નદીમાં એકસાથે શાર્ક અને મગરના તરવાનો વીડિયો જોઈ ભલભલા જ્ઞાની ચોંકી ગયા, જોઈ લો બન્નેની મસ્તી

સોશિયલ મીડિયા પર તમે ઘણા એવા વીડિયો જોયા છે કે જેમાં તમને નવાઈ લાગે, કારણ કે એવી વસ્તુ આપણે જોવાની વાત તો દુર પહેલાં ક્યાંય વિચારી પણ ન હોય. ત્યારે હવે સોશિયલ મીડિયા પર ફરી એકવાર આવો જ વીડિયો સામે આવ્યો છે અને લોકો ચોંકી ગયા છે. શું તમે ક્યારેય નદીમાં શાર્ક અને મગરને એક સાથે તરતા જોયા છે

? જો તમે ના જોયું હોય તો હવે જોઈ શકો છો. કારણ કે સોશ્યલ મીડિયા પર, શાર્ક અને મગર એક સાથે નદીમાં તરતાં હોય એવો એક વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. ફ્લોરિડામાં રહેતા ગ્રે વિન્સને ફેસબુક પર એક પોસ્ટમાં બે ક્લિપ્સ શેર કરી છે, જેને જોઇને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોમાં એક શાર્ક અને મગર નદીમાં તરતા જોઇ શકાય છે.

ગ્રે વિન્સને પોતાની પોસ્ટના કેપ્શનમાં કહ્યું છે કે, “દરરોજ તમે ભારતીય નદીમાં એક શાર્ક અને મગરને એક સાથે તરતા જોઈ શકતા નથી. ત્યારે હવે સોશિયલ મીડિયા પર આ વીડિયો વધારે ને વધારે શેર કરવામાં આવી રહ્યો છે, 800 કરતા વધારે વખત શેર થઈ ચૂક્યો છે અને હજુ પણ લોકો વાયરલ કરી રહ્યા છે. એક વપરાશકર્તાએ ટિપ્પણી વિભાગમાં કહ્યું, “વાહ! એક પાગલ. “બીજા વપરાશકર્તાએ લખ્યું,” સૌથી યોગ્ય વ્યક્તિનું અસ્તિત્વ. તેનો વીડિયો વાયરલ થયા પછી એનબીસી મિયામી સાથે વાત કરતા ગ્રે વિન્સને કહ્યું, “બુલ શાર્ક અને મગરને એકસાથે મારી જાણકારી પહેલાં જોવા મળ્યા હચા, પરંતુ આ પહેલીવાર છે જ્યારે બંને એક સાથે છે.”

It’s not everyday you see a bull shark and a gator swimming together in the Indian river.. I’m not so sure how the manatee made out.😳

Posted by Gray Vinson on Sunday, 21 March 2021

 

વાત મગરની થઈ રહી છે તો આ પહેલાં પણ એક વીડિયો ભારે ચર્ચામાં આવ્યો હતો. તે વડોદરાનો હતો. એવું કહેવાય છે કે વડોદરા વિશ્વનું એકમાત્ર એવુ શહેર છે જ્યાં મગર શહેરીજનો વચ્ચે રહે છે. શહેરની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદીમાં ન ગણાય એટલા મગરોનો વસવાટ છે. અનેકવાર આ મગરો પાણી છોડીને માનવ વસાહતમાં આવી જતા હોય છે. વડોદરાના મગરોનો વીડિયો સૌથી વધુ વાયરલ થતા હોય છે. પરંતુ હાલ વડોદરાથી મગરનો જે વીડિયો સામે આવ્યો છે, તે ચોંકાવનારો છે. કરજણમાં આવેલા એક તળાવનો એક વીડિયો છે, જેમાં એક આ આધેડ મગરના માથા પર હાથ ફેરવીને તેની સાથે વાતો કરતો દેખાય રહ્યા હતા. વડોદરામાં મગર સાથે વાતો કરતા શખ્સનો વીડિયો વાયરલ થયો હતો.

આ શખ્સ કરજણના જૂના બજાર ખાતે આવેલ એક તળાવના કિનારે બેઠેલા મગર સાથે વાતો કરી રહ્યો હતો. જૂના બજારનું તળાવ એટલે મગરોનો વસવાટ. અહી અનેક મગરો ઠંડીમાં તડકો ખાવા માટે તળાવના કિનારે આવે છે. ત્યારે પંકજભાઈ નામના એક શખ્સ તળાવમાં નીચે ઉતર્યા હતા. આ બાબત સ્થાનિક લોકો જોઈ ગયા હતા. તેઓએ પંકજભાઈને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓ રોકાયા ન હતા. લોકોએ પંકજભાઈને બહાર આવી જવા ખૂબ બૂમો પાડી હતી, પણ પંકજભાઈ માન્યા ન હતા. તેઓ તળાવમાં મગરની એકદમ નજીક જઈ ચઢ્યા હતા. એટલુ જ નહિ, મગર પર હાથ પણ ફેરવ્યો હતો અને પછી વાતો કરવા લાગ્યાં હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *