મહિલા સાવધાન : રાત્રે સુતા પહેલા ક્યાંરેય ન કરો આ કામ નહિં તો ઘર માથે આવશે દુ:ખોનો પહાડ

ઘરની સ્ત્રીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. કોઈપણ ઘરની સ્ત્રીને તે ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે લક્ષ્મી ક્યારેય એવા ઘરમાં નથી રહેતી જ્યાં સ્ત્રીનું સન્માન ન કરવામાં આવે. એ જ રીતે, ઘરની મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામોની અસર ઘરની સુખ અને સમૃદ્ધિ પર પણ પડે છે. વધુમા વધુ ધન મેળવવા માટે લોકો રાત-દિવસ ખુબજ પરિશ્રમ કરતા હોય છે પરંતુ, તેમ છતા અથાગ પરિશ્રમ બાદ પણ ઘણીવાર ઘરમા ગરીબી આટો લઇ જાતી હોય છે, જો તમારી સાથે પણ આવુ થઇ રહ્યુ છે તો સમજી લો કે ક્યાક આ પાછળ તમારુ ભાગ્ય તો જવાબદાર નથી ને?

નાના મોટા કામની અસર આખા પરિવાર પર પડે છે

image source

ઘણીવાર અપશુકન થવાથી ખરાબ સમયનો સાથ આવી પડે. જો તમારે તમારા દુર્ભાગ્યથી પીછો છોડાવવો છે તો આજે આ લેખમા દર્શાવવામા આવેલી બાબતોનુ યોગ્ય રીતે પાલન કરો. ઘરની સ્ત્રી દ્વારા કરવામાં આવતા દરેક નાના મોટા કામની અસર આખા પરિવાર પર પડે છે. તો આવી સ્થિતિમાં, અમે કેટલાક ઉપાય લઈને આવ્યા છીએ જે ઘરની મહિલાઓ કરે છે, તો ઘરની સુખ સમૃધ્ધી હંમેશા વધતી રહે છે.

image source

1- ઘરની મહિલાઓએ આ કાળજી લેવી જોઈએ કે સાંજે કોઈને દૂધ અને દહીનું દાન ન કરવું. માંગવામાં આવે તો પણ કોઈને દૂધ અને દહીં ના આપવું જોઈએ. આમ કરવાથી સ્ત્રીનો ચંદ્ર પ્રભાવિત થાય છે અને આર્થિક તંગીનો યોગ બને છે.

image source

2 – રાત્રિભોજન કર્યા પછી ક્યારેય પણ વાસણો ધોયા વિના ન રાખવા જોઈએ. હંમેશા બધાં વાસણો ધોઈ અને રસોડું સાફ કરીને જ સૂવું જોઈએ, આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા રહેતી નથી અને સંપત્તિ, સમૃદ્ધિ બની રહે છે.

image source

3. સૂર્યાસ્ત પછી ઘરની સ્ત્રીએ તુલસી નજીક ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. તુસાલીમાં ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં ક્યારેય તણાવ રહોતો નથી. પરિવારના સભ્યો સ્વસ્થ રહે છે.

image source

4 – રાત્રે સૂતી વખતે મહિલાઓએ વાળ ખુલ્લા ન રાખવા જોઈએ. વાળ ખુલ્લા રાખીને સૂવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. તેથી હંમેશાં વાળ બાંધીને સૂવું જોઈએ.

image source

5 – મહિલાઓએ રાત્રે સૂતા પહેલા સાવરણીને ઘરના દક્ષિણ પશ્ચિમ દિશામાં છુપાવીને રાખી દેવી જોઈએ. આમ કરવાથી, ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ બની રહે છે.

6 – આ વાતનું ધ્યાન રાખો કે રાત્રે ખાલી ડોલ ક્યારેય રસોડામાં ન રાખવી જોઈએ. આમ કરવાથી પરિવારમાં તણાવ પેદા થાય છે. તેથી હંમેશાં રસોડામાં ડોલ ભરીને જ રાખવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત