કોરોનાનો આંકડો ચિંતાજનક…આ રાજ્યમાં કોરોનાથી થયેલા મોતનો આંકડો જાણીને ફાટી જશે આંખો, જાણો આખરે કેમ ધડાધડ વધી રહ્યા છે કેસો

મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસ 67 હજારને પાર, આ છેલ્લા 15 દિવસમાં બે ગણા થયા; કેરળને પણ પાછળ ધકેલ્યું

24 કલાકમાં 16 હજારથી વધુ નવા દર્દીઓ મળ્યા

શુક્રવારે દેશમાં 16 હજાર 19 લોકોને કોરોના પોઝિટિવ મળ્યા હતા. 12 હજાર 361 લોકો સાજા થયા અને 109 લોકોનાં મૃત્યુ થયાં હતાં. અત્યારસુધીમાં 1 કરોડ 10 લાખ 79 હજારથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. એમાંથી 1 કરોડ 7 લાખ 61 હજારથી વધુ લોકો સાજા થઇ ચૂક્યા છે. જ્યારે 1 લાખ 56 હજાર 970 દર્દી મૃત્યુ પામ્યા છે. 1 લાખ 56 હજાર 413 દર્દીઓની હાલ સારવાર કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં સતત કોરોનાના કેસની સંખ્યા ચિંતામાં વધારો કરી રહ્યા છે.

image source

મહારાષ્ટ્રમાં શુક્રવારે 15, 817 મામલા દાખલ કરવામાં આવ્યા છે

મહારાષ્ટ્રમાં શુક્રવારે 15, 817 મામલા દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આ ગત 6 મહિનામાં એક દિવસમાં આવનારા સૌથી વધારે મામલા છે. હાલની સ્થિતિ જોતા અનેક શહેરોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં ગત વર્ષ ઓક્ટોમ્બરમાં 15 હજાર મામલા સામે આવ્યા હતા. ગત મહિને એકવાર ફરી આમાં તેજી જોવા મળી છે.

image source

બુધવારે 13, 659 પોઝિટિવ મામલા દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ગુરુવારે 14, 317 નોંધાયા હતા. રાજ્યમાં કુલ મામલાની સંખ્યા 22.82 લાખ થઈ ગઈ છે. જ્યારે મરનારાની સંખ્યા 52, 732 પહોંચી ગઈ છે. જેમાં 56 લોકોએ શુક્રવારે જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રના અનેક શહેરોની સ્થિત જોતા તે એક વાર ફરી લોકડાઉન કરવા પર મજબૂર છે.

અનેક શહેરમાં લાગ્યું લોકડાઉન

image source

નાગપુરમાં 15થી 21 માર્ચ સુધી 7 દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જ્યારે પૂણેમાં નાઈટ કર્ફ્યૂ લગાવાયું છે. ઔરંગાબાદમાં વિકેન્ડ પર લગભગ ટોટલ લોકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. ગત મહિને અમરાવતીમાં લોકડાઉન લાગ્યું હતુ. જલગાંવમાં 11થી 15 માર્ચ સુધી જનતા કર્ફ્યૂ લગાયા છે.

image source

આ ઉપરાંત મુંબઈ, નાગપુર, પિંપરી ચિંચવાડ, નાસિક, ઔરંગાબાદ, થાણે, નવી મુંબઈ, કલ્યાણ, ડોંબિવલી, અકોલા, યવતમાલ, વાશિમ અને બુલધાનામાં મૂવમેન્ટ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. ગૃહ મંત્રાલયે કોરોનાની જૂની ગાઇડલાઇન્સને જ 31 માર્ચ સુધી જ અમલી બનાવવાનો નિર્ણય લીધો છે, જે દ્વારા કન્ટેન્મેન્ટ ઝોનમાં નજર રાખવામાં આવશે. લોકો ભીડમાં એકઠા નહીં થઈ શકે.

કોરોના સંક્રમિતના સંપર્કમાં આવતા લોકોને ક્વોરન્ટીનમાં રહેવું પડશે. આ સાથે અનેક પોઈન્ટ પણ સામેલ છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને વેક્સિનેશન વધારવા માટે પણ જણાવ્યું છે.

image source

કેમ વધ્યા કેસ?

કેન્દ્રનું કહેવું છે કે લોકોના મનમાંથી બિમારીને લઈને ડર અને ગંભીરતા પહેલાની સરખામણીએ ઓછી થઈ ગઈ છે અને મહામારીથી તે પરેશાન થઈ ગયા છે. અત્યાર સુધી મુખ્ય કારણ સમજી શકાયું નથી પરંતુ શક્ય છે કે સુપર સ્પ્રેડર અથવા ડિટેક્ટ ન થવાના કારણે કેસમાં વધારો થયો હોય.

image source

આ ઉપરાંત ગ્રામ પંચાયતોની ચૂંટણીના કારણે વધારે કેસ નથી મળ્યા. લગ્ન જેવા સમારોહ પણ ચાલી રહ્યા છે અને સ્કૂલ ખુલવા લાગ્યા છે. કેન્દ્રએ રાજ્યને કડકાઈથી નિયમોનું પાલન કરવા માટે કહ્યું છે. અને સર્વેલન્સ-ટેસ્ટિંગ પર નજર રાખવા કહ્યું છે. ત્યારે લોકડાઉનનું એલાન થવાની સાથે લોકો બજારોમાં સમાન લાવવાના સ્થળો પર સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરી રહ્યા છે.

સૌથી વધારે કેસ પુનેમાં

image source

પોઝિટિવ મામલાની વાત કરીએ તો સૌથી વધારે 1845 નવા મામવા પૂનામાં નોંધાયા છે. આ બાદ 1729 નાગપુર અને 1647 મુંબઈમાં. મુંબઈમાં કુલ મામલા 3.4 લાખને પાર થઈ ચૂક્યા છે. મરનારાની સંખ્યા 11, 523 પહોંચી ગઈ છે. નાસિકમાં કુલ મામલા 3.12 લાખ અને મરનારની સંખ્યા 5357 પહોંચી ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!