંબઇના મધ્યમવર્ગીય મરાઠી પરિવારમાં થયો હતો. બોલીવુડમાં ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપનારી માધુરી દીક્ષિત વર્તમાન સમયમાં પણ સક્રિય છે. જો કે, હવે તે ફિલ્મોમાં ભાગ્યે જ કોઈ રોલમાં જોવા મળે છે. હાલમાં આખાય દેશમાં ચાલતા કોરોના સંક્રમણ વચ્ચે લોકડાઉનને કારણે તે પોતાના પરિવાર સાથે ઘરે જ છે.

ઈન્ટરનેટ પર જયારે તેમની સંપતિ વિષે શોધ કરી તો જાણવા મળ્યું કે માધુરી દીક્ષિત પોતે લગભગ 250 કરોડની સંપત્તિની માલિક છે. તેની પાસે માત્ર દેશમાં જ નહીં, વિદેશમાં પણ સારી એવી સંપત્તિ છે. તમે જાણો છો કે માધુરી પાસે જેટલી સંપતી છે એટલી મૂડીમાં બાહુબલી જેવી એક ફિલ્મ બનાવી શકાય છે.

image source

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ માધુરી એક ફિલ્મ કરવા માટે 50 લાખથી એક કરોડ રૂપિયા સુધીની ફી લેતી હતી. જો કે હવે તે બહુ ઓછી ફિલ્મો કરે છે, પણ હવે તે એક ફિલ્મના 4 થી 5 કરોડ રૂપિયા લે છે.

અહેવાલો દ્વારા મળતી માહિતી જોતા માધુરીની સંપતિ મુંબઈ અને અમેરિકા બંનેમાં વહેચાયેલી છે. તેની પાસે અનેક રહેણાંક અને એપાર્ટમેન્ટ્સ તેમજ વ્યાપારી એકમો પણ છે.

image source

એક વહેતા થયેલા સમાચાર અનુસાર, થોડા વર્ષો પહેલા જ માધુરીએ ફ્લોરિડામાં એક મોટી મિલકત ખરીદી હતી. તે જ સમયે, મિયામીમાં તેણે એક મોલ પણ ખરીદ્યો હતો. તે ઓડી, રોલ્સ રોયસ અને સ્કોડા રેપીડ જેવી ઘણી લક્ઝરી કારમાં ફરે છે.

તમને એ પણ જણાવી દઈએ કે તેઓ ઘણા રિયાલિટી શોમાં ન્યાય આપવા માટે તે સત્ર દીઠ 1 કરોડ રૂપિયા લે છે. ઉપરાંત, તે કોઈ શોને સમર્થન કરવા માટે અલગથી ચાર્જ કરે છે. ફિલ્મો સિવાય તે જાહેરાતો દ્વારા પણ કમાણી કરે છે.

કદાચ તમે આ વિષે નહિ જ જાણતા હોવ કે માધુરી અને તેમના પતિ યુરેકા ફોર્બ્સના બ્રાંડ એમ્બેસેડર છે, આ કાર્ય માટે તેઓ 100 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

image source

માધુરીએ પોતાની કારકિર્દીની શરૂઆત 1984માં આવેલ ફિલ્મ અબોધ દ્વારા કરી હતી. જો કે, એમની આ પ્રથમ જ ફિલ્મ સુપર ફ્લોપ રહી હતી. આ પછી 1988માં આવેલી ફિલ્મ તેઝાબમાં એમણે કામ કર્યું હતું. આ જ ફિલ્મે માધુરીને રાતોરાત બોલીવુડમાં સ્ટાર બનાવી હતી, એમાં ફિલ્માવવામાં આવેલ ગીત એક, દો તીન… આજે પણ લોકોની જીભે ચડેલું છે.

માધુરી દીક્ષિતે રામ લખન, ત્રિદેવ, બેટા, ખલનાયક, કિશન કન્હૈયા, દિલ, હમ આપકે હૈ કૌન, દિલ તો પાગલ હૈ, દેવદાસ, સાજન, થાણેદાર જેવી ઘણી બધી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. જો કે એમની ફિલ્મી સફર આનાથી ઘણી વિશેસ છે.

Source: AsiaNet News Hindi

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત