રાજ્યની તમામ મહાનગરપાલિકાનો વધારાયો વિસ્તાર, જાણો કયા કયા વિસ્તાર હવે આવશે AMC અંતર્ગત

ગુજરાત રાજ્યમાં આવતી કાલે રાજ્યસભાની ચુંટણી થશે જ્યારે વર્ષના અંતે વિવિધ મહાનગર પાલિકાઓની ચૂંટણી થનાર છે. આ ચુંટણી પહેલા આજે એક મહત્વની ઘોષણા શહેરી વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવી છે.

image source

ચુંટણી પૂર્વે રાજ્યની તમામ મહાનગર પાલિકામાં નવું સીમાંકન કરી હદ વધારવામાં આવી છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ અને ગાંધીનગર મનપાની હદ વિસ્તારમાં વધારો કરતું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.

આ પ્રક્રિયાના ભાગરુપે રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા અમદાવાદ મહાનગર પાલિકામાં 1 નગરપાલિકા અને 7 ગ્રામ પંચાયત તેમજ ગાંધીનગર મહાનગર પાલિકામાં 1 નગરપાલિકા અને 18 ગ્રામ પંચાયત તેમજ, વડોદરા મહાનગર પાલિકામાં 7 ગ્રામ પંચાયત, સુરત મહાનગર પાલિકાનમાં 2 નગરપાલિકા અને 27 ગ્રામ પંચાયત અને ભાવનગર મહાનગરપાલિકામાં 1 ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

image source

રાજ્યની કઈ કઈ મહાનગર પાલિકાનો થયો વિસ્તાર

અમદાવાદમાં કયા વિસ્તારો થયા સમાવિષ્ટ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો અહીં બોપલ-ઘુમા, ચીલોડા-નરોડા, કઠવાડા, ખોરજ, ખોડિયાર, સનાથલ, વિસલપુર, અસલાલી, ગેરતપુર, બિલસિયા, રણાસણનો એએમસીની હદમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

image source

વડોદરામાં કયા કયા વિસ્તારનો થયો સમાવેશ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વડોદરા ગ્રામ્યના 7 ગામનો સમાવેશ કરાયો છે જેમાં ભાયલી, સેવાસી, વેમાલી, બિલ, કરોડિયા, ઉંડેરા અને વડદલાનો સમાવેશ થાય છે.

ગાંધીનગર મનપામાં સમાવેલા ગામો

image source

ગાંધીનગરમાં પેથાપુર, કુડાસણ, રાયસણ, રાંદેસણ, સરગાસણ, કોબા, વાસણા હડમાટિયા, વાવોલ, કોલવડા, પોર, અંબાપુર, અમિયાપુર, ભાટ, સુઘડ, ઝુંડાલ ખોરજ, કોટેશ્વર, નભોઈ, રાંધેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુડામાં આવતા તારાપુર, ઉવારસદ, ધોળાકુવા, ઈન્દ્રોડા, લવારપુર,શાહપુર, બસાણ ગામના કેટલાક વિસ્તારોને સમાવવામાં આવ્યા છે.

રાજકોટ મહાનગર પાલિકા

image source

રાજકોટ મહાનગરપાલિકાની હદમાં 4 ગામોનો સમાવેશ થયો છે. આ ચાર ગામોમાં મોટા મૌવા, મુંજકા, ઘંટેશ્વર અને માધાપરનો સમાવેશ થાય છે.

ભાવનગર મહાપાલિકાના નવા વિસ્તાર

ભાવનગર મહાનગર પાલિકામાં અધેવાડા ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

image source

મહત્વપૂર્ણ છે કે કોરોના કાળ વચ્ચે પણ રાજ્યની તમામ મહાનગર પાલિકાઓએ વર્ષના અંતે યોજાનાર ચુંટણીની તડામાર તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. આ સાથે જ આજે શહેરી વિકાસ વિભાગે સત્તાવાર રીતે નવા સીમાંકનની જાહેરાત પણ કરી દીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત