માત્ર 22 વર્ષની ઉંમરમાં બની ગયા 20 હજાર કરોડના માલિક, રોયલ લાઇફની આ તસવીરો વારંવાર તમે જોયા જ કરશો

ફક્ત ૨૦ વર્ષની નાની ઉમરમાં જ બની જાય છે ૨૦ હજાર કરોડની સંપત્તિના માલિક જીવી રહ્યા છે આવી શાનદાર જિંદગી.

ભારત દેશમાં અત્યારના સમયમાં ભલે રાજાશાહી પૂરી રીતે સમાપ્ત થઈ ગઈ હોય તેમ છતાં પણ હજી પણ રાજા- મહારાજાના વંશજો આજના સમયમાં પણ અસ્તિત્વ ધરાવે છે તેમજ રાજા હોવાના લીધે તેમની પાસે અત્યારના સમયમાં કરોડો- અબજોની સંપત્તિ ધરાવી રહ્યા હોય તે સમજી શકાય તેવી બાબત છે.

image source

એમાંથી જ એક રાજા છે પદ્મનાભ સિંહ. રાજા પદ્મનાભ સિંહ પોતાની લાઈફ સ્ટાઈલ અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે પ્રસિદ્ધ છે. રાજા પદ્મનાભ સિહ આજના સમયમાં પણ જયપુરની પ્રજા દ્વારા પસંદ કરવામાં આવી રહ્યા છે તેમજ પદ્મનાભ સિંહ દાનપુણ્યના કાર્યો પણ કરી રહ્યા છે.

image source

પદ્મનાભ સિંહ જયપુર શહેરના રાજવંશ સાથે સંબંધ ધરાવે છે પદ્મનાભ સિંહ જયપુર રીયાસતના મહારાજ છે. પદ્મનાભ સિંહ જયપુર શહેરના શાહી પરિવારના ૩૦૩મા વંશજ છે. પદ્મનાભ સિંહ ફક્ત ૨૨ વર્ષની ઉમર ધરાવે છે, તેમ છતાં આજે પદ્મનાભ સિંહ ૨૦ હજાર કરોડની સંપત્તિની માલિકી ધરાવે છે. આપ જાણીને આશ્ચર્ય પામી જશો કે, પદ્મનાભ સિંહના પરિવારના સભ્યો પોતાને ભગવાન રામના વંશજ માની રહ્યા છે.

image source

મહારાજા પદ્મનાભ સિંહ ઘણી બધી વિશેષતાઓ ધરાવે છે. મહારાજા પદ્મનાભ સિંહ મોડલ હોવાની સાથે સાથે પોલોના ખેલાડી છે અને તેઓ એક ટ્રાવેલર પણ છે. મહારાજા પદ્મનાભ સિંહ ફરવા પાછળ અઢળક પૈસા ખર્ચ કરી દેતા અચકાતા નથી. પદ્મનાભ સિંહ અત્યાર સુધીમાં વિશ્વના ઘણા બધા દેશોની મુલાકાત લઈ લીધી છે.

image source

મહારાજા પદ્મનાભ સિંહ પોતાની રોયલ લાઈફ સ્ટાઈલ માટે પ્રસિદ્ધ છે. જયપુર શહેરમાં આવેલ રામ નિવાસ પેલેસમાં પદ્મનાભ સિંહનો પોતાનો પ્રાઈવેટ એપાર્ટમેન્ટ ધરાવે છે. આ એપાર્ટમેન્ટમાં પદ્મનાભ સિંહ માટે ડ્રેસિંગ રૂમ, પ્રાઈવેટ ડાઈનીંગ રૂમ, પ્રાઈવેટ કિચન અને વિશાળ ટેરેસ અને સ્વિમિંગ પુલ સામેલ છે.

image source

મહારાજ પદ્મનાભ સિંહ વર્ષ ૨૦૧૧માં પોતાના દાદા સવાઈ માન સિંહ બહાદુરના મૃત્યુ બાદ રાજા બન્યા હતા, સવાઈ માન સિંહ બહાદુરને જયપુરના છેલ્લા મહારાજ પણ કહેવામાં આવતા હતા. પદ્મનાભ સિંહનો શાહી પરિવાર હાલમાં જયપુર સીટી પેલેસમાં રહે છે, જયપુર સીટી પેલેસનું બાંધકામ વર્ષ ૧૭૨૭માં કરવામાં આવ્યું હતું.

image source

એવું કહેવાય છે કે, જયપુર શહેરના પૂર્વ મહારાજ ભવાન સિંહ ભગવાન રામના દીકરા કુશના ૩૦૯મા વંશજ હતા. જો કે, આ વાતનો ખુલાસો પદ્મિની દેવી દ્વારા એક ઈન્ટરવ્યું દરમિયાન કરવામાં આવ્યો હતો.

એટલું જ નહી, દીયાકુમારી દ્વારા એક એવું પેમ્ફલેટ બતાવવામાં આવ્યું હતું કે, જેમાં ભગવાન રામના વંશમાં થયેલ તમામ પૂર્વજોના નામ ક્રમબદ્ધ રીતે લખવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!