મેગીમાં દહીં નાખીને ખાધું આ મહિલાએ, જોનારા માથું કૂટવા લાગ્યા અને કરી વિચિત્ર કોમેન્ટો, જુઓ શું થયું

ઘણા લોકોનો પ્રિય નાસ્તો મેગી હોય છે. બાળકોથી માંડીને વૃદ્ધ લોકો સુધી બધાને ઘણાને મેગી ગમે છે. લોકોને એટલા માટે ગમે છે કારણ કે તે સ્વાદિષ્ટ અને ઝડપી બની જાય છે. ઘણા લોકો મેગી સાથે વિવિધ પ્રયોગો કરતા રહે છે. ઘણા તદ્દન અલગ જ પ્રયોગો કરતાં હોય છે, ઘણા બધા લોકો સારા પ્રયોગો પણ કરતાં હોય છે. પરંતુ અમુક લોકો તો એવા પ્રયોગો કરે કે જેને જોઈને તમે પણ કહેશો, ‘આ કોણ છે? ક્યાંથી આવ્યા છે. કંઈક આવું જ થયું જ્યારે કોઈ મહિલા દહીં નાખીને મેગી ખાતી હતી. ત્યારે લોકો માથું પકડીને કુટવા લાગ્યા હતા.

image source

આ તસવીર ટ્વિટર યુઝર @acnymph દ્વારા શેર કરવામાં આવી છે. તસવીર શેર કરતા તેમણે લખ્યું, ‘મેગી અને દહીં ખાવાની આત્મા છે’.

ચિત્ર જોઇને લોકો માથું પકડી ગયા અને આશ્ચર્યજનક પ્રતિક્રિયા આપી. જો કોઈએ તેને પાપ ગણાવ્યું, તો કોઈએ તેને સૌથી નકામું મિશ્રણ કહ્યું. આ ટ્વીટ 16 નવેમ્બરના રોજ શેર કરવામાં આવ્યું છે, અત્યાર સુધીમાં 160થી વધુ લાઈક્સ અને 300 થી વધુ રિ-ટ્વીટ થઈ ચૂકી છે. સેંકડો લોકોએ આ પોસ્ટ પર પોતાની પીડા વ્યક્ત કરી છે.

image source

ઉલ્લેખનીય છે કે, હોસ્ટેલમાં રહેતા હોય કે પોતાના ઘરે, મેગી આજકાલ લોકોનું ફેવરીટ ફૂડ બની ગયું છે. એક તો મેગી બનાવવું ઘણું સરળ છે અને તેની કિંમત પણ દરેકને પોસાય તેટલી છે, માટે જ તે વધારે ને વધારે પોપ્યુલર થતી જાય છે.

image source

મેગીને સિમ્પલ બોઈલ કરીને ખાવા કરતાં, લોકોએ તેમાં પણ અનેક વેરાયટિઝ શોધી લીધી છે.ક્લિક કરો અને જુઓ, કઈ રીતે મેગીને અલગ અલગ રીતે બનાવીને ડિલિશીયસ ડિશ બનાવી શકાય છે. મસાલા મેગીની વાત કરીએ તો આ સૌથી સરળ વાનગી છે. તમારે માત્ર મેગી મસાલાનું એક એક્સ્ટ્રા પેકેટ ખરીદવાનું છે. નોર્મલ જે રીત હોય તે જ પ્રમાણે મેગી બનાવો અને આ એક્સ્ટ્રા પેકેટ તેમાં એડ કરો. પાણી હંમેશા કરતા ઓછું નાખવું.

image source

એગ મેગી વિશે જાણી લો કે એક વાર તો આ પ્રકારની મેગી દરેકે ટ્રાય કરી જ હશે. મેગી બનાવતી વખતે એક અથવા બે ઈંડા ફોડી દેવા અને સારી રીતે ફેંટવા. અને સરળ અને શ્રેષ્ઠ મેગી તૈયાર. ઈંડાથી મેગી સાથેનું આ અલગ વેરિએશન છે. એક બાજુ સાદી મેગી બનાવવા મુકો, બીજી બાજુ એક વાસણમાં થોડું તેલ અથવા ઘી, ઝીણી સમારેલી ડુંગળી સાંતળો. તેમાં ઈંડુ અને લાલ મરચું, હળદર અને કાળા મરી નાખો. બન્નેને ભેગા કરીને હલાવો. અને તમારી એડ ભુર્જી મેગી તૈયાર…

image source

બ્રેડ મેગી તો સૌથી સરળ રેસિપી છે. કોઈ પણ વિદ્યાર્થી કે હોસ્ટેલમાં રહેતાં માણસને આના વિશે ખબર જ હશે. બસ મેગી બનાવો અને બ્રેડના ટોસ્ટેડ સ્લાઈડમાં મુકી દો. વધારે ટેસ્ટી બનાવવા માટે બ્રાઉન બ્રેડનો ઉપયોગ કરો અને ટોસ્ટ પર બટર લગાવો. સૂપી મેગી બનાવવામાં થોડી અઘરી રેસિપી છે, પણ કહી શકો કે આ મેગીનું ઈન્ડિયન વર્ઝન છે. ગાજર, ડુંગળી અને બીજા વેજીસને કાપો અને રેગ્યુલર તેલમાં સાંતળો. શાકભાજીના પાણીને ગરમ કરો અને તેમાં મેગી તેમજ મસાલો નાખો. મેગી બની જાય ત્યાં સુધી રાંધો. ટોમેટો મેગી માટે મેગીમાં ટમાટા સમારીને નાખી દો. બસ, ટોમેટો મેગી તૈયાર.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત