Site icon News Gujarat

દેશમાં કોરોના મહામારીના આ લેટેસ્ટ આંકડા જાણીને ફાટી જશે આંખો, વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ મૃત્યુ થઇ રહ્યા છે ભારતમાં

કોરોનાનો હાહાકાર:છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 4.01 લાખ કેસ નોંધાયા!

દેશમાં કોરોનાની બીજી લહેર દિવસેને દિવસે ખતરનાક બની રહી છે. શુક્રવારે અહીં રેકોર્ડ 4 લાખ 1 હજાર 911 નવા કેસ નોંધાયા હતા. તે વિશ્વના કોઈપણ દેશમાં એક જ દિવસમાં મળેલા સંક્રમિત લોકોની આ સંખ્યા સૌથી વધુ છે. એટલું જ નહીં, આ આંકડો વિશ્વમાં નોંધાયેલા કુલ નવા કેસો (8.66 લાખ)ના 46% છે.

ભારત બાદ બ્રાઝિલમાં 73,076 અને અમેરિકામાં 58,700 સંક્રમિતોમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી. મૃત્યુના આંકડાઓની વાત કરીએ તો, વિશ્વમાં સૌથી વધુ મૃત્યુ ભારતમાં જ થઈ રહ્યા છે. ગઇકાલે અહીં કોરોનાને કારણે 3,521 લોકોનાં મોત થયાં હતાં. આ પણ એક રેકોર્ડ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ મોત થયાં, જ્યાં 828 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

image source

દેશમાં કોરોના મહામારીના આંકડા

image source

કોરોના અપડેટ્સ

• અમેરિકાએ 4 મેથી ભારતથી આવતા મુસાફરો પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકન વહીવટીતંત્રે આ નિર્ણય વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને લીધો છે.

• વાયુસેનાએ સિંગાપોરથી ચાર ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનરોને એકલિફ્ટ કર્યા છે. આવતીકાલે અન્ય ચાર કન્ટેનર લાવવામાં આવશે. આ સાથે શુક્રવારે એરફોર્સે નાગાલેન્ડના દિમાપુરમાં ઓક્સિજન પ્લાન્ટ માટે જરૂરી સાધનો મોકલો.

• શુક્રવારે દેશભરના 15 કરોડ 48 લાખ લોકોને વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજથી દેશમાં 18 થી 45 વર્ષની વય જૂથના લોકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવશે.

મુખ્ય શહેરોની પરિસ્થિતિ

image source

• 1. મહારાષ્ટ્ર

શુક્રવારે, 62,919 લોકો પોઝિટવ મળી આવ્યા હતા. 69,710 લોકો સાજા થયા અને 828 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 46 લાખ 02 હજાર લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 38.68 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 68 હજાર 813 લોકોનાં મોત નીપજ્યાં છે. 6 લાખ 62 હજાર 640 દર્દીઓની હાલ સારવાર કરવામાં આવી રહી છે.

• 2. ઉત્તરપ્રદેશ

અહીં શુક્રવારે 34,372 લોકોને સંક્રમણ લાગ્યું હતુ. 32,494 લોકો સાજા થયા અને 332 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 52 હજાર લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 9 લાખ 28 હજાર સાજા થયા છે, જ્યારે 12,570 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 3 લાખ 10 હજાર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

• 3. દિલ્હી

શુક્રવારે દેશની રાજધાની દિલ્હીમાં 27,047 લોકો કોરોના પોઝિટિવ મળ્યા. 25,288 લોકો સ્વસ્થ થયા અને 375 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 11 લાખ 49 હજાર લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 10 લાખ 33 હજાર લોકો સાજા થયા છે, જ્યારે 16,147 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 99,361ની સારવાર ચાલી રહી છે.

image source

• 4. છત્તીસગઢ

શુક્રવારે, 14,994 લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતુ. 13,677 લોકો સ્વસ્થ થયા અને 269 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 7 લાખ 28 હજાર લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 6 લાખ 01હજારો લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 8,581 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 1 લાખ 18 હજાર 958 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

image source

• 5. ગુજરાત

શુક્રવારે રાજ્યમાં 14,605 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 10,180 લોકો સાજા થયા અને 173 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધી 5 લાખ 67 હજાર 777 લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 4 લાખ 18 હજાર548 લોકો સાજા થયા છે, જ્યારે 7,183 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 1,42,046 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

image source

• 6. મધ્યપ્રદેશ

શુક્રવારે રાજ્યમાં 12,400 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 13,584 લોકો સ્વસ્થ થયા અને 97 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધી 5 લાખ 63 હજાર 327 લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 4 લાખ66 હજાર 915 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 5,616 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં 90,796 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version