માધુરી નહોતી કરવા માંગતી કામ અનિલ કપૂર સાથે પણ પછી…

Anil Kapoorની સાથે ક્યારેય ફિલ્મ નહી કરવાની શપથ લીધી હતી Madhuri Dixitએ કારણ જાણીને આપ દંગ રહી જશો.

અનીલ કપૂર (Anil Kapoor) અને બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દિક્ષિત (Madhuri Dixit)ની જોડીએ ઘણી વાર ધમાલ મચાવી દીધી છે. આપને જણાવીએ કે, ૯૦ના દશકમાં હીટ જોડીના નામથી ફેમસ બનેલ અનિલ કપૂર અને માધુરી દિક્ષિતની જિંદગી ઘણા સંઘર્ષોથી ભરેલ રહી છે. અભિનેત્રી માધુરી દિક્ષિત સાથે કેટલીક હીટ ફિલ્મો આપ્યા પછી અનિલ કપૂર પણ આ વિચારીને અચરજ પામી ગયા કે, અમારા વિષે કેવી અફવાઓ ફેલાઈ રહી છે.

image source

ફિલ્મ તેજાબ’, ‘રામ લખન’, ‘બેટા’ જેવી ફિલ્મો એકસાથે કર્યાના વર્ષો પછી માધુરી દિક્ષિત અને અનિલ કપૂર એક વાર ફરીથી ગયા વર્ષે રીલીઝ થયેલ ફિલ્મ ‘ટોટલ ધમાલ’માં એકસાથે જોવા મળ્યા હતા અને અનિલ કપૂર અને માધુરી દિક્ષિતની આ જોડીને આ વખતે પણ દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી. માધુરી દિક્ષિત અને અનિલ કપૂરની આ જોડીએ બોક્સ ઓફીસ પર એટલા બધી કમાણી કરી દીધી કે ફિલ્મ ‘ટોટલ ધમાલ’ના ડાયરેક્ટર પણ આ જોડીને જોઇને નવાઈ પામી ગયા હતા.

image source

એવું કહેવાય છે કે, આપ જયારે પ્રસિદ્ધ થઈ જાવ છો તો દુશ્મનો પણ આપોઆપ બની જતા હોય છે. આવું જ કઈક અનિલ કપૂર અને માધુરી દિક્ષિત સાથે થયું હતું કોઈએ મીડિયા દ્વારા આ અફવાઓ ફેલાવી દીધી કે, અનિલ કપૂર અને માધુરી દિક્ષિત બંને મિત્રતાથી આગળ વધીને પ્રેમ તરફ વધી રહ્યા છે જ્યાર પછીથી માધુરી દિક્ષિતએ ફિલ્મ કરવાથી દુર રહેવા લાગી.

image source

જાણકારો પાસેથી મળેલ માહિતી માનીએ તો, ફિલ્મના સેટ પર માધુરી દિક્ષિત અને અનિલ કપૂર એકસાથે ઘણો સમય પણ વિતાવી રહ્યા હતા. ત્યાર પછી આવી અફવાઓ ફેલાવી સ્વાભાવિક છે. જો કે, અનિલ કપૂર અને માધુરી દિક્ષિત દ્વારા ઘણી બધી વાર આ વાતનું ખંડન પણ કરવામાં આવ્યું છે કે તેઓ બંને ફક્ત મિત્ર છે બીજું કઈ વધારે નહી.

image source

રીપોર્ટસમાં જણાવ્યા પ્રમાણે જોઈએ તો એક દિવસ અનિલ કપૂરની પત્ની સુનિતા કપૂર પોતાના બાળકોને લઈને ફિલ્મના સેટ પર આવી ગઈ હતી.માધુરી દિક્ષિત આ દ્રશ્ય દુર ઉભા રહીને અનિલ કપૂરને પોતાના પરિવારની સાથે વાત કરતા જોઈ રહી હતી. એવું કહેવાય છે કે, ત્યારે જ માધુરી દિક્ષિતએ નિર્ણય કરી લીધો હતો કે, તેઓ અનિલ કપૂરની સાથે હવે કામ નહી કરે જેથી કરીને તેમની બંનેની વચ્ચે અંતર બનાવીને રાખી શકે.

image source

આટલા વર્ષો પછી પણ જયારે અનિલ કપૂર અને માધુરી દિક્ષિતની જોડી સાથે જોવા મળી અને હજી પણ આ જોડી દર્શકોમાં એટલી જ લોકપ્રિય છે જેટલી વર્ષો પહેલા હતી.

Source : rewariyasat

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત