સુરતના 108 કર્મીનો ઓડિયો ક્લિપ વાયરલ, કહ્યું, મેં મારી હાથે 70-80 લાશ ગણેલી…

સુરતમાં કોરોના સંક્રમિતોના મોતના આંકડા છૂપાવતી એક ફેક ઓડિયો વાયરલ કરનાર બે વ્યક્તિઓની ધરપકડ

ભારતમાં કોરોનાની મહામારીએ માજા મુકી છે અને ગુજરાતમાં પણ સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. અમદાવાદ બાદ હાલ સુરત શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. આ દરમિયાન લોકો ગભરાઈ નહીં તેવા પ્રયાસો થવા જોઈએ તેની જગ્યાએ બે વ્યક્તિનિ ધરપકડ સુરતમાં તંત્ર દ્વારા મૃતકાંક ખોટા દર્શાવ્યાની ખોટી ઓડિયો વાયરલ કરવા બદલ થઈ છે.

image source

આપણે છેલ્લા કેટલાક દિવસોથી સાંભળી રહ્યા છે કે સુરતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે અને મૃત્યુ પણ વધી રહ્યા છે. પણ તાજેતરમાં એક એવો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સુરતમાં 70થી વધારે મૃતદેહો જોયાની વાત બે શખ્સ કરી રહ્યા હતા. આ ખોટી ઓડિયો વાયરલ કરવાના પગલે ક્રાઈમ બ્રાન્ચે બે વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તેમની ધપકડ પણ કરવામાં આવી છે. આ બે વ્યક્તિમાંથી એક વ્યક્તિ 108ની ઇમર્જન્સી સેવામાં કામ કરી રહ્યો હતો જેને થોડા વખત પહેલાં તેના ખરાબ વર્તનના કારણે છુટ્ટો કરવામાં આવ્યો છે. જ્યારે બીજા શખ્સની હજુ સુધી ઓળખ થઈ શકી નથી પણ બન્નેની ધરપકડ કરી લેવામાં આવી છે.

image source

આ બન્ને આરોપીઓ સૌરાષ્ટ્રના ભેસાણ ગામના રહેવાસી છે. તેમની વિરુદ્ધ લોકોમાં ખોટી માહિતી પહોંચાડીને લોકોમાં ભય ઉભો કરવાના ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે. હાલ એમ પણ સુરતમાં સંક્રમિતોની સંખ્યામાં અમદાવાદ કરતાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે તેવા સંજોગોમાં આવી ખોટી ઓડિયો વાયરલ કરવાથી લોકોમાં ખોટો ભય ઉત્પન્ન થઈ શકે છે. જો કે આ ઓડિયો દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેઓ તંત્રની પોલ ખોલી રહ્યા છે.

સુરતમાં દિવસેને દિવસે સંક્રમીતોની સંખ્યા વધી રહી છે

image source

છેલ્લા કેટલાક દિવસથી સુરતનો આંકડો અમદાવાદ કરતાં પણ વધારે આવી રહ્યો છે. ગઈકાલે સુરતમાં 291 સંક્રમીતોના નવા કેસ નોંધાયા હતા. જેમાંથી સુરત શહેરના 221 કેસ અને સુરત જિલ્લાના 70 કેસોનો સમાવેશ થાય છે. આમ સુરતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 8406 સુધી પોહંચી ગયો છે. ગઈકાલે સુરતમાં કૂલ 247 કોરોના સંક્રમિતો સ્વસ્થ થઈને પોતાના ઘરે પાછા ગયા છે. તેમની સાથે સાજા થઈને પાછા ગયેલા દર્દીઓની સંખ્યા 5315 સુધી પહોંચી ગઈ છે. જો કે ગઈ કાલે 5 કોરોના સંક્રમિતોના સુરતમાં દુઃખદ અવસાન થયા છે. જેમને ગણીને સુરતમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે કૂલ 225 લોકોના મૃત્યુ થયા છે.

image source

છેલ્લા 24 કલરાકમાં અમદાવાદમાં નવા 167 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરની હદમાં 154 કેસ અને અમદાવાદ જિલ્લામાં 13 કેસ નોંધાયા છે. આમ માત્ર અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 23426 સુધી પહોંચી ગયો છે. તો છેલ્લા 24 કલાકમાં 180 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા છે. આમ અમદાવાદમાં કુલ સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 18123 સુધી પહોંચી છે. જ્યારે ત્રણ કોરોના સંક્રમિતોના દુઃખદ મૃત્યુ નીપજ્યા હતા. આમ અમદાવાદનો મૃત્યુઆંક અત્યાર સુધીમાં 1527 સુધી પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં કોરોના સંક્રમિતોની કુલ એક્ટિવ સંખ્યા 3776 છે.

કોરોનાની તાજેતરની સ્થિતિ પર એક નજર મારી લઈએ

image source

સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમિતેની સંખ્યા 13.2 મિલિયન એટલે કે 1.35 કરોડ સુધી પહોંચી ગઈ છે. 73.3 લાખ લોકો સ્વસ્થ થયા છે. જ્યારે કોરોનાના કારણે સમગ્ર વિશ્વમાં 5.75 લાખ લોકોના મૃત્યુ થયા છે. ભારતનો આંકડો જોવા જઈએ તો ભારતમાં અત્યાર સુધીમાં 9.36 લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને 24309 લોકોના તેનાથી મૃત્યુ થયા છે, ગુજરાતમાં 42,808 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 2057 લોકોના મૃત્યુ થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત