Site icon News Gujarat

ભારતના આ શાસકે પોતાના રાજમાં બધાવ્યા હતા આટલા બધા કિલ્લાઓ, જે જાણીને તમને પણ લાગશે નવાઇ

આપનો ભારત દેશ પ્રાચીન દેશ છે અને આ દેશમાં અનેક પ્રાચીન કિલ્લાઓ આજેપણ અડીખમ ઉભા છે. જે જે તે સમયના શાસકોએ બંધાવ્યા હતા. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને એક એવા શાસક વિષે વાત કરવાના છીએ જેણે એક બે નહિ પણ 32 કિલ્લાઓ બંધાવ્યા હતા. તો ચાલો તેના વિષે વિસ્તારથી વાત કરીએ.

image source

આશાસક હતા રાણા કુંભા. રાણા કુંભા મહારાણા કુંભકર્ણ તથા કુંભકર્ણ તરીકે પણ ઓળખાતા હતા. વર્ષ 1433 થી 1468 સુધી તેઓ મેવાડના રાજા રહ્યા. યુદ્ધ સિવાય રાણા કુંભાને અનેક કિલ્લાઓ અને મંદિરો બંધાવનાર તરીકે પણ યાદ કરવામાં આવે છે. તેનો સ્થાપત્ય યુગ સવર્ણકાળ તરીકે પણ ઓળખાય છે. ચિતોડમાં આવેલા વિશ્વવિખ્યાત કીર્તિ સ્તંભની સ્થાપના પણ આ રાણા કુંભાએ જ કરાવી હતી.

તમને જાણીને નવાઈ લાગશે કે મેવાડમાં નિર્માણ કરાયેલા 84 કિલ્લાઓ પૈકી 32 કિલ્લાઓ એકલા રાણા કુંભાએ બનાવડાવ્યા હતા. 35 વર્ષના નાના જીવનકાળમાં તેઓએ ચિતોડગઢ, કુંભલગઢ, અચલગઢ, મચાન કિલ્લો, ભૌસઠ કિલ્લો અને બસંતગઢ કિલ્લો તેમના દ્વારા નિર્માણ કરાયેલા 32 કિલ્લાઓ પૈકી જ છે. રાણા કુંભાને ચિતોડના કિલ્લાના આધુનિક નિર્માતા પણ કહેવામાં આવે છે કારણ કે હાલમાં દેખાતા આ કિલ્લાનો ઘણો ખરો ભાગ તેઓએ જ નિર્માણ કરાવ્યો હતો.

image source

એ ઉપરાંત દુનિયાની બીજી સૌથી લાંબી દીવાલ જે કિલ્લાની બહાર છે તે કિલ્લાનું નિર્માણ પણ રાણા કુંભાએ જ કરાવ્યું હતું. આ કિલ્લો કુંભલગઢનો કિલ્લો કહેવાય છે અને કિલ્લાની બહારની લાંબી દીવાલને કુંભલગઢની દીવાલ કહેવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે આ કિલ્લાના નિર્માણ કાર્યમાં લગભગ 15 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. તમને એ જાણીને ચોક્કસ નવાઈ લાગશે કે આ કિલ્લો એટલો વિશાળ છે કે તેની અંદર 360 જેટલા પ્રાચીન મંદિરો આવેલા છે જે પૈકી 300 જેટલા પ્રાચીન જૈન મંદિરો છે.

image source

રાણા કુંભા એક બહાદુર શાસક તરીકે પણ ઓળખાય છે. તેનો અંદાજો એ વાત પરથી જ લગાવી શકાય કે તેઓ આમેર અને હાડૌતી જેવા તાકાતવર શાહી પરિવારો પાસેથી પણ ટેક્સ વસુલતા હતા. જો કે રાણા કુંભા એક ઉદારવાદી શાસક પણ હતા. કહેવાય છે કે તેઓ જયારે પોતાના શાસન વાળા પ્રદેશમાં લોકોને તરસથી મુશ્કેલી અનુભવતા જોતા તો તરત જ ત્યાં તળાવો ખોદાવી દેતા. રાણા કુંભાએ પોતાના શાસન કાળમાં અનેક તળાવો પણ બંધાવ્યા હતા.

image source

વળી રાણા કુંભનો ઇતિહાસ માત્ર યુધ્ધો કરવા અને તેમાં વિજય મેળવવા પૂરતો જ નથી પરંતુ તેમની રચનાત્મકતા પણ નોંધનીય હતી. ” સંગીત રાજ ” તેઓની જ એક પ્રખ્યાત રચના હતી જેને સાહિત્યનો કીર્તિ સ્તંભ પણ માનવામાં આવે છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version