Site icon News Gujarat

જાણો આ મહાદેવના મંદિર વિશે, જે દરરોજ થઇ જાય છે થોડા સમય માટે અદ્રશ્ય, જાણો તેની પાછળ શું છે રહસ્ચ!

ભારત દેશ એક પ્રકારે આસ્થાનો દેશ પણ કેહવાય છે. આપણે અહિયાં દરેક ધર્મના લોકો વસે છે. દરેક ધર્મ સ્થાનો આપણે અહિયાં પોતાના ઈતિહાસ અને ચમત્કારો સાથે અસ્તિત્વ ધરાવે છે. જો કે ભારતના ઘણા મંદિરો પોતાના રહસ્યોને કારણે જ અવાર નવાર ચર્ચાઓમાં રહેતા હોય છે. ઘણા મંદિર તો એવા પણ છે, જેમના ચમત્કારોના ભોગ વૈજ્ઞાનિકો પણ બન્યા છે. આવા મંદિરમાં એવા વિચિત્ર ચમત્કાર હોય છે, જેના કારણે લોકોનો એમાં રસ વધ્યો છે. ઘણી વાર તો લોકો મંદિરોની અંદર બેઠેલા ભગવાનના દર્શન કરવા માત્રથી જ આંતરિક શાંતિ અનુભવતા હોય છે.

Image Source

મંદિર પાછું ફરવાની રાહ જોવાય છે

તો આજના આ આખાય લેખમાં અમે આપને આવા જ એક શિવ મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ શિવ મંદિર વિશે જાણીને તમે આશ્ચર્યમાં પડી જશો, કારણ કે આ શિવ મંદિર રહસ્યમયી છે. કહેવાય છે કે આ મંદિર થોડા સમય માટે અદ્રશ્ય થઇ જાય છે. આ સમય દરમિયાન લોકોને મંદીરની એ જગ્યાએ એવું કાઈ જ દેખાતું નથી જ્યાં ભક્તો મંદિરમાં પૂજા કરી શકે. મોટાભાગના લોકો અહી મંદિર પાછું ફરવાની રાહ જોવા માટે આવે છે.

Image Source

પુરાણોમાં પણ મંદિરનો ઉલ્લેખ મળે છે

આજે એક શિવ મંદિરની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, જે ગુજરાતમાં આવેલું છે. આ મંદિરને લોકો આધારસ્તંભ મહાદેવ મંદિર તરીકે ઓળખે છે. ભગવાન શિવનું આ ચમત્કારિક મંદિર દિવસમાં માત્ર બે વખત જ જોવા મળે છે. આ મંદિર વડોદરાથી લગભગ ચાલીસેક માઈલ જેટલું દુર આવેલું છે. એ પણ અદ્રશ્ય થવા માટે, જો કે આ મંદિર ગુજરાતના સમુદ્રમાં એટલે કે અરબસાગરના કિનારે આવેલ છે. ભગવાન શિવના આ મંદિરનો ઉલ્લેખ શિવના મહાદ્વાર તરીકે કરવામાં આવ્યો છે, પુરાણોમાં પણ આ મંદિરનો ઉલ્લેખ મળે છે. શિવ મહાપુરાણના રુદ્ર સંહિતાના બીજા ભાગના 11માં અધ્યાયમાં પણ આ વિષે લખાયેલું છે. કહેવાય છે કે આ મંદિર આશરે 150 વર્ષ પહેલાં શોધી લેવામાં આવ્યું હતું. જો કે મંદિરમાં શિવલિંગની ઉચાઈ 4 ફૂટ છે તેમજ આ લિંગનો વ્યાસ 2 ફૂટ જેટલો છે.

Image Source

મંદિર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જાય છે

આ મંદિરના રહસ્ય વિશે જાણીને તમે હજુ પણ ચોંકી ગયા હશો કે એવું તો શું છે કે આ મંદિર અદૃશ્ય થઈ જાય છે? ખરેખર, આ મંદિર અરબ સાગરમાં આવેલું છે, તેથી જ્યારે પણ દરિયામાં ભરતી આવે છે ત્યારે આ મંદિર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જાય છે અને જ્યારે ભરતી ચાલી જાય છે ત્યારે આ મંદિર ફરીથી દેખાય છે. આ પ્રકારે દ્રશ્ય અદ્રશ્ય થતા આ સ્તંભ મહાદેવ મંદિરમાં ભક્તોને ચીઠ્ઠીઓ આપવામાં આવે છે. આ ચિઠ્ઠીઓમાં ભરતીના સમયને લખવામાં આવે છે, જેથી શ્રધાળુઓ કોઇપણ જાતની મુશ્કેલીનો સામનો કર્યા વગર દર્શન કરી શકે. જ્યારે અહીં ભરતી આવે છે, એ સમય દરમિયાન પાણી નજીક આવી જાય છે. પરિણામે ભરતીના સમયે શિવલિંગ જોઇ શકાતું નથી પણ જ્યારે ભરતી ચાલી જાય છે ત્યારે શિવલિંગ ફરીથી દેખાવા માગે છે.

Image Source

લોકો દુર દુરથી અહી આવે છે

અરબી સમુદ્રમાં આવેલા ભગવાન શિવના આ ચમત્કારિક મંદિરની મુલાકાત લેવા અનેક લોકો દુર દુરથી અહી આવે છે. આપને જણાવી દઈએ કે ભગવાન શિવના આ ચમત્કારને પોતાનામાં જ વિશેષ મનાય છે. આ મંદિરમાં લોકોની અનન્ય શ્રધ્ધા રહેલી છે, અહી આવીને લોકો પોતાના જીવનની મુશ્કેલીઓ દુર થવાની પ્રાથના કરે છે. માન્યતા એવી પણ છે કે આ મંદિરની મુલાકાત લેવાથી વ્યક્તિ પોતાના બધા જ દુ:ખ અને મુશ્કેલીઓને ભૂલી જાય છે.

Exit mobile version