કોરોનાનો ભયંકર ડર: આ શહેરમાં 14મી માર્ચ સુધી શાળા-કોલેજ બંધ, જાણો વધુમાં

મહારાષ્ટ્રમાં વધતા જતા કોરોના વાયરલના સંકટને ધ્યાનમાં રાખીને પૂણે વહીવટીતંત્રે એક મોટો નિર્ણય લીધો છે. હવે આગામી 14 માર્ચ સુધી પુણે શહેરમાં શાળા, કોલેજો અને કોચિંગ ક્લાસ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ સદંતર બંધ રહેશે. આ નિયમ આગામી 14 માર્ચ સુધી અમલમાં રહેશે. આ ઉપરાંત રાત્રે 11 કલાકથી લઈ સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ અમલમાં રહેશે.

IMAGE SOURCE

કોરોનાના કેસ વધતાં તંત્રમાં ચિંતા અને દોડધામ વધી છે જેના કારણે ફરી એકવાર તંત્ર દ્વારા કર્ફ્યુમાં પણ કડકાઈ વધારી દેવામાં આવી છે. આ પહેલા નાઇટ કર્ફ્યુનો આ નિર્ણય 28 ફેબ્રુઆરી સુધી અમલમાં હતો. પરંતુ તેમાં વધારો હવે કરી દેવામાં આવ્યો છે. પુણેના મેયરે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

image source

પૂણેમાં કોરોનાના વધતા જતા સંકટને ધ્યાનમાં રાખીને પૂનાના ગાર્ડિયન મંત્રી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં આ સ્થિતિને કાબૂમાં લેવા અંગે વિસ્તૃત ચર્ચા કર્યા પછી પુણેમાં નાઇટ કર્ફ્યુ સહિતના નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. આ નિર્ણય આગામી આદેશ જાહેર ન થાય ત્યાં સુધી અમલમાં મુકવામાં આવ્યા છે.

image source

પૂણે સિવાય મહારાષ્ટ્રના અન્ય એક શહેરમાં પણ વિદ્યાર્થીઓનો અભ્યાસ ફરીથી બંધ કરવામાં આવ્યો છે. ઓરંગાબાદમાં વધતાં જતા કેસને ધ્યાનમાં લઈ અને ધોરણ 5થી 9ના વિદ્યાર્થીઓના ક્લાસીસ બંધ કરાવવામાં આવ્યા છે. આ પ્રતિબંધ પણ 15 માર્ચ સુધી જાહેર કરાયો છે. આ સિવાય ધોરણ 11ના વિદ્યાર્થીઓના ક્લાસિસ પણ બંધ કરવામાં આવ્યા છે.

image source

ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે જે અટકવાનું નામ નથી લઈ રહ્યો. સતત વધતાં કેસના કારણે તંત્રની ચિંતા પણ વધી છે અને કેટલાક શહેરોમાં તો વીકેન્ડ કર્ફ્યુ, આંશિક લોકડાઉન અને નાઈટ કર્ફ્યુ પણ લગાવવામાં આવ્યો છે. અહીં સાર્વજનિક સભાઓ પર પણ પ્રતિબંધ મુકાયો છે. પરંતુ તેમ છતાં કોરોના છે કે કાબૂમાં આવવાનું નામ નથી લઈ રહ્યો. શનિવારે પણ અહીં કોરોનાના નવા કેસ છેલ્લા 2 દિવસની સરખામણીએ વધારે નોંધાયા હતા. અહીં શનિવારે 8 હજારથી વધુ કેસ નોંધાયા હતા. મૃત્યુની સંખ્યામાં પણ શુક્રવાર કરતાં શનિવારે વધારો નોંધાયો હતો. અહીં શુક્રવારે કોરોનાથી 48 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે શનિવારે 51 લોકોના મોત નીપજ્યા હતા.

image source

જો કો કોરોનાના વધતાં કેસ સામે રાહતની વાત એ છે કે રસીકરણનો બીજો તબક્કો હવે આવતી કાલથી શરુ થશે જેમાં સરકારી અને ખાનગી બંને હોસ્પિટલમાં રસી આપવાની મંજૂરી સરકારે આપી દીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!