કોરોના સંક્રમણના કારણે આ જાણીતા સંતનું દુખદ નિધન, વેક્સિનના લીધા હતા બંને ડોઝ

કુંભમેળામાં સ્વામી શ્યામ દેવાચાર્ય મહારાજનું કોરોનાના કારણે નિધન!

જબલપુરના નરસિંહ મંદિરના પ્રમુખ મહામંડલેશ્વર જગતગુરુ ડૉક્ટર સ્વામી શ્યામ દેવાચાર્ય મહારાજનું કોરોનાના કારણે નિધન, કુંભ મેળામાં લાગ્યું હતું સંક્રમણ. મહારાષ્ટ્રની સાથે મધ્યપ્રદેશમાં પણ કોરોનાનો હાહાકાર મચ્યો છે. ત્યારે જબલપુરના નરસિંહ મંદિરના પ્રમુખ મહામંડલેશ્વર જગતગુરુ ડૉક્ટર સ્વામી શ્યામ દેવાચાર્ય મહારાજનું કોરોનાના કારણે નિધન થયું છે.

તેઓ કુંભમાં ભાગ લેવા માટે હરિદ્ધાર ગયા હતા. અને કુંભમાંથી જ સ્વામી શ્યામ દેવાચાર્ય કોરોના સંક્રમિત થયા હતા. હાલમાં કુંભ મેળાનો મહોત્સવ ચાલી રહ્યો છે. દેશભરમાંથી હજારો સાધુ-સંતો પણ પહોંચ્યા છે. તો મહામંડલેશ્વર સ્વામી શ્યામ દેવાચાર્ય પણ કુંભ મહોત્સવમાં પહોંચ્યા હતા. અને હરિદ્વારમાં જ તેમને સંક્રમણ લાગ્યું હતું. જ્યારે તેઓ પરત પોતાના આશ્રમ પહોંચ્યા તો શુક્રવારે તેમનું નિધન થયું છે.

image source

મહત્વનું છે કે, મહામંડલેશ્વર સ્વામી શ્યામે કોરોનાની વેક્સિનના બંને ડોઝ લીધા હતા. આ છતાં તેમને કોરોનાનું સંક્રમણ લાગ્યું અને નિધન થયું છે. કુંભમાં કોરોના સંક્રમણના રોજ નવા નવા કેસ સામે આવ્યા છે. જેને લઈ નિરંજની અખાડા અને તપોનિધિ શ્રી આનંદ અખાડાએ સંયુક્ત રીતે કુંભ મેળાનું સમાપન કરવાનો નિર્ણય કર્યો છે. કોરોના સંક્રમણની દરમિયાન કુંભનું આયોજન કરાયું છે. અને કુંભમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ મામલે અખાડાઓમાં પણ વિવાદ ફેલાયો છે.

વૈરાગી અખાડાનો આક્ષેપ છે કે, કોરોના સન્યાસી અખાડાના કારણે ફેલાયો છે. કુંભ મેળામાં ટેસ્ટિંગ દરમિયાન 50 જેટલા સાધુઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. તો છેલ્લી 24 કલાકમાં જૂના નિરંજની અને આહ્વાન અખાડાના સાધુઓ કોરોના સંક્રમિત થયા છે. આ સાથે કુંભમાં જે રીતે કેસ સામે આવી રહ્યા છે. હરિદ્વારના સ્થાનિક તંત્રએ રેન્ડમ સેમ્પલિંગની કામગીરી વધારી દીધી છે. હરિદ્વારમાં અલગ-અલગ વિસ્તારમાં કોરોનાની તપાસ શરૂ છે.

image source

હરિદ્વારના કુંભમેળામાં વધ્યું કોરોનાનું સંક્રમણ

100થી વધુ શ્રદ્ધાળુ કોરોનાગ્રસ્ત થયા છે અને 18 સંતો પણ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યુ છે. શાહી સ્નાન દરમિયાન ખુલ્લેઆમ કોવિડ ગાઈડલાઈનનો ભંગ થતો હતો. અખિલ ભારતીય અખાડા પરિષદના વડા સહિત 18 સંતો કોરોનાગ્રસ્ત થયા છે. અખાડા પરિષદના વડાની તબિયત લથડતા હરિદ્વાર AIIMSમાં દાખલ કરાયા છે.

2500થી વધુ લોકો કોરોના સંક્રમિત આવ્યા

image source

હરિદ્વારા કુંભ મેળામાં અત્યાર સુધી 2500થી વધુ લોકો કોરોના સંક્રમિત આવ્યા છે. હરિદ્વારામાં કુંભ મેળો 11 વર્ષ બાદ યોજાયો છે. કુંભ મેળામા અનેક સાધુ-સંતો કોરોના સંક્રમિત થયા છે. કોરોનાના કેસ વધતા નિરંજની અખાડાએ કુંભ મેળાની સમાપ્તિની જાહેરાત કરી છે. આનંદ અખાડાએ પણ કુંભ મેળાની સમાપ્તિની જાહેરાત કરી છે. ઉત્તરાખંડના સીએમ તીરથ સિંહ રાવત હાઇલેવલ મીટિંગ યોજશે.

ઉત્તરાખંડમાં મહાકુંભનું પહેલું શાહી સ્નાન કરાયું. મહાકુંભના પહેલા શાહી સ્નાનમાં 13 અખાડાએ ગંગા નદીમાં સ્નાન કર્યું. 7 સન્યાસી અખાડા, 3 વૈરાગી અખાડા, 3 વૈષ્ણવ અખાડાએ ગંગા નદીમાં સ્નાન કર્યું. સૌથી પહેલા નિરંજની અખાડાએ હર કી પૈડી પર પહોંચી હર કી પૈડી બ્રહ્મકુંડ પર શાહી સ્નાન કર્યું.

image source

ઉત્તરાખંડ હાઈકોર્ટે મુખ્યમંત્રી તીરથસિંહ રાવતને કરી હતી ટકોર

કોરોના વાયરસના વધતા કેસની અસર ઉત્તરાખંડના કુંભમેળામાં દેખાઈ છે. હાઈકોર્ટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતને ટકોર કરતા કહ્યું કે, કુંભના મેળામાં કોરોનાની ગાઈડલાઈનનું અમલ કરાયું નથી. હવે કુંભમાં આવનારા તમામ લોકોએ RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાવો પડશે અને જેનો ટેસ્ટ નેગેટીવ આવશે તેને જ એન્ટ્રી આપવામાં આવશે. ટેસ્ટ 75 કલાક જૂનો હશે તો જ માન્ય રાખવામાં આવશે.

image source

હવે હરિદ્વાર મહાકુંભ મેળામાં જતા તીર્થયાત્રિઓ માટે કોરોનાનો ટેસ્ટ જરૂરી નથી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે આ જાહેરાત કરી છે. તિરથસિંહ રાવતે જણાવ્યું કે કુંભ મેળો 12 વર્ષમાં એકવાર આવે છે. અમે નથી ઈચ્છતા કે લોકો કુંભ મેળામાં જવાની તક ગુમાવે.. રાવતે જણાવ્યું કે કુંભ મેળામાં આવતા લાખો લોકોનો RT PCR ટેસ્ટ કરવો અશક્ય છે.. જેથી હવે કુંભ મેળામાં જવા માટે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ જરૂરી નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *