મહાભારતના આ દ્રશ્યએ અનેક લોકોએ કરી દીધા હતા હેરાન, જાણો યુદ્ધના આ દ્રશ્ય પાછળની રિયલ કહાની

મહાભારતના આ દ્રશ્યએ બધાને હેરાન દીધા હતા, જાણો અહીંયા પડદા પાછળની અસલી કહાની

image source

બી.આર. ચોપડાની ‘મહાભારત’ (Mahabharat) ને પ્રેક્ષકોનો ખુબ પ્રેમ મળી રહ્યો છે. લોકકાઉનમાં લોકોને આ શો દ્વારા ઘણું બધું શીખવાની તક મળે છે.

આ સિરીયલમાં નાના નાના દ્રશ્યને પણ મહાન બનાવવા માટે કોઈ કસર છોડવામાં આવી નથી. જેની અસર હજુ પણ જોવા મળી રહી છે. દર્શકો દરેક દ્રશ્યને જોઈને હેરાન થઈ જાય છે. ભીષ્મ પિતામહને વાગેલા બાણની જ વાત કરી લો. આ દ્રશ્યમાં બાણોની શય્યા તૈયાર કરવામાં જ વધુ મેહનત અને સમય લાગ્યો હતો. આ શોમાં ‘ભીષ્મ’ નું પાત્ર ભજવનાર મુકેશ ખન્નાએ હવે આ વિશે ખુલાસો કર્યો છે.

image source

મુકેશ ખન્નાએ ટ્વિટર પર આ વિશેની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે કેવી રીતે યુદ્ધનું આ દ્રશ્ય ભજવતા આખો દિવસ નીકળી ગયો હતો. તેમણે ખુલાસો કર્યો કે, અર્જુન દ્વારા છોડેલા દરેક તીરને તાર દ્વારા તેમના શરીર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. તેમના કવચ પર સ્ક્રુ દ્વારા આગળ અને પાછળ બંને બાજુએ તીરને ટાઇટ કરવામાં આવ્યા હતા. તેથી એવું લાગે કે, તીર શરીરની આરપાર નીકળી ગયા છે.

તેમણે લખ્યું કે, ‘આ દ્રશ્ય શૂટ કરવામાં આખો દિવસ નીકળી ગયો હતો.’ વખાણવા યોગ્ય છે રવિ ચોપડા અને તેમની પુરી ટીમ. દરેક બાણ મારા પર તાર દ્વારા છોડવામાં આવતા હતા. દરેક તીરને મેં પકડ્યા અને વાગ્યું હોય એમ અભિનય કર્યો. આગળ અડધા અને પાછળ અડધા બાણ મારા ડ્રેસ નીચે પહેરેલા જટિલ વસ્ત્ર પર સ્ક્રૂ દ્વારા ફિટ કરવામાં આવ્યા હતા. ‘પછી દિવસભર બાણ ચાલતાં જ રહ્યા, ચાલતાં જ રહ્યા ‘

આખો દિવસ સીનના શૂટિંગમાં પસાર થયો. સ્વર્ગીય રવિ ચોપરા અને તેની ટીમે પ્રશંસા કરવાની જરૂર છે. દરેક એક તીર મારા પર વાયર દ્વારા પડતો મૂકાયો હતો. દરેક મેં પકડ્યો હતો, દેખાવની પ્રતિક્રિયા આપી હતી, આગળનો અર્ધ, પાછળનો અર્ધ તીર મારી ડ્રેસ હેઠળ પહેરેલા કેસીંગ પર ખરાબ હતો. પછી તીર દિવસભર ફરતો રહ્યો અને ચાલતો રહ્યો.

તેમણે બીજુ એક ટ્વિટ કર્યું, મુકેશ ખન્નાએ લખ્યું કે, ‘ભીષ્મ ઘાયલ સિંહની ભયાનક નજરોથી દેખતો આગળ વધતો ગયો.’ ત્યાર પછી અર્જુને સંપૂર્ણ તાકાત લગાવી અંતિમ તીર છોડ્યું. અને ભીષ્મ ઇચ્છા મૃત્યુનું વરદાન લઈ નીચે પડ્યા. પરંતુ જમીન પર નહીં, શરીર પર લાગેલા તીરની શય્યા પર. એવી શય્યા કે જે ભૂતો ન ભવિષ્યતે કોઈ વીરને ન મળી હોય. આવા હતા ભીષ્મ પિતામહ.

image source

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ અંતર્ગત લોકડાઉનમાં ‘મહાભારત’ સિરિયલનું દૂરદર્શન પર પુનઃ પ્રસારણ કરવામાં આવ્યું છે. 1988 થી 1990 દરમિયાન પહેલીવાર પ્રસારિત થયેલી આ સિરિયલે નાના પડદાને મોટો બનાવી દીધો હતો. આ ગાળામાં તે ‘રામાયણ’ પછી ટીવી પર સૌથી વધુ જોવાયેલ શો બન્યો. મહાભારતે 13મા સપ્તાહમાં 145.8 મિલિયન દર્શકોની નોંધણી કરી.

source : daily hunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત