તેની કામુકતા અને આક્રમકતા ઓછી કરવા માટે ‘એકાંત’ માં રાખવામાં આવશે, તેનું વજન 350 કિગ્રાથી પણ વધુ છે

સેક્સ ક્યારેક એ હદે મગજ પર સવાર થઇ જાય કે પછી આસપાસનુ ધ્યાન નથી રહેતુ.. અને ક્યારેક તો પોતાના પર પણ કાબૂ નથી રાખી શકાતો, જો કે આવુ મનુષ્યોમાં સૌથી વધારે જોવા મળે છે, પરંતુ આમાં જાનવરો પણ કંઇ પાછળ નથી. ઓસ્ટ્રેલિયાના પ્રાણી સંગ્રહાલય માં એક મગરને કાબૂમાં કરવા માટે ઝૂ-કીપર્સનો પરસેવો છૂટી ગયો. આ મગર એકદમ આક્રમક તો હતો જ પરંતુ સેક્સ માટે એટલો પાગલ થઇ ગયો કે ‘જેલ’ જવું પડ્યું.

બીજા જાનવરો માટે પણ બની ગયો ખતરો

ઓસ્ટ્રેલિયાના પ્રાણી સંગ્રહાલયમાં આ મગરનો એવો તો આતંક હતો કે સંચાલકો પણ વિમાસણમાં હતા.. સાથે જ મૂલાકાતીઓ માટે પણ તે ઘાતક બની શકે તેમ હતો. અને સેક્સ માટે પાગલ થયેલા આ મગર થી પ્રાણી સંગ્રહાલયના અન્ય જાનવરોને પણ ખતરો થઇ ગયો હતો. આ મગર બીજા જાનવરો પર ક્યારેય પણ જીવલેણ હુમલો કરી દેતો હતો. ત્યારબાદ ઝૂ મેનેજમેન્ટએ નક્કી કર્યું કે પ્રાણી સંગ્રહાલયની ‘મગર જેલ’ માં તેને કેદ કરવો પડશે. પરંતુ તેને પકડવો એટલું સરળ ન હતું. ઝૂના કર્મચારીઓને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, તેને કાબૂમાં કરવા માટે.

આક્રમતા ઓછી થાય ત્યાં સુધી એકાંત

Daily Mail ના એક રિપોર્ટના અનુસાર આ ખતરનાક મગરનું નામ અમેરિકાના મેગાસ્ટાર રેપર કાન્યે વેસ્ટ (Kanye West) ના નામ પર રાખવામાં આવ્યું છે. તેનું વજન 350 કિગ્રાથી પણ વધુ અને લંબાઇ લગભગ 4 મીટર છે. હવે આ વિશાળકાય અને ખતરનાક મગરને ઝૂ-કીપર્સ ઘડીયાળોથી અલગ રાખવામાં આવશે. તેની કામુકતા અને આક્રમકતા ઓછી કરવા માટે ‘એકાંત’ માં રાખવામાં આવશે.

12- ઝૂ કીપર્સ લાગ્યા કાબૂ કરવામાં

આખરે આ મહાકાય મગરને કાબૂમાં કરવા માટે પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓને પોતાના જીવનુ જોખમ ઉઠાવવું પડ્યું.

મગરની આક્રમકતાનો અંદાજો તમે તેનાથી લગાવી શકો છો કે તેને કાબૂમાં કરવા માટે 12 ઝૂ કીપર્સને લગાવવા પડ્યા. ઝૂ કીપર્સની ટીમએ મગર ‘કાન્યે’ ને કોઇપણ પ્રકારે સપાટી પર લાવીને દોરડા વડે બાંધવામાં આવ્યો. ત્યારબાદ પણ તે કાબૂમાં આવી રહ્યો ન હતો, તેને કાબૂ કરવા માટે બીજી ઘણા ઝૂ-કીપર્સ તેની પીઠ પર ચઢીને બેસી ગયો.

આખરે આ રીતે તે મહાકાય સેક્સ મેનિયાક પર કાબૂ મેળવી શકાયો.. સાથે જ તેને જેલ હવાલે કરીને સજા પણ અપાઇ