માધુરી દીક્ષિતને ભૂખ લાગે છે, ત્યારે તે જંક ફૂડ નહીં પરંતુ તેના બેગમાં હંમેશા રહેલી આ ચીજો ખાય છે, જે તેની સુંદરતા પણ વધારે છે

મહિલાઓ તેમના પર્સ અથવા હેન્ડ બેગમાં ઘણી બધી ચીજો લઇને ફરે છે અને તેમાંના મોટા ભાગમાં મેકઅપ સંબંધિત ચીજો હોય છે. તેથી ઘણી વખત આવી કેટલીક એવી ચીજો પણ હેન્ડ બેગમાં હોય છે જેનું કોઈ ખાસ કામ નથી હોતું, તેમ છતાં તેવી ચીજોને તે બેગમાં જ રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે માધુરી દીક્ષિત તેના હેન્ડ બેગમાં શું રાખે છે ? જો ના, તો ચાલો અમે તમને જણાવીએ. માધુરી દીક્ષિત પોતાના હેન્ડ બેગમાં જે જરૂરી ચીજો રાખે છે, તેની પાસેથી આ આદત આપણે અપનાવવી જોઈએ.

ટીશ્યુ અને ફ્લોસ

image source

માધુરી દીક્ષિત તેના હેન્ડ બેગમાં ચોક્કસપણે ટીશ્યુ રાખે છે, તે કહે છે કે મારે ઘણી વાર તેની જરૂર પડે છે, મારા બાળકો પણ ઘણીવાર મારી પાસેથી ટીશ્યુ માંગે છે, તેથી તેને સાથે રાખવું જરૂરી છે. આ સાથે, તે ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા માટે ફ્લોસનો ઉપયોગ કરે છે.

નેલ્સ કીટ, હેર બ્રશ અને હેર ક્લિપ

જ્યારે પણ માધુરી ફ્રી હોય અથવા મુસાફરી કરે, ત્યારે તે સમયનો ઉપયોગ તેની નાખ સેટ કરવામાં કરે છે. તેથી તે પોતાની હેન્ડ બેગમાં નેઇલ કીટ રાખવી પસંદ કરે છે. આ ઉપરાંત, તે પોતાના વાળ સેટ કરવા હેર બ્રશ અને હેર કલીપ પણ રાખે છે.

image source

વોલેટ અને ઘરની ચાવી

માધુરી દીક્ષિત પોતાના હેન્ડ બેગમાં ક્રેડિટ કાર્ડ્સ, પાનકાર્ડ્સ, આધારકાર્ડ જેવા મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ રાખવા માટે તે વોલેટનો ઉપયોગ કરે છે. જેથી આ કાર્ડ હેન્ડ બેગના વ્યવસ્થિત રીતે એક જ જગ્યાએ રહે. તેણી તેના હેન્ડ બેગમાં ઘરની ચાવીઓ પણ રાખે છે.

ડ્રાયફ્રુટ

માધુરી પોતાના હેન્ડ બેગમાં ડ્રાયફ્રુટ પણ રાખે છે. શૂટિંગ સમયે માધુરીને જયારે ભૂખ લાગે છે, ત્યારે ભૂખ દૂર કરવા માટે તે સમોસા અને પકોડા જેવી ચીજો ખાવાને બદલે ડ્રાયફ્રૂટ ખાવાનું પસંદ કરે છે. જેથી તેમની ભૂખ પણ શાંત થાય છે અને શરીરમાં ઉર્જા પણ આવે છે.

image source

ટોઇલેટ સીટ સેનિટાઈઝર, હેન્ડ સેનિટાઇઝર અને માસ્ક

માધુરી હંમેશા પોતાની હેન્ડ બેગમાં હેન્ડ સેનિટાઇઝર, ટોઇલેટ સીટ સેનિટાઇઝર અને માસ્ક રાખે છે. તે માસ્ક પહેરે છે અને બીજું માસ્ક પોતાની હેન્ડ બેગમાં પણ રાખે છે, જેથી ક્યારેક તેનું માસ્ક ખોવાય જાય અથવા ખરાબ થઈ જાય તો કોઈ સમસ્યા ન થાય. ઉપરાંત, કોરોના વાયરસથી બચવા માટે, તેઓ હેન્ડ સેનિટાઇઝર પણ રાખે છે, જે અમુક સમયે ઉપયોગમાં લેવાય છે. માધુરી ટોઇલેટ સીટ સેનિટાઈઝર પણ રાખે છે. તે કહે છે કે જ્યારે તેને જરુરીયાત સમયે કોઈ ટોઇલેટમાં જવું પડે છે, ત્યારે તે તેનો ઉપયોગ કરે છે.

ડૂડલ પેડ્સ અને પેન

માધુરીને પોતાના ફ્રી સમયમાં કાર્ટૂન બનાવવાનો શોખ છે, તેથી તે હંમેશા ડૂડલ પેડ અને પેન પોતાના હેન્ડ બેગમાં રાખે છે. તે કહે છે કે જ્યારે જ્યારે મને બ્રેક દરમિયાન કંટાળો આવે છે અથવા શૂટિંગ દરમિયાન મારા શોટની રાહ જોઉં છું ત્યારે હું કાર્ટૂન બનાવવાનું પસંદ કરું છું.

સનસ્ક્રીન, પરફ્યુમ અને પીલોમિસ્ટ

image source

માધુરી ચોક્કસપણે તેના હેન્ડ બેગમાં ડ્રાય અને લોશન સનસ્ક્રીન રાખે છે. જ્યારે તે કોઈ મેકઅપ વગર હોય છે, ત્યારે તે સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરે છે અને જ્યારે મેકઅપમાં હોય ત્યારે તે ડ્રાય સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે. આ સાથે, તે હંમેશાં તેની સાથે તેનું પ્રિય પરફ્યુમ રાખે છે. તે શૂટિંગ સમયે વેનિટીઝ અથવા હોટલોમાં આરામ કરતી વખતે ઓશિકા પર ઉપયોગ કરવા માટે પીલોમિસ્ટ રાખે છે. તે કહે છે કે તેના ઉપયોગથી ઘણી તાજી અનુભૂતિ થાય છે અને સ્પા જેવી ફીલિંગ આવે છે.

સુગર ક્યુબ અને આધાશીશીની દવા

માધુરી કહે છે કે જ્યારે હું શૂટ પર હોઉં છું અથવા કોઈના ઘરે જાઉં છું, ત્યારે હું સુગર ફ્રી ચા અને કોફી મંગાવું છું અને તેમાં મારા સુગર ક્યુબનો જ ઉપયોગ કરું છું. આ સાથે, માથાનો દુખાવો દૂર કરવા માટે, હું મારા હેન્ડ બેગમાં આધાશીશીની દવા પણ રાખું છે.

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene)


લિપસ્ટિક, લિપબામ અને મોઇશ્ચરાઇઝર

માધુરી ટચઅપ મેકઅપ માટે હેન્ડ બેગમાં પોતાની પસંદની કલરની લિપસ્ટિક અને લિપબામ પણ રાખે છે. આ સાથે મોઇશ્ચરાઇઝર પણ લગાડે છે. તે કહે છે કે હેન્ડ સેનિટાઇઝરના વારંવાર ઉપયોગને કારણે હાથમાં શુષ્કતા આવે છે, જેના માટે મોઇશ્ચરાઇઝરનો પણ ઉપયોગ કરવો પડે છે.

ફોન અને ગોગલ્સ

માધુરી દીક્ષિત તેના હેન્ડ બેગમાં એક ફોન અને ગોગલ્સ રાખે છે. તે ગોગલ્સ એક બોક્સમાં રાખે છે, જેથી તેમને જરૂરિયાત સમયે ગોગલ્સ ગોતવામાં મુશ્કેલી ન થાય. તેમનું કહેવું છે કે બોક્સ એવું હોવો જોઈએ કે ગોગલ્સમાં કોઈ નિશાન ન થાય અને તેના ફિટિંગનું પણ હોવું જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

પતિનો ફોટો

માધુરી દીક્ષિત હંમેશા પોતાના હેન્ડ બેગમાં પતિ રામ નૈનનો ફોટો રાખે છે. જેના કારણે તેઓ દરેક ક્ષણે પતિનો પ્રેમ અને સાથ અનુભવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *