મહારાષ્ટ્રના મંત્રીએ નાયક ફિલ્મ જેવો રચ્યો પેંતરો, ખેડૂતના વેશમાં પહોંચ્યા દુકાને અને પાડી રેડ, પછી…

મહારાષ્ટ્રના મંત્રીએ નાયક ફિલ્મ જેવો રચ્યો પેંતરો – ખેડૂત બનીને પાડી રેડ

આપણા બધાજ લોકોમાં રાજકારણીઓની છવી હંમેશથી ભ્રષ્ટાચારીઓની જ રહી છે. અને માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં રાજકારણીઓની છવી લોકો સમક્ષ સારી નથી હોતી. તેમને હંમેશા ભાષણો આપતા કે પછી પોતાની ઓફિસમાં બેસીને ઓર્ડર્સ આપતા જ આપણે કલ્પ્યા હોય છે. પણ મહારાષ્ટ્રના આ મંત્રી પોતાની ઓફિસમાંથી બહાર નીકળીને પોતાની ફરજ બજાવતા જોવા મળ્યા છે.

image source

મહારાષ્ટ્રના આ મંત્રીએ કોઈ લાલ બત્તીવાળી ગાડીમાં નહીં પણ મોટરસાઇકલ પર સવાર થઈને એક સ્ટિંગ ઓપરેશન કર્યું છે અને તેમના આ કૃત્યુથી મહારાષ્ટ્રના લોકોને ચોક્કસ ગર્વ થયો હશે.

વર્ષો પહેલાં ભારત પર રાજાઓનું શાસન રહ્યું છે. તે વખતે રાજા પોતાના રાજ્યમાં શું ચાલી રહ્યું છે તે પોતાની નજરે જોવા વેશ પલટો કરીને પ્રજામાં ફરતા અને ખરી હકીકત જાણતા પણ છેવટે અંગ્રેજોના આવતા રાજા તેમના શાસન નીચે દાબાવવા લાગ્યા. અને ત્યાર બાદ ચાલાક અંગર્જોએ ઘણા વર્ષો સુધી ભારત પર શાસન કર્યું અને છેવટે દેશને મહાપ્રયાસ બાદ આઝાદી મળી અને સ્વતંત્ર ભારતની કમાન નેતાઓના હાથમાં આપવામાં આવી.

image source

લોકોએ આંખો બંધ કરીને નેતાઓને પોતાનો દેશ ચલાવવાની જવાબદારી સોંપી પણ ઘણી હદે તેમાં નિષ્ફળતા મળી છે તે આપણે જોઈ શકીએ છીએ. અને માટે જ નેતાઓ કંઈ સારુ કામ કરે તેવી અપેક્ષા લોકો ઓછી જ રાખતા હોય છે. આમ તો તેઓ કંઈ સારુ કામ કરે તે તેમની જવાબદારીમાં જ આવે છે તેમ છતાં આવું ભાગ્યે જ જોવા મળતું હોવાથી આશ્ચર્ય પણ થતું હોય છે.

image source

પણ આપણા બધાના આશ્ચર્ય વચ્ચે મહારાષ્ટ્રમાં આવો જ એક કિસ્સો બન્યો છે. અહીંના એક મંત્રીએ ખેડૂતનો વેશ ધારણ કરીને એક સ્ટીંગ ઓપરેશન કર્યું છે. મહારાષ્ટ્રના કૃષિમંત્રી દાદાજી ભૂસેએ આ કામ કર્યું છે. દાદાજી ભૂસે પાસે કેટલાક ખેડૂતો પાસેથી ફરિયાદ આવી હતી કે મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં કેટલાક વેપારીઓ યુરિયાના વેચાણમાં ભ્રષ્ટાચાર કરીને સ્થાનીક ખેડૂતોને પજવી રહ્યા હતા.આ ફરિયાદ નજરમાં આવતા જ તેમણે ખેડૂતનો વેશ ધારણ કર્યો અને મોટરસાઇકલ પર સવાર થઈને તે વેપારીઓ પાસે પોહંચી ગયા. તેઓ એક ખેડૂત તરીકે યુરિયાના વેપારી પાસે ગયા અને તેની પાસે યુરિયા ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી.

image source

મંત્રીને અન્ય ખેડૂતો જેવો જ અનુભવ થયો. તેમને કેટલીએ વાર સુધી વેપારીએ બેસાડી રાખ્યા અને ત્યાર બાદ તેમને યુરિયાનું વેચાણ ન કર્યું. છેવટે મંત્રીજીએ પોતાના વેશ પરથી પરદો હટાવવો પડ્યો જ્યારે વેપારીઓને ખબર પડી કે તેઓ ખેડૂત મંત્રી છે ત્યારે તેઓના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. અને આ અનુભવ બાદ દાદાજી ભૂસેએ પોતાના સચીવને તરત જ ફોન કર્યો. તેમણે સચીવ પાસે ફોન રેકોર્ડ કરાવ્યો. અને જણાવ્યું કે તેઓ હાલ ઓરંગાબાદના નવભારત ફર્ટિલાઇઝરમાં છે.

image source

તેમણે ફોન પર જણાવ્યું કે અહીં તેમની પાસે કેશવ મોટે અને આનંદ ગંજેવાલ ADO છે અને તેઓ પોતે કૃષિમંત્રી દાદાજી ભુસે છે. તેમની પાસે તેઓ એક કલાકથી યુરિયા ખરીદવા પ્રયાસ કરી રહ્યા છે, તેમ છતાં તેમને યુરિયા આપવામાં નથી આવ્યું. તેમણે અરધા કલાક સુધી આજીજી કરી તેમ છતાં તેમને વેચાણ કવરામાં ન આવ્યું.

મંત્રીજીએ દુકાનમાં તો રેડ પાડી જ પણ સાથે સાથે ગોડાઉનમાં પણ રેડ પાડી. અહીં તેમને યુરિયા ખાતરનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો. ભરપુર જથ્થો હોવા છતાં ખેડૂતોને યુરિયા ન આપતા તેમણે અધિકારીઓ પર ગુસ્સો વ્યક્ત કર્યો અને મંત્રીઓને તરત જ પગલા લેવા જણાવ્યું.

કોણ છે દાદાજી ભુસે

image source

દાદાજી ભુસે ઉદ્ધવ સરકારના મંત્રી છે. તેઓ છેલ્લી ચાર ટર્મથી ચૂંટણીમાં જીતતા આવ્યા છે. આ પ્રસંગ પરથી તેઓ સાબિત કરી રહ્યા છે કે શા માટે સતત ચાર ટર્મથી લોકો દ્વારા તેમને ચૂંટવામાં આવ્યા છે. ઘણા ઓછા મંત્રીઓ એવા છે કે જેઓ પોતાની પ્રજા માટે આટલી હદ સુધી પ્રયાસ કરે છે. જો કે તેઓનું કામ જ પ્રજાની સેવાનું છે તેમ છતાં મુખ્ય ઉદ્દેશ ક્યાંય ભૂલાઈ જાય છે અને નેતાગીરી બસ વોટ માંગવા સુધી જ મર્યાદીત રહી જાય છે. દાદાજી ભુસે પાસેથી આજના મંત્રીઓએ ચોક્કસ કંઈક શીખવા જેવું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત