“માહિના ફેન્સ દ્વારા સંન્યાસના સમય અને દિવસને લઈને અનેક તર્ક વિતર્કો, આખરે ધોનીએ 7.29 વાગ્યાનો સમય જ કેમ કર્યો નક્કી? “

સ્વતંત્રતા દિવસના દિવસે સૌથી વધારે ચર્ચાઓ મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસને લઈને સાંભળવા મળી રહી છે ત્યારે આપને જણાવી દઈએ કે એમના સંન્યાસની જાહેરાતના તરત જ પછી ક્રિકેટમાં ધોનીના સાથી બેટ્સમેન અને મિત્ર એવા સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે.

image source

આપને જણાવી દઈએ કે ધોનીએ જયારે સંન્યાસ લીધો એ પહેલા એમણે પોતાના એકાઉન્ટ પર પોતાના કરિયરને દર્શાવતો એક વિડીયો શેર કર્યો હતો આ વીડિયોના સમય અને એમના આ દિવસે સંન્યાસ જાહેર કરવાને લઈને અનેક લોકો જુદા જુદા તર્ક રજુ કરી રહ્યા છે.

image source

માહિના ફેન્સ અનેક તર્ક વિતર્કો આપી રહ્યા છે

આપને જણાવી દઈએ કે ૧૫ ઓગસ્ટના દિવસે એમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એમના કેરિયરનો એક વિડીયો શેર કર્યો હતો. આ વિડીયો એમણે પોસ્ટ કર્યું અને કહ્યું કે ૭ વાગીને ૨૯ મિનીટથી જ મને રીટાયર માની લેવામાં આવે. જો કે આ પોસ્ટ પછી અનેક લોકોના મનમાં એ સવાલ ઉભો થઇ રહ્યો છે કે ૭ વાગીને ૨૯ મિનીટ પર જ કેમ? સાડા સાત કે પછી સાત અથવા આઠ વાગે કેમ નહિ?

image source

આ અંગે હાલમાં સોશિયલ મીડિયાના માધ્યમથી માહિના ફેન્સ અનેક તર્ક વિતર્કો આપી રહ્યા છે. આ સાથે જ ધોનીના આ અંદાઝને લઈને પણ લોકોએ તર્કો આપવાની શરૂઆત કરી દીધી છે.

ફેન્સના મતે માહીનો સંન્યાસ આર્મી સ્ટાઈલમાં

image source

ઉલ્લેખનીય છે કે ધોની પોતાનો દેશ અને સેના પ્રત્યેનો પ્રેમ છુપાવી શક્યા ન હતા. ગયા વર્ષે વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતને મળેલી હાર પછીથી જ તેઓ ક્રિકેટથી દુર રહ્યા હતા. આ સમય દરમિયાન એમણે આર્મી કેમ્પમાં જઈને ટ્રેનીંગ પણ લીધી હતી. જો કે ફેન્સનું માનવું છે કે એમના સંન્યાસ સમયે પણ આર્મી સ્ટાઈલ દેખાઈ હતી. એમણે સંન્યાસની જાહેરાત કરતા લખ્યું હતું કે તમારા પ્રેમ અને સાથ બદલ આભાર. આજના ૧૯:૨૯થી જ મને રીટાયર માનવામાં આવે. આ પોસ્ટમાં ધોનીએ જે સ્ટાઈલમાં લખ્યું હતું એને આર્મી સ્ટાઈલ કહેવામાં આવે છે.

૧૫ ઓગસ્ટના દિવસે જ શા માટે સંન્યાસ લીધો

image source

મહેન્દ્ર સિંહ ધોનીએ ૧૫ ઓગસ્ટના દિવસે જ શા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો આ અંગે પણ અનેક ફેન્સ દ્વારા જુદા જુદા પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આ ચર્ચાઓમાં અનેક લોકો તો એવા તર્ક લગાવી રહ્યા છે કે ધોનીનો ટીશર્ટ નંબર ૭ છે અને રૈનાના ટીશર્ટ નંબરને મિલાવી દઈએ તો ૭૩નો અંક આવે છે. ૧૫ ઓગસ્ટના દિવસે ૭૩ વર્ષ પૂર્ણ થાય છે, તેથી ધોની સાથે સાથે રૈનાએ પણ સંન્યાસ લઈ લીધો.

પોતાના જીવનનો એક પડાવ પૂર્ણ કરી લીધો છે

image source

ધોનીએ જ્યારથી પોતાના રીટાયરમેન્ટની જાહેરાત કરી છે ત્યારથી જ રમત જગતથી લીબે બોલીવુડ અને રાજકારણ સુધીના દરેક દરેક લોકોએ ધોનીને નામ પોતાનો ખાસ સંદેશ પાઠવ્યો છે. જો કે અમુક લોકો એમ કહી રહ્યા છે કે વર્ષ ૨૦૧૯ના વર્લ્ડકપમાં સેમીફાઈનલ મેચમાં ભારતને ૭ વાગીને ૨૯ મીનીટે જ હારનો સામનો કરવો પડ્યો હતો અને એ જ મેચ ધોનીના કરિયરની અંતિમ મેચ રહી છે. જો કે બીજા અનેક લોકો સોશિયલ મીડિયામાં એવો તર્ક આપી રહ્યા છે કે ૧૯૧૯ (૦૭:૨૯) એ એક મેજિકલ નંબર છે, જેનો અર્થ એવો છે કે એમણે પોતાના જીવનનો એક પડાવ પૂર્ણ કરી લીધો છે.

સુરેશ રૈનાએ પણ સાથે જ સંન્યાસ જાહેર કરી દીધો

 

View this post on Instagram

 

A post shared by M S Dhoni (@mahi7781) on

ભારતીય ટીમના કેપ્ટન કુલ તરીકે જાણીતા મહેન્દ્ર સિંહ ધોની હવે ભારતીય ટીમમાં બ્લુ જર્સીમાં જોવા નહિ મળે. ૧૫ ઓગસ્ટના દિવસે એમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. જો કે ધોની સાથે સાથે એમના સાથી ખેલાડી સુરેશ રૈનાએ પણ સંન્યાસ જાહેર કરી દીધો છે.

image source

આવા સમયે રોહિત શર્માએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘ભારતીય ક્રિકેટના સૌથી પ્રભાવશાળી ખેલાડીઓમાં સામેલ, ક્રિકેટ અને એની આસપાસ એમનો પ્રભાવ ખુબ રહ્યો છે. એમની પાસે એક વિઝન હતું અને એ જાણતા હતા કે ટીમ કેવી રીતે તૈયાર કરવાની છે. અમે તને બ્લુ ટીશર્ટમાં મિસ કરીશું પણ પીળી ટીશર્ટમાં તો દેખાશે જ, તો ૧૯ તારીખે ટોસ પર મળીએ.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત