શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધ માટે કરી હતી કુરુક્ષેત્રની પસંદગી, શું તમે જાણો છો આની પાછળનું રહસ્ય?

શા માટે શ્રીકૃષ્ણએ મહાભારતના યુદ્ધ માટે કુરુક્ષેત્રની પસંદગી કરી હતી ? જાણો તેની પાછળ શું છે રહસ્ય

કોરોનાની મહામારીને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામા આવેલા લાંબા સમયના લોકડાઉન દરમિયાન લોકોએ ખૂબજ ધાર્મિક સિરિયલો જોઈ છે. જેમાં મહાભારતનો પણ સમાવેશ થાય છે. નાના મોટા બધાએ મહાભારતની સિરિયલને ખૂબ જ રસપૂર્વક જોઈ છે અને આ દરમિયાન તેમના મનમાં ગણા બધા પ્રશ્નો પણ ઉદ્ભવ્યા છે.

image source

તમે બધા એ સારી રીતે જણતા હશો કે મહાભારતના યુદ્ધ દરમિયાન જ શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. પણ આજે પણ મહાભારતના યુદ્ધ સાથે જોડાયેલા કેટલાક એવા રહસ્યો છે જેના વિષે ઘણા ઓછા લોકો જાણકારી ધરાવે છે, કેટલાક એવા જ રહસ્યો પરથી આજે અમે પરદો ઉઠાવવા જઈ રહ્યા છીએ. શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે મહાભારતનું યુદ્ધ બીજે ક્યાંય નહીંને કુરુક્ષેત્રમાં જ કેમ લડવામાં આવ્યું હતું ?

મહાભારતનું યુદ્ધ સંસારનું સૌથી ભીષણ યુદ્ધ હતુ. કૌરવો અને પાંડવો વચ્ચે થયેલા આ યુદ્ધમાં બન્ને તરફથી કરોડો યોદ્ધાઓ માર્યા ગયા હતા. મહાભારતના યુદ્ધ પહેલા ન તો આવું યુદ્ધ ક્યારેય થયું હતું અને ન તો ક્યારેય આવું યુદ્ધ થવાની સંભાવના છે.

image source

કુરૂક્ષેત્રની ધરતીને મહાભારતના યુદ્ધ માટે ભગવાન શ્રીકૃષ્ણએ જ પસંદ કરી હતી, પણ તેમણે કુરુક્ષેત્રને જ મહાભારતના યુદ્ધ માટે કેમ પસંદ કર્યું હતું, તેની પાછળ એક ઉંડું રહસ્ય છૂપાયેલું છે. શાસ્ત્રો પ્રમાણે મહાભારતનું યુદ્ધ જ્યારે નક્કી થઈ ગયું ત્યારે તેના માટે જમીનની શોધ ચલાવવામાં આવી. ભગવાન શ્રીકૃષ્ણ આ યુદ્ધ દ્વારા ધરતી પર વધતા પાપને અટકાવવા માગતા હતા અને ધર્મની સ્થાપના કરવા માગતા હતા.

image source

માન્યતા પ્રમાણે મહાભારતના યુદ્ધ પહેલા શ્રીકૃષ્ણને એ વાતનો ભય હતો કે ભાઈ-ભાઈને, ગુરુ-શિષ્યોને અને સગા-સંબંધીઓને યુદ્ધમાં મરતા જોઈ ક્યાંક કૌરવો અને પાંડવો સમાધાન ન કરી લે. આ કારણે જ તેમણે યુદ્ધ માટે એવી ભૂમિને પસંદ કરી જ્યાં ક્રોધ અને દ્વેષ પુરતા પ્રમાણમાં હોય. શ્રીકૃષ્ણએ આ કામ માટે પોતાના દૂતોને બધી જ દિશામાં મોકલ્યા અને તેમને ત્યાંની ઘટનાઓનું અવલોકન કરવાનું કહ્યું.

image source

શ્રીકૃષ્ણના દૂતોએ બધી જ ઘટનાઓનું અવલોન કર્યું અને એક-એક કરીને ભગવાન શ્રીકૃષ્ણને તેના વિષે જણાવ્યું. તેમાંથી એક દૂતે એક ઘટના વિષે જણાવ્યું કે કુરુક્ષેત્રમાં એક મોટા ભાઈએ પોતાના નાના ભાઈને ખેતરમાં ભરાઈ જતા વરસાદના પાણીને રોકવા કહ્યું, પણ તેણે તેમ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. તેના પર મોટો ભાઈ તેના પર ભારે ગુસ્સે થઈ ગયો અને નાના ભાઈને ખંજરથી મારી નાખ્યો અને તેની લાશ ઘસેડતો તે ખેતરમા લઈ આવ્યો અને જ્યાંથી પાણી નીકળી રહ્યુ હતું ત્યાં લાશને મુકીને પાણી રોકી લીધું.

image source

શ્રીકૃષ્ણએ જ્યારે આ સત્ય ઘટના વિષે સાંભળ્યું, ત્યારે તેમણે આ ધરતી પર જ યુદ્ધ કરવાનું નક્કી કર્યું કારણ કે તેમના પ્રમાણે કુરુક્ષેત્રની જમીન ભાઈ-ભાઈ, ગુરુ-શિષ્ય અને સગા-સંબંધીઓ વચ્ચેના યુદ્ધ માટે બિલકુલ યોગ્ય હતી. કુરુક્ષેત્રની ધરતીને લઈને ભગવાન શ્રી કૃષ્ણ બિલકુલ નિશ્ચિંત થઈ ગયા કે અહીં ભાઈઓના યુદ્ધમાં એક બીજા પ્રત્યે પ્રેમ ઉત્પન્ન નહીં થાય. ત્યાર બાદ તેમણે મહાભારતના યુદ્ધને કુરુક્ષેત્રમાં કરવાની જાહેરાત કરી દીધી. અને આમ મહાભારતના મહાયુદ્ધને કુરુક્ષેત્રના વિસ્તારમાં કરવામા આવ્યું.

Source: Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત