Site icon News Gujarat

આટલી સંપત્તિની માલકિન છે માધુરી દીક્ષિત, કારનું કલેક્શન અને આલિશાન મહેલનો નજારો જ આંખે વળગે એવો

માધુરી દીક્ષિત એટલે એક એવી અતભિનેત્રી કે જેણે હિન્દી ફિલ્મોમાં અભિનય કરીને અને પોતાના દમ પર પોતાની એક અલગ જ ઓળખ ઉભી કરી છે. હવે તે ઘરે ઘરે ધક-ધક ગર્લના નામે ઓળખાય રહી છે. તેના ફેન્સ અને સેલેબ્રિટીઓ પણ તેમને મોટા પડદે જોવા માટે હંમેશા ઉત્સુક રહેતા હોય છે.

image source

માધુરી દીક્ષિત માત્ર અભિનેત્રી જ નહીં પરંતુ હિન્દી સિનેમાની ડાન્સિંગ દિવા તરીકે પણ ઓળખાય છે. પરંતુ ખુબ ઓછા લોકો જાણતા હેશ કે માધુરી દીક્ષિત રાજા જેમ આલિશાન જીવન જીવી રહી છે. અહેવાલો અનુસાર, માધુરી દીક્ષિત ભારત સાથે સાથે યુ.એસ.માં પણ સંપત્તિ ધરાવે છે અને મિયામીમાં એક મોલની પણ પોતે માલિક છે. આટલું જ નહીં ઓડી-રોલ્સ રોયસ જેવી કાર પણ તેના ઘરમાં વસવાટ કરે છે.

image source

સામાન્ય રીતે મળતા રિપોર્ટ પ્રમાણે પ્રિયંકા અને દીપિકા આજના સમયમાં કોઈ ફિલ્મના 7 થી 8 કરોડ લે છે, ત્યારે માધુરી તેના સમયમાં એક ફિલ્મના 50 લાખથી એક કરોડ રૂપિયા લેતી હતી. તો વિચારો કે આજના સમયમાં તેનું મુલ્ય કેટલું વધારે હશે. જો કે તે આજે ખૂબ ઓછી ફિલ્મો કરે છે, તે હજી પણ એક ફિલ્મના 4 થી 5 કરોડ લે છે.

image source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માધુરી દીક્ષિત 250 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. માધુરી દીક્ષિત 53 વર્ષની થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે તેમનો જન્મ 15 મે 1967એ મુંબઈમાં થયો હતો. આ સાથે જ જો વાત કરીએ તો અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારી માધુરી આ ઉમંરે પણ સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહે છે

હાલમાં એક વાત બધા જાણે છે કે માધુરી ખુબ ઓછી ફિલ્મોમાં જોવા મળે છે. લૉકડાઉનને કારણે તે ઘરે ફેમિલી સાથે સમય પસાર કરી રહી છે. તેમની પ્રોપર્ટીની વાત કરીએ તો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે લગભગ 250 કરોડ રૂપિયાની માલિક છે. ભારતમાં જ નહીં પણ વિદેશમાં તેમની પ્રોપર્ટી પણ છે.

ઉલ્લેખનીય છે કે માધુરી પાસે જેટલી પ્રોપર્ટી છે એટલી પ્રોપર્ટીમાં બાહુબલી જેવી એક ફિલ્મ બની શકે એવી પણ માહિતી સામે આવી રહી છે. આ ઉપરાંત તે આજે ઓછી ફિલ્મો કરે છે પણ તે એક ફિલ્મના 4થી 5 કરોડ લે છે. રિપોર્ટ મુજબ, તેમની પ્રોપર્ટી મુંબઈ અને અમેરિકામાં છે. તેમની પાસે અનેક રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ અને કોમર્શિય પ્રોપર્ટી છે. માધુરીએ થોડાં વર્ષ પહેલાં ફ્લોરિડામાં ઘણી પ્રોપર્ટી ખરીદી હતી. આ સાથે જ મિયામીમાં એક મૉલ પણ ખરીદ્યો છે.

જો તેના કાર કલેક્શન વિશે વાત કરીએ તો ઑડી, રૉલ્સ રૉયસ અને સ્કોડા રેપિડ જેવી અનેક લગ્ઝરી કાર ચલાવે છે. માધુરી રિઆલિટી શૉને જજ કરવા માટે એક સીઝનનાં 1 કરોડ રૂપિયા ચાર્જ કરે એવી પણ માહિતી મળી રહી છે. આ ઉપરાંત તે એન્ડોર્સમેન્ટ માટે અલગથી ચાર્જ કરે છે.

ફિલ્મો ઉપરાંત તે એડર્વટાઇઝમેન્ટથી પણ અધધધ કમાણી કરે છે. એક એવી પણ માહિતી મળી રહી છે કે નાનપણથી જ માધુરીને નૃત્યમાં રસ હતો, તેથી તેણે 3 વર્ષની વયે કથક શીખવાનું શરૂ કર્યું હતું અને નાનપણથી જ તેને તેની કુશળતા માટે ઘણા એવોર્ડ પણ મળ્યા હતા. આજે તે ટ્રેન્ડ કથક ડાન્સર બની ગઈ છે.

તેના કરિયરની શરૂઆત વિશે જો વાત કરવામાં આવે તો પહેલી જ ફિલ્મ સુપર ફ્લોપ રહી હતી. આ પછી 1988માં આવેલી ફિલ્મ તેજાબથી માધુરી રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. આ ફિલ્મનું એક દો તીન આજે પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે.

માધુરી દીક્ષિતે રામ લખન, ત્રિદેવ, બેટા, ખલનાયક, કિશન કનૈયા, દિલ, હમ આપકે હૈ કોન, દીલ તો પાગલ હૈ, દેવદાસ, સાજન, થાનેદાર સહિતની સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. બીજા એક એવા પણ રિપોર્ટ મળે છે કે માધુરી દીક્ષિત ઘણા રિયાલિટી શો માટે 25 કરોડ જેટલી ચાર્જ લે છે. આ પરથી તમે અંદાજ લગાવી શકો છો કે તેમની વાર્ષિક કમાણી 50 કરોડથી વધુ હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version