મહેસાણામાં જે થયું એ આખા દેશમાં વખણાશે, માતાનીવ હૂંફ એવી રંગ લાવી કે દોઢ વર્ષના બાળકે માત્ર 4 દિવસમાં કોરોનાને હરાવ્યો

હાલમાં કોરોનાનો કાળ ચાલી રહ્યો છે. ત્યારે કોરોના વેક્સિનથી પણ વધારે જરૂરી છે કે લોકો હિંમત્ત ન હારે અને તેને કોઈ હૂંફ આપનાર સતત મળી રહે. ત્યારે હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે જે જોઈને તમારે પણ માનવું પડશે કે મા એ મા બાકી બધા વન વગડાના વા. તો આવો આ કિસ્સા વિશે વાત કરીએ. મહેસાણાના દોઢ વર્ષના ઋષ્વએ માત્ર ચાર દિવસમાં કોરોનાને હરાવી દીધો અને લોકો સામે એક જોરદાર ઉદાહરણ પુરુ પાડી દીધું છે.

image source

જો વિગતે વાત કરીએ તો શંકુઝ હોસ્પિટલમાં દાખલ કરાયેલા ઋષ્વને 2500થી વધુ ડી ડાયમર હતું. એટલે કે શહીરમાં લોહી ગંઠાવવાનું પ્રમાણ ખૂબ ઊંચું હતું. લોહીના ગઠ્ઠા જામવાની શરૂઆત થઇ ચૂકી હતી, પરંતુ સમયસર અને સઘન સારવાર તેમજ સારવાર દરમિયાન સતત સાથે રહેલી કોરોના નેગેટિવ માતાની હૂંફ થકી માત્ર 4 દિવસમાં સાજો થતાં રજા આપી દીધી છે. પરિવાર પણ હાલમાં ભારે ખુશ છે અને તબીબ સહિત સ્ટાફના ખોબલે ને ખોબલે વખાણ કરી રહ્યા છે. જ્યારે દોઢ વર્ષના ઋષ્વને સખત તાવ આવતો હોઇ તેના માતા- પિતાએ મહેસાણામાં રિપોર્ટ કરાવતાં કોરોના પોઝિટિવ આવ્યો ત્યારે પ્રાથમિક સારવાર લીધા બાદ તેને મહેસાણાની શંકુઝ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.

image source

આ પછીની પરિસ્થિતિ વિશેની જો વાત કરવામાં આવે તો હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ જ્યાં સૌપ્રથમ ડી ડાયમર રિપોર્ટ કરાવતાં શરીરમાં ડી ડાયમરનું પ્રમાણ 5 ગણું વધુ એટલે કે 2500 હતું. જે સામાન્ય રીતે 500થી ઓછું હોવું જોઇએ. સખત તાવ અને સીપીઆર નોર્મલી 6 કરતાં ઓછું રહેવું જોઇએ તે પણ 10 ગણું વધુ 70 આસપાસ હતું. આ રીતે પરિસ્થિતિ ખુબ જ ખરાબ હતી અને શરીરમાં ચેપ હોય તો સીઆરપીનું પ્રમાણ વધુ આવતું હોય છે.

image source

જો બાળકની આ સ્થિતિમાં હોસ્પિટલના પિડિયાટ્રીક સહિતની મેડિકલ ટીમે તુરંત સારવાર શરૂ ના કરી હોત તો ઘણી અઘરી પરિસ્થિતિ થઈ ગઈ હોત. પરંતુ સ્ટાફે તરત જ સારવાર શરૂ કરી અને સતત તાપમાન, ઓક્સિજન લેવલની દેખરેખ સાથે દવા ચાલુ કરી. આ બાળકની સારવાર દરમિયાન તેની માતા સતત સાથે રહ્યાં. માતાની હુંફ અને તબીબોની મહેનત રંગ લાવી અને દાખલ થયાના ચોથા દિવસે હોસ્પિટલમાં કરાવયેલો રિપોર્ટ નોર્મલ આવ્યો અને 14 દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેવાની સલાહ સાથે ઋષ્વને હોસ્પિટલમાંથી રજા અપાઇ.

image source

ર્ડા. ધવલ ચૌધરી કે જેઓ બાળરોગ નિષ્ણાત છે અને શંકુઝ હોસ્પિટલમાં કાર કરી રહ્યા છે એમનું કહેવું છે કે સામાન્ય રીતે શરીરમાં ડી ડાયમરનું પ્રમાણ 500 કરતાં ઓછું હોવું જોઇએ. તેની માત્રા ખૂબ વધે તો લોહીના ગઠ્ઠા થવા લાગે અને લોહીની નળીમાં જામ થવા લાગે. ડોક્ટરે પોતાની વાત આગળ કરતાં જણાવ્યું કે મગજમાં લોહી જામી જતાં હેમરેજ પણ થઇ શકે અને હ્રદયમાં આવી સ્થિતિમાં એકેટ પણ આવી શકે છે. જ્યારે સીઆરપી નોર્મલી 6 કરતાં ઓછું હોવું જોઇએે. આ સાથે જ ડોક્ટરે વાત કરી કે સામાન્ય રીતે હાલ કોવિડ પોઝિટિવ માતા તેમના નાના બાળકને સ્તનપાન કરાવતાં ડરતી હોય છે. પણ કોવિડ પોઝિટિવ માતા મોઢે માસ્ક પહેરીને તેમના બાળકને સ્તનપાન કરાવવું જોઇએ. માતાના ધાવણથી બાળકમાં કોરોના સામે લડવાના તત્વો, એન્ટીબોડી થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *