જાણો એવું તો શું કારણ છે કે આ ગામના સ્થાનિક લોકો પાર્વતી નદીમાં શોધી રહ્યા છે સોનાના સિક્કા…

આપણા પૈકી ઘણા લોકો એવા હોય છે જેના અંદર લાલચ ભરેલી હોય છે અને તેમને થોડાથી સંતોષ નથી થતો. આવી લાલચી વૃત્તિને કારણે તેઓ પોતાના મગજનો પણ ઉપયોગ નથી કરતા અને ખોટી અફવાને પણ સાચી માની લેતા હોય છે. આવી જ એક ઘટના તાજેતરમાં સામે આવી છે.

image source

ઘટના મુજબ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના કુરાવરથી થોડેક દૂર શિવપુરા અને ગણુપુરાના લોકો છેલ્લા કેટલાક દિવસોથી પાર્વતી નદીના ખોદકામમાં લાગી ગયા છે. આ લોકોને એવી આશા છે કે આ નદીનું ખોદકામ કરીને તેને તેમાં છુપાયેલા મોગલકાળના સોનાનાં સિક્કાઓ મળશે. જો કે છેલ્લા પાંચ દિવસથી હજુ સુધી કોઈને સોનાના સિક્કા મળતા નથી.

ફેલાઈ છે અફવા

image source

અસલમાં રાજગઢ જિલ્લાના શિવપુરા અને ગણુપુરા ગામમાં કોઈએ એ અફવા ફેલાવી દીધી હતી કે પાર્વતી નદીમાંથી કોઈ વ્યક્તિને સોનાના સિક્કા મળ્યા છે. પાર્વતી નદીના કિનારે કુરાવર નજીક નાના સાહેબ મરાઠા રાજાની સમાધિ પણ આવેલી છે. લોકોમાં એવી અફવા ફેલાયેલી છે કે આ રસ્તા પરથી મોગલ પણ નીકળ્યા હતા. જયારે ગામલોકો પૈકી કોઈને ખબર મળી કે નદીમાં 8 – 10 જેટલા મોગલકાળના સિક્કા મળ્યા છે તો ગામલોકોએ આ વાતને સાચી માની લીધી અને તેઓ નદીના ખોદકામ કરવામાં લાગી ગયા.

સેંકડોની સંખ્યામાં લોકો પહોંચ્યા સિક્કા શોધવા

image source

ઉપરોક્ત અફવા ગામમાં લાકડીયા તારની જેમ ફેલાઈ જતા ગામના શું મોટા અને શું નાના, દરેક લોકો પાર્વતી નદી પાસે જઈને ખોદકામ કરવામાં લાગી ગયા. સિક્કાની શોધખોળમાં માત્ર પુરુષો જ નહિ પણ મહિલાઓ પણ લાગી ગઈ છે. ગામની મહિલાઓ પણ છેલ્લા પાંચ દિવસથી નદીના પટમાં ખોદકામ કરવાનું કામ કરી રહી છે. છેલ્લા અહેવાલો મુજબ સેંકડોની સંખ્યામાં ગામલોકો પાર્વતી નદીના પટમાં ખોદકામ કરવા પહોંચી રહ્યા છે. જો કે નવાઈની વાત તો એ છે કે હજુ પણ કોઈ એક માણસને પણ એકેય સોનાનો સિક્કો હાથ નથી લાગ્યો.

અંધાધૂંધ રીતે કરી રહ્યા છે ખોદકામ

ઉલ્લેખનીય છે કે સિહોર અને રાજગઢ જિલ્લાની સીમા પર શિવપુરા ગામ બસે છે અને આ બન્ને જિલ્લાની સરહદને થઈને પાર્વતી નદી વહે છે. ગામલોકો વચ્ચે પાંચ દિવસ પહેલા ફેલાયેલી સોનાના સિક્કાની અફવા ફેલાઈ હતી અને ગ્રામજનો અફવાની ખરાઈ કે તપાસ કર્યા વિના પાર્વતી નદીના પટમાં અંધાધૂંધ ખોદકામ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત