બ્રેઇન સ્ટ્રોકનો ભોગ બનેલા મહેસાણાના યુવકને પ્લેનમાં જાપાનથી લવાયો ભારત, અનેક લોકોએ અધધધ..લાખનું આપ્યું દાન

40 લાખ દાન મળ્યુ: બ્રેઇન સ્ટ્રોકનો ભોગ બનેલા મહેસાણાના યુવકને પ્લેનમાં જાપાનથી ભારત લવાયો

સ્ટ્રોક એટલે ‘Brain attack not a heart attack’. સ્ટ્રોકને પક્ષઘાત, લકવો, પેરાલિસીસ વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. મગજમાં લોહી બંધ થવાથી અથવા ફાટવાથી શરીરનું કોઈ પણ અંગ અચાનક રહી જાય તેને સ્ટ્રોક એટલે કે બ્રેઈન એટેક કહે છે. મુખ્ય બે પ્રકારના સ્ટ્રોક હોય છે જેમાં ૧. Ischemic Strock – એટલે કે મગજની નળીમાં અવરોધ આવતા લોહીનું પરિભ્રમણ અટકી જવું જે ૮૦થી ૮૫ ટકા સ્ટ્રોકના દર્દીઓમાં જોવા મળે છે. ૨. Hemorrhagic Strock – એટલે કે મગજની લોહીની નળી ફાટી જવી.

જે ૧૫-૨૦ ટકા સ્ટ્રોકના દર્દીઓમાં જોવા મળે છે. મહેસાણાના ભેસાણાના યુવક જયેશ પટેલ જાપાનમાં બ્રેઇન સ્ટ્રોકની બિમારીમાં સપડાતાં યુવકને એર એમ્બ્યુલન્સમાં જાપાનથી ભારત લવાયો છે. જયેશ જાપાનમાં 3 વર્ષ પહેલાં વર્ક પરમિટ પર નોકરી અર્થે ગયો હતો. જયેશને ટીબી અને બ્રેનસ્ટ્રોક (ટ્યુબરકોલોસીસ)ની અતિ ગંભીર બીમારીમાં સપડાતાં હોસ્પિટલમાં છેલ્લા સાત મહિનાથી દાખલ કરવામાં આવ્યો હતો.

નોકરી અર્થે જાપાન ગયો હતો

image source

મહેસાણાના ભેસાણાનો 33 વર્ષીય યુવાન જયેશ હરીલાલ પટેલ નોકરી અર્થે જાપાન ગયા પછી ત્યાં અતિ ગંભીર બ્રેઇન સ્ટ્રોકની બિમારીમાં સપડાતાં છેલ્લા 8 મહિનાથી જાપાનની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. પિડીત યુવાનને મેડિકલ એર લીફ્ટ કરી લાવવામાં ખર્ચ વધુ હોઇ સોશિયલ મિડીયા મારફતે પરિવારે દાનની અપીલ કરતા દરમિયાન સમાજની સંસ્થાઓ તેમજ દાતાઓ તરફથી આશરે 40 લાખ દાન મળ્યુ હતું.

ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ ભારત લવાયો

દરમ્યાન હોસ્પિટલમાંથી સાદી ફ્લાઇટ થકી મેડિકલ ટ્રીટમેન્ટ સાથે ભારત લઇ જવા માટેનું સર્ટિ મળ્યુ હતું. જેમાં ભારતથી એક ડોક્ટરને જાપાન મોકલાયા અને તેમના ઓબ્ઝર્વેશન હેઠળ પ્લેનમાં સોમવારે જયેશ તેના પિતા, મિત્ર સાંજે દિલ્હી આવી પહોંચ્યા હતા. બાદમાં મોડી રાત્રે જયેશને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લાવવાની તજવીજ કરાઇ હતી. પરિવારે સૌ દાતાઓનો આભાર વ્યક્ત કરતાં હર્ષની લાગણી વ્યકત કરી હોવાનું મહેસાણા સહજ સોસાયટીમાં રહેતા જયેશ પટેલના મિત્ર મુકુન્દભાઇ પટેલે જણાવ્યુ હતું.

ભારતીય એમ્બેસી સુધી મદદનો પોકાર

image source

જયેશ હરિભાઇ પટેલના ગુજરાતમાં વસતા પરિવારે ભારતીય એમ્બેસી સુધી મદદ માગી છે. જયેશ 2018માં નોકરી કરવા જાપાન ગયો હતો. જયેશની પત્ની પ્રેગ્નન્સી હોઇ હાલ ભારત આવેલી છે. જયેશને ટીબીના નિદાન બાદ બ્રેનસ્ટ્રોક આવતાં દાખલ કરાયો હતો. જયેશના પિતા નિવૃત્ત શિક્ષક હરિભાઇ 20 દિવસથી જાપાનમાં છે. જાપાની હોસ્પિટલે તેને ભારત લાઇ જવા અને ટ્રીટમેન્ટ ખર્ચ રૂ.1.25 કરોડ સુચવ્યો છે. જે પરિવાર માટે અશક્ય હોઇ જયેશના મોટા ભાઇ હાર્દિકે મદદ માટે અપીલ કરી છે. હાર્દિક હરિભાઇ પટેલને પેટીએમથી 99980 88824 નંબર ઉપર મદદ કરી શકાય છે. સાયન્સ સિટી અમદાવાદ બ્રાન્ચ, સેવિંગ એકાઉન્ટ IFSC : YESB0000650, A/C 06509020 0000018 ઉપર મદદ કરવા અપીલ કરી છે.

બે દીકરીઓ પિતા માટે અને પત્નીએ પતિની મદદ માટે આજીજી કરી હતી

image source

33 વર્ષિય જયેશ પટેલની જાપાનમાં હાલત બગડતાં વતનમાં રહેલી તેની પત્ની જલ્પા પટેલ તેમજ બે દીકરીઓ વૃત્તિ 7 વર્ષ અને હેત્વી 6 માસની આંખો વાત સાંભળતાં જ છલકાઇ જાય છે અને કુટુંબીજનોને તેના પતિને પરત લાવવા આજીજી કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *