Site icon News Gujarat

કોરોનાથી ઠીક થયેલ દર્દીને 140 કિ.મી દુર ઘરે મુકવા ગઇ આ મહિલા ઓટો ડ્રાઈવર, સો..સો..સલામ આ મહિલાને

કોરોનાથી ઠીક થયેલ મરીજને ૧૪૦ કિમી દુર ઘરે મુકવા આવી મહિલા ઓટો ડ્રાઈવર

image source

હાલમાં સોશીયલ મીડિયા પર મણીપુરની એક મહિલા ઓટો ડ્રાયવરની ઘણી સરાહના થઇ રહી છે. આ બધું એટલા માટે છે કે એમણે જે કામ કર્યું છે એનાથી આખાય દેશમાં એક સકારાત્મક ભાવની લાગણીઓ ઉભી થઇ છે. એટલે સુધી કે રાજ્યના મુખ્યમંત્રી એન. બીરેન સિંહ પણ લાઈબીના આ કાર્યથી ખુબ જ ખુશ થયા છે. આ કાર્યને ધ્યાનમાં લઈને એમણે આ મહિલાને ૧,૧૦,૦૦૦ રૂપિયાનું ઇનામ પણ આપ્યું છે. વાસ્તવમાં આ મહિલા ઓટોડ્રાયવરે રાતના સમયે ૧૪૦ કિલોમીટરનું અંતર કાપીને કોરોનામાંથી સાજા થયેલા મરીજને પોતાના ઘરે પહોચાડયા હતા.

આ કામ એમણે વોલ્યુંન્ટીયર તરીકે કર્યું

image source

મીડિયા સુત્રો મુજબ સુચના વિભાગે પ્રસારિત કરેલ પ્રેસ રીલીજમાં પણ આ અંગે દર્શાવવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે ઇમ્ફાલમાં સ્થિત રાજકીય જવાહરલાલ નેહરુ આયુર્વીજ્ઞાન સંસ્થામાં આ મહિલાનો ઉપચાર ચાલતો હતો. જો આ મહિલાએ કોરોનાને માત આપી છે. જ્યારે તે કોરોનાથી રીકવર થઇ, ત્યારે ઘરે જવા માટે એણે હોસ્પિટલ દ્વારા મોકલવામાં આવતી એમ્બુલન્સ સેવા લેવાથી ઇનકાર કર્યો હતો. જો કે આ બાબત વિશે જયારે લાઈબી ઓઈમાનને જાણ થઇ તો એમણે આ મહિલાને પોતાના ઘર સુધી મુકી આવવાનું નક્કી કર્યું હતું. અને આ કામ પણ એમણે વોલ્યુંન્ટીયર તરીકે જ કર્યું છે.

આ કાર્યની પ્રસંશા મુખ્યમંત્રીએ પણ કરી

એટલે સુધી કે મુખ્યમંત્રી એન. બીરેન સિંહે પણ ટ્વીટ કરીને આ અંગે જણાવ્યું છે. એમણે પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, ‘મને પેંગઈની રીક્ષા ચાલક લાઈબી ઓઈનમને ૧,૧૦,૦૦૦ રૂપિયાનું ઇનામ આપતા ગર્વ અનુભવાઈ રહ્યો છે. એમણે મુશ્કેલીનો સામનો કરીને ૮ કલાકની મુસાફરી કરી જેએનઆઈએમએસ (JNIMS)માંથી રાજા અપાયેલ મરીજને અડધી રાત્રે કમજોંગ સુધી પહોચાડવનું જે કાર્ય કર્યું છે એ શ્રેષ્ઠ છે. એમણે સાચા અર્થમાં ઘણી મહેનત કરી અને પોતાના દ્વારા જ સેવા કરવાની એક મિશાલ રજુ કરી છે.’

રાત્રી દરમિયાન ૮ કલાકની સફર

ઈમ્ફાલથી કમજોંગ જીલ્લામાં લઈ જવા માટે લાઈબી રાતના જ આઠ કલાકની મુશ્કેલ સફર કાપીને આવી હતી. એક રીક્ષા ચાલક હોવા સાથે સાથે લાઈબી એક સ્ટ્રીટ વેન્ડર પણ છે. એટલે સુધી કે એ ઇમ્ફાલના પેંગઈ બજારમાં પોતાની માતા અને બે દીકરાઓ સાથે જ રહે છે. પોતાના પરિવારમાં કમાનારી એ એક જ છે.

અસલી હીરો છે આ રીક્ષા ચાલક મહિલા

લાઈબીના આ કાર્યની તમામ સોશિયલ મીડિયા પર ખુબ જ સરાહના થઇ રહી છે. આવા સમયે મણીપુરના મુખ્યમંત્રી એન બીરન સિંહની ટ્વીટર પોસ્ટ પર પણ અનેક લોકો લાઈબીને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવી રહ્યા છે. લોકો લાઈબીના આ કામની સરાહના કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે દેશને જ્યારે પણ જરૂર હોય છે, ત્યારે આવું કામ આગળ આવીને કરનારા જ દેશના સાચા હીરો છે. તો અનેક લોકોએ લાઈબીને ટ્વીટર પર રીયલ હીરો ગણાવી હતી.

Source: NavBharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version