પોલીસ કર્મીઓ લોકોની રક્ષા માટે પોતાના કાળજાના કટકાને પણ મુકી દે છે જોખમમાં, લાખ લાખ સલામ આ દેશભક્તને

લોકડાઉનના કારણે પોલીસ કર્મીઓને ચોવીસ કલાક અને એક પણ રજા ભોગવ્યા વિના સતત ફરજ પર હાજર રહેવું પડે છે. આવી કપરી સ્થિતિમાં ફરજ પર હાજર રહેવાનું માત્ર એક કારણ કે લોકોની રક્ષા આ મહામારી સામે કરી શકાય. આવી સ્થિતિમાં મહિલા પોલીસ કર્મીઓ માટે સ્થિતિ વધારે વિકટ થઈ જાય છે કારણ કે તેમના પર ઘર પરીવાર અને બાળકોની જવાબદારી પણ હોય છે.

image source

આવી જ એક મહિલા અધિકારી છે બનાસકાંઠાના. તેઓ ફરજ પર ચોવીસ કલાક હાજર રહે છે અને સાથે જ તેનું 5 મહિનાનું બાળક પણ હોય છે. આ મહિલા પોલીસ કર્મીનું નામ હીના ચૌહાણ છે તેમના લગ્ન 2 વર્ષ પહેલા થયા હતા અને હાલ તેમને 5 મહિનાનું બાળક છે. લગ્ન બાદ તેમણે એલઆરડી પરીક્ષા પાસ કરી અને જામનગર તાલીમ માટે ગયા હતા. ત્યારબાદ તેમની બદલી અમીરગઢના ઈકબાલગઢ ગામે થઈ છે. હવે અહીં તેમને પોતાના 5 માસના બાળકને સાથે રાખવું પડે છે.

દુનિયાભરમાં કોરોના વાયરસનો હાહાકાર છે તેવામાં પોતાની સાથે નાના બાળકને રાખી ફરજ બજાવે છે જેથી લોકોની રક્ષા કરી શકાય, આવા પોલીસ કર્મીઓને લાખ સલામ કરવા પણ ઘટે.