માધુરી દીક્ષિત પાસેથી શીખો સ્વસ્થ રહેવાની અને સુંદર દેખાવાની સરળ રીતો, આજે જ જાણો..

બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત હજી પણ લોકોના હૃદય પર રાજ કરે છે. તેણે અત્યાર સુધી પોતાની કારકિર્દીમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. આજે માધુરી માત્ર પોતાની એક્ટિંગ માટે જ નહીં પરંતુ ફિટનેસ માટે પણ ચર્ચામાં આવી રહી છે.

૯૦ના દાયકામાં પોતાની સુંદરતાથી લાખો લોકોના દિલ પર રાજ કરનારી અભિનેત્રી માધુરી દીક્ષિત ના ચાહકોની હજુ પણ કોઈ કમી નથી. માધુરીની સુંદરતા અને ફિટનેસ ત્રેપન વર્ષની ઉંમરે પણ અકબંધ છે. માધુરીએ એક ઇન્ટરવ્યૂમાં પોતાની ફિટનેસ વિશે વાત કરી હતી, અને ફેન્સ સાથે ફિટ રહેવા અંગેની ટિપ્સ પણ તેણે સોશ્યલ મીડિયા શેર કરી હતી.

image source

માધુરી દીક્ષિતે કહ્યું હતું કે ‘મારો સૌથી મોટો ફિટનેસ મંત્ર ડાન્સ છે, અને ત્યારબાદ કાર્ડિયો છે. હું કાર્ડિયો તેમજ ડાન્સ કરું છું, જેનાથી મારા સંપૂર્ણ બોડીનું વર્કઆઉટ થાય છે. કેલરી બર્ન કરવા માટે તમારે કાર્ડિયો કરવાની જરૂર છે. જ્યારે તમે કાર્ડિયો કસરતો કરો છો, ત્યારે તમે તમારા શરીરમાંથી વધારાની કેલરી બર્ન કરો છો, પરંતુ તમારે તમારા સ્નાયુઓ વિકસાવવાની પણ જરૂર છે, અને તેથી જ તમારે ભારે વર્કઆઉટ કરવું પડે છે’.

માધુરીએ આ ઇન્ટરવ્યૂમાં વધુમાં સમજાવ્યું હતું કે તમારા શરીરને એક જ પ્રકારની કસરતની આદત ન હોવી જોઈએ જેથી તમારે વિવિધ પ્રકારના વર્કઆઉટ કરતા રહેવું જોઈએ. પહેલા તમે ઓછા વજનથી શરૂઆત કરો છો, પછી વજન વધારો છો અને પછી ઓછા વજન પર પાછા જાઓ છો. જ્યારે તમે કસરત કરો છો, ત્યારે તમારે કેલરીની જરૂર હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમે મીઠાઈ ખાઈ શકો છો.

image source

માધુરીએ પોતાના ફેન્સને કેટલીક ઉત્તમ ફિટનેસ ટિપ્સ પણ આપી હતી અને કહ્યું હતુ કે, ‘રાત્રે વહેલા જમો અને વહેલી સવારે ઊઠો. દિવસમાં ઓછામાં ઓછું આઠ ગ્લાસ પાણી પીવો. તમારા ખોરાકને પાંચ ભાગમાં વહેંચી ને સંતુલિત માત્રામાં ખોરાક લો. જો તમે રાત્રે ફિલ્મ જોઈ રહ્યા હોવ, તો તમે પોપકોર્ન ખાઈ શકો છો, કારણ કે તેમાં કેલરી ઓછી હોય છે, પરંતુ રાત્રે નાચોઝ, ચીઝ અને સમોસા ખાવાનું ટાળો. તેવા જંક ફૂડ ખાવાથી આપણા શરીરને નુકસાન થાય છે.

જો તમે પણ માધુરી દીક્ષિતની જેમ સુંદર દેખાવા માંગો છો તો તેણે તાજેતરમાં જ ફેસ પેક ની રેસીપી સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેનો તે પોતે પણ ઉપયોગ કરે છે. માધુરી એ કહ્યું હતું કે તે સમય સમય પર તે આ ત્વચા ની જરૂરિયાત મુજબ આ બંને ફેસ પેક લગાવે છે.

image source

જ્યારે ત્વચા માં વધારે તેલ હોય અથવા તમે ચહેરા પર નીરસતા અનુભવો ત્યારે તમે આ ફેસ પેક નો ઉપયોગ કરી શકો છો. તેને બનાવવા માટે, એક ચમચી ગ્રાઉન્ડ ઓટ્સ, ઓટ્સ પાવડર, એક ચમચી મધ અને એક ચમચી દૂધ અથવા ગુલાબજળ જરૂરી છે. તેમને મિક્સ કરો અને પેસ્ટ તૈયાર કરો.

મોં ને સારી રીતે ધોઈ લો અને પછી પેસ્ટ લગાવો. આ પેસ્ટ ને વીસ મિનિટ સુધી ચહેરા પર રહેવા દો, અને ત્યારબાદ હળવા પાણી થી મોં ધોઈ લો. માધુરી કહે છે કે ઓટ્સ અને મધ માં બળતરા વિરોધી ગુણધર્મો છે, જે તમારા ચહેરા ની સોજો અને નીરસતા દૂર કરવા માં મદદ કરે છે. તે કહે છે કે આ ઉપાયો કરવાથી મોટી ઉમરે પણ નાના દેખાઈ શકીએ છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!