Site icon News Gujarat

મહારાષ્ટ્રના આ મંત્રી કેમ ફસાયા.? શું કર્યુ હતુ નિવેદન..? કોને ચઢાવી મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓ સામે બાંયો..?

માનહાનિ એટલે કે બદનક્ષીનો કાયદો એવો છે કે જેમાં જો કોર્ટ હુકમ કરે તો આરોપીએ એટલી રકમ જે તે અરજદારને ચૂકવવી પડે છે.. અને બદનક્ષીના દાવામાં લાખોથી લઇને કરોડો રૂપિયા સુધીના કેસ થાય છે.. આવો જ એક કેસ મહારાષ્ટ્રના તે મંત્રી પર થયો છે જે થોડા દિવસોથી બેફામ નિવેદનો કરે છે.. અને તેના કારણે જ હવે તેમને કોર્ટના ધક્કાં ખાવાનો વારો આવ્યો છે.

મુંબઈ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ચોક્કસ જામીન મળી ગયા છે, પરંતુ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકના નિવેદનના કારણે આ મામલો હેડલાઇન્સ બની રહ્યો છે. હવે ભારતીય જનતા યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ મોહિત કંબોજે નવાબ મલિક સામે 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. મલિક ભાજપ નેતા મોહિત કંબોજ અને તેના પરિવાર સામે સતત ગંભીર આરોપો લગાવી રહ્યા હતા

નવાબ મલિક સામે 100 કરોડનો માનહાનિનો કેસ

image soucre

છેલ્લા ઘણા દિવસોથી નવાબ મલિક ભાજપ નેતા મોહિત કંબોજ અને તેમના પરિવાર પર સતત ગંભીર આરોપો લગાવી રહ્યા હતા. મુંબઈ ડ્રગ્સ કેસમાં પણ તેના પરિવારનું કનેક્શન સતત રાખવામાં આવ્યું હતું. જેના કારણે 9 ઓક્ટોબરે મોહિતે મલિકને નોટિસ મોકલી હતી. તે નોટિસમાં એ વાત પર ભાર મુકવામાં આવ્યો હતો કે પુરાવા વગર બદનક્ષીભર્યું નિવેદન કરવું ખોટું છે. પરંતુ એ નોટિસ છતાં નવાબ મલિકે પોતાનું નિદેવન કરતાં હુમલો ચાલુ રાખ્યો અને 11 ઓક્ટોબરે તેના પરિવારને ફરીથી નિશાન બનાવવામાં આવ્યો હતો.

નવાબ મલિકના પાયાવિહોણા આરોપો

હવે ભાજપના નેતાએ મલિક સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. મુંબઈ પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી છે અને હાઈકોર્ટમાં જઈને 100 કરોડનો નવાબ મલિક પર માનહાનિનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં મોહિતે પોતે એવું કહ્યું હતું કે તે ભાજપના સભ્ય છે અને તેમનો એક બિઝનેસ પણ છે. પરંતુ નવાબ મલિકના પાયાવિહોણા આરોપોએ તેમની છબી ખરડવાનું કામ કર્યું છે.

મલિકે એવું શું કહ્યું હતું?

image soucre

આ કારણોસર મોહિતે નવાબ મલિકને તેમની વિરુદ્ધ કોઈપણ પુરાવા વિના આવા નિવેદનો કરવાથી રોકવાનો આદેશ જારી કરવા કોર્ટને અપીલ કરી છે. જે નિવેદન પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે તે પણ તેઓ જણાવે છે. હકીકતમાં, જ્યારે NCBએ ક્રૂઝ પર દરોડા પાડીને ઘણા લોકોની ધરપકડ કરી હતી, ત્યારે નવાબ મલિકે કહ્યું હતું કે આઠને બદલે 11 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પરંતુ ત્યારબાદ ભાજપના નેતાનો ફોન આવ્યો અને ત્રણ લોકોને છોડી મૂકવામાં આવ્યા હતા. મલિકે ત્યાં સુધી દાવો પણ કર્યો હતો કે છોડી મૂકવામાં આવેલા લોકોમાં મોહિતના સાળા પણ હતા. આ કારણે ભાજપ નેતા નવાબ મલિક સામે લીગલ કાર્યવાહી કરવામાં આવી છે.

26 ઓક્ટોબરના રોજ, કંબોજે મઝગાંવ ખાતે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ફોજદારી ફરિયાદ દાખલ કરી, જેમાં ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ 499 અને 500 (બદનક્ષી) હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓની નોંધ લેવા માટે ક્રિમિનલ પ્રોસિજર, 1973ની કલમ 190 હેઠળ આદેશ જારી કરવાની માંગ કરવામાં આવી હતી.

image soucre

તેણે આ દાવા સાથે બોમ્બે હાઈકોર્ટનો દરવાજો પણ ખખડાવ્યો હતો, જેના દ્વારા તેણે આદેશની માંગણી કરી હતી, જેમાં જણાવ્યું હતું કે મલિકે એવા કૃત્યો કર્યા છે જેનાથી કંબોજના નામ અને પ્રતિષ્ઠા સામે હાનિકારક છે. પિટિશનમાં મલિકને આવા કૃત્યો કરવાથી રોકવા માટે કાયમી મનાઈ હુકમની માંગ કરવામાં આવી છે અને નાણાંકીય વળતર/નુકસાન માટે હુકમનામું પણ માંગવામાં આવ્યું છે. જણાવીએ કે અત્યાર સુધીમાં માનહાનિ કેસ બાબતે નવાબ મલિકે પોતાની પ્રતિક્રિયા જણાવી ન હતી.

Exit mobile version