માધુરી દીક્ષિત 54 વર્ષની ઉંમરમાં પણ લાગે છે 34ની, આ છે ફિટનેસનું રહસ્ય, જાણો અને અજમાવો તમે પણ

માધુરી દીક્ષિત 54 વર્ષની ઉંમરમાં પણ લાગે છે 34ની, આ છે એમની સુંદરતા અને ફિટનેસનું રહસ્ય.

ધક ધક ગર્લ માધુરી દીક્ષિત 54 વર્ષની ઉંમરમાં પણ 34ની કેવી રીતે દેખાય છે? આખરે શુ છે એમની આ સુંદરતા અને ફિટનેસનું રહસ્ય? ચાલો માધુરી દીક્ષિતને ફિટનેસ અને બ્યુટી સિક્રેટસ વિશે આજે અમે તમને જણાવી દઈએ.

image source

માધુરી દીક્ષિતની સ્માઈલ અને એમની સુંદરતાના લાખો દીવાના છે. માધુરીની એક ઝલક જોવા માટે એમના લાખો ફેન્સ એમને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. માધુરી દીક્ષિતનું બ્યુટી સિક્રેટ છે લાઈફમાં ડીસીપ્લીન મેન્ટેઇન કરવું. માધુરીનું માનવું છે કે રેગ્યુલર એક્સરસાઇઝ, યોગા અને હેલ્ધી ડાયટ તમારી બોડીને જ નહીં તમારા મનને પણ સુંદર બનાવે છે.

image source

માધુરી દીક્ષિતની સુંદરતા અને પરફેક્ટ ફિગરનું રહસ્ય છે એમનો ડાન્સ. માધુરી ફિટ રહેવા માટે રોજ ડાન્સ કરે છે, સાથે જ ડાન્સથી એમના ચહેરા પર ખુશી અને ગ્લો પણ દેખાય છે. માધુરી ખાણીપીણી અને એક્સરસાઇઝને લઈને કોઈ કોમ્પરોમાઇસ નથી કરતી એ માટે એ નિયમિત મોર્નિંગ વોક અને એક્સરસાઇઝ જરૂર કરે છે.

માધુરીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એમને જાપાની ખાવાનું ખૂબ જ પસંદ છે. જાપાનીઝ લોકો ફિટનેસ માટે, બાફેલું, શેકેલું અને હળવું તળેલું ભોજન કરે છે એટલે માધુરી દીક્ષિત પણ પોતાના ભોજનમાં જાપાનીઝ ટેક્નિક અપનાવે છે માધુરી એમના ભોજનમાં મિક્સ વેજીટેબલ, મશરૂમ, ટોફુ વગેરેમે સામેલ કરે છે. એ સિવાય માધુરી નિયમિત રીતે હર્બલ ટી અનવ નારિયેળ પાણી પીવે છે. માધુરી એક જ વારમાં ભરપેટ ખાવાને બદલે પાંચ- છ વાર હળવું ભોજન કરે છે.

image source

થોડા દિવસ પહેલા માધુરીએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કરતા પોતાના સુંદર વાળનું રહસ્ય જણાવ્યું હતું. માધુરીએ પોતાના આ વીડિયોમાં આ હેર કેર ટિપ્સ જણાવી છે. માધુરીએ જણાવ્યું કે એ ઘરે તેલ કઈ રીતે બનાવે છે. એ માટે અડધો કપ કોપરેલ, એ નાની છીણેલી ડુંગળી, 15 20 મીઠા લીમડાના પાન અને એક ચમચી મેથીદાણાને એકસાથે ધીમા તાપે મુકો. જ્યારે તેલ સારી રીતે ઊકળી જાય તો એને ઠંડુ પડવા માટે મુકો. એ પછી તેલને ગાળીને કાચની બોટલમાં ભરો અને બંધ કરીને બે દિવસ એમ જ રહેવા દો. બે દિવસ પછી આ તેલને વાળમાં લગાવો અને સારું રીતે મસાજ કરો. 40 મિનિટ પછી શેમ્પુ કરી લો. તમે ઇચ્છો તો આ તેલને આખી રાત માટે પણ લગાવી શકો છો. અને સવારે શેમ્પુ કરી શકો છો.

માધુરી પોતાના વાળ માટે હેર માસ્ક પણ ઘરે જ બનાવે છે, જેનાથી એમના વાળ સોફ્ટ અને શાઈની રહે છે. એ મસ્કને બનાવવા માટે 1 પાકું કેળું, 2 ચમચી દહીં અને 1 ચમચી મધને સારી રીતે ભેળવી લો. આ માસ્કને વાળમાં 30 મિનિટ સુધી લગાવી રાખો અને પછી શેમ્પુ કરી લો. આ માસ્કને લગાવ્યા પછી કન્ડિશનર કરવાની પણ જરૂર નથી.

image source

માધુરી દીક્ષિતે પોતાનું હેર કેર રૂટિનવાળો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં એમને ઘરે જ હેર ઓઇલ અને હેર માસ્ક બનાવવાની રીત જણાવી છે. તમે પણ જોઈ લો આ વીડિયો.

માધુરી દીક્ષિતની સુંદરતાનું રહસ્ય જાણવા માટે બધા લોકો ઉતાવળા રહે છે.ફેન્સને પોતાની સુંદરતાનું રહસ્ય જણાવવા માટે માધુરી દીક્ષિતે એક મેકઅપ ટ્યુટોરિયલ વિડીયો શેર કર્યો છે અને વીડિયોમાં પોતાનું મેકઅપ રૂટિન જણાવ્યું છે. આ મેકઅપ વિડીયો શેર કરતા માધુરી દીક્ષિતે લખ્યું છે કે તમારામાંથી ઘણા લોકો એ વિશે પૂછી રહ્યા છે તો હવે તમે એને અહીં જોઈ શકો છો. મારુ ડેઇલી મેકઅપ રૂટિન જોવા માટે યુટ્યુબ પર જાઓ, જ્યાં મેં ડેઇલી મેકઅપની સરળ ટિપ્સ અને ટ્રિક્સ બતાવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!