Site icon News Gujarat

મહેશ ભૂપતિ સાથે જલસાની જીંદગી જીવી રહી છે લારા દત્તા, જોઇ લો તસવીરોમાં ઠાઠ-માઠ

બોલીવુડ અભિનેત્રી લારા દત્તા અને ટેનિસ સ્ટાર મહેશ ભૂપતિના લગ્નને લગભગ એક દશક પૂરું થઈ ચૂક્યું છે. લારા દત્તાએ મહેશ ભૂપતિ અને દીકરી સાયરા સાથે પસાર કરેલા ખાસ પળોનો એક વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. લારા દત્તાએ આ વીડિયો શેર કરીને લખ્યું છે કે ઘણા બધા ઉતાર ચડાવ સાથે અમે એક દશક પૂરું કરી લીધું છે.

image source

મેં તમને મેળવ્યા. અને હું જાણું છું કે તે પણ મને મેળવી. આગળ પણ આપનો સાથ આવી રીતે જ જળવાઈ રહે. અને એ પછી લારા દત્તાએ હેશટેગ લગાવતા લખ્યું છે કે “પ્રેમના દસ વર્ષ” આ સાથે જ લારા દત્તાએ પરિવારના બીજા ઘણા સારા સારા ફોટા પણ શેર કર્યા છે જેમાં એમનું ખૂબ જ સુંદર ઘર પણ દેખાઇ રહ્યું છે. લારા દત્તા અને મહેશ ભૂપતિ બંને જ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના અંગત જીવનની ઝલક ફેન્સ સાથે શેર કરતા રહે છે.

image source

લારા દત્તા અને મહેશ ભૂપતિનું એક ઘર મુંબઈમાં છે અને બીજું ઘર ગોવામાં છે. મુંબઈ વાળું ઘર બાંદ્રાના પાલી હિલ વિસ્તારમાં છે જે એમને વર્ષ 2012માં ખરીદ્યું હતું. એમનું ઘર પણ એમના પરિવારની જેમ જ ખૂબ જ શાનદાર અને આલિશાન છે.

એમના ઘરમાં ડેકોરેશનની સાથે સાથે ફર્નિચર પણ ખૂબ જ સુંદર છે. એમને પોતાના ઘર માટે એન્ટિક ફર્નિચર પસંદ કર્યું છે એ સાથે જ લાકડામાં પણ સરસ કારીગરી કરેલી છે.

લારાના ઘરનો ગાર્ડન એરિયા પણ ખૂબ જ સુંદર છે અને લારા તહેવારોમાં પોતાના ગાર્ડનને ખૂબ જ સુંદર રીતે શણગારે છે અને લારા ઘણીવાર આ ગાર્ડનના ફોટા પણ શેર કરે છે.

લારા દત્તા છેલ્લી વાર ડિઝની હોટસ્ટારની હન્ડ્રેડ સિરીઝમાં દેખાઈ હતી. ઘણા વર્ષો પછી એણે એમના એક્ટિંગ કમબેકની જેમ લેવામાં આવી રહ્યું છે. એક ઇન્ટરવ્યૂમાં લારા દત્તાએ કહ્યું હતું કે જ્યારે સાયરાનો જન્મ થયો તો મારી જવાબદારી હતી કે એમાં શરૂઆતના વર્ષોમાં હું એની સાથે રહું. આ મારી પ્રાથમિકતા પણ હતી. એટલે મેં ફિલ્મોમાંથી બ્રેક લીધો.

આગળ એમને કહ્યું કે મહેશ અને હું આ વાત માટે એકદમ સ્પષ્ટ હતા કે બંનેમાંથી કોઈ એક હંમેશા સાયરા સાથે રહેશે. એ સિવાય એમના કરિયર વિશે એમને જણાવ્યું કે એ કોઈ દમદાર ભૂમિકાની રાહ જોઈ રહી હતી. ખાસ કરીને એ રોલની રાહ હતી જેમાં સ્ત્રી પાત્ર મજબૂત હોય.

તમને જણાવી દઈએ કે લારા દત્તા ફક્ત અભિનેત્રી કે મોડલ જ નહીં પણ એક બિઝનેસ વુમન પણ છે. એ એક સ્કિન કેર પ્રોડક્ટની નિર્માતા છે. એ જણાવે છે કે આ બધા કામો પછી એમની પાસે એટલો સમય નથી વધતો.

તમને જણાવી દઈએ કે લારા દત્તાએ વર્ષ 2000માં મિસ યુનિવર્સનો ખિતાબ મેળવ્યો હતો

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version