Site icon News Gujarat

આ મહિલા ડોક્ટરે લખી કોરોનાના દર્દીઓની દર્દભરી કહાનીઓ, જે વાંચીને તમે પણ થઇ જશો ભાવુક

મહિલા ડોક્ટર દ્વારા લખવામાં આવેલ અત્યંત લાગણીસભર પોસ્ટ, કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની વ્યથા વિષે વાંચીને આપ પણ ભાવુક થઈ જશો.

અત્યાર સુધી આપે કોરોના વાયરસ સંક્રમણના કહેર વિષે, કારણ, તેના આંકડાની સ્થિતિ વિષે સમાચાર વાંચ્યા હશે, પરંતુ થોડાક દિવસ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારતની મહિલા ડોક્ટર દ્વારા કોરોના વાયરસની સારવાર આપી રહેલ હોસ્પિટલની અંદરની સાચી હકીકતથી સભર એક ભાવુક પોસ્ટ વાંચીને લોકોના રુંવાડા ઉભા થઈ ગયા છે. કોરોના વાયરસ હોસ્પિટલની અંદરની ભયાવહ સ્થિતિ અને દર્દીઓની સ્થિતિ વિષે લખવામાં આવેલ આ પોસ્ટ વાંચીને આપ પણ વિચારમાં પડી જશો.

ડૉ. સાંધ્રાએ આ પોસ્ટમાં પોતાના દર્દ ભરેલ અનુભવ વિષે વાત કરી છે અને એ વાતનો વિચાર કરે છે કે, તેઓ કેવી રીતે આટલા વધારે સહનશીલ થઈ શકતા હતા અને દર્દીઓને પ્રેમ વહેચી શકે છે. ડૉ. સાંધ્રાએ પોતાની વાયરલ થઈ રહેલ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં દેશના તમામ નાગરિકોને આગ્રહ કર્યો છે કે, જયારે પણ આપ બહાર જાવ ત્યારે પોતાનું માસ્ક જરૂરથી પહેરી રાખો. ડૉ. સાંધ્રા દ્વારા કરવામાં આવેલ આ પોસ્ટ પર પોતાની લાગણી વ્યક્ત કરતા પોતાને અટકાવી શકી નહી. તેઓ લખે છે કે, ‘તે પોતે ડોક્ટર છે અને તેમનું કામ દર્દીઓને સ્વસ્થ કરવાનું છે પરંતુ દરરોજ સામે આવતી પરિસ્થિતિઓને જોયા બાદ તેઓ તૂટી જાય છે અને રડવા લાગે છે, તેમજ પોતાને કહે છે કે, તે હજી વધારે કામ કરવા માટે સક્ષમ છે, કેમ કે, તે હજી પણ વધારે વ્યક્તિઓને સ્વસ્થ કરી શકે છે.’


‘ઘણા ઓછા લોકો એવા હશે જેઓ આ પોસ્ટને વાંચવાની તકલીફ લેશે, હું આ પોસ્ટમાં મારા જીવનના છેલ્લા બે અઠવાડિયા દરમિયાન થયેલ ઘટનાઓ વિષે ઉલ્લેખ કરી રહી છું.’ આવી રીતે શરુઆત કર્યા બાદ ડૉ. સાંધ્રા લખે છે કે, ‘હું દર્દીને જુઠ્ઠું બોલી રહી છે, હું દર્દીને કહી રહી છું કે, આપ સ્વસ્થ થઈ જશો, જયારે મને જાણ હોય છે કે, તેઓ સ્વસ્થ થશે નહી. એક મહિલા દર્દીને મે આખી રાત રડતા જોઈ છે અને તે અલ્લાહ અલ્લાહ બોલી રહી હતી તે હું સાંભળી રહી છું, હું લોકોને મારી સામે વિખેરાતા જોઈ રહી છું.’

કોરોના વાયરસથી સંક્રમિત દર્દી જેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા અને અંતે તેમનું અવસાન થઈ જાય છે, તેમના વિષે જણાવતા ડૉ. સાંધ્રા લખે છે કે, ‘મારા મિત્રએ જયારે એક મહિલા દર્દીને નળી લગાવે છે ત્યારે તે મહિલાના છેલ્લા શબ્દો હતા કે, તેમના ઘરે રહેલ એક ૧૧ વર્ષનું બાળક અને ૪ વર્ષનું બાળક છે તેમને મરવા દેતા નહી.(તે મરી ગયા)… આ મહિલાના બાળકોને જણાવી રહી છું કે, તેમને તેમની માતાનો મૃતદેહ મળી શકશે નહી. માતા અમારી સામે હાથ જોડીને અમને પોતાના બાળકોનું જીવન બચાવવા માટે કહે છે. બંધ મૃતદેહને હું જોઈ રહી છું અને પોતાને કહું છું કે,હવે વધારે વિચારવાનું બંધ કરો અને પોતાનું કામ કરો.’


ડૉ. સાંધ્રાએ વધુ જણાવતા લખ્યું છે કે, ‘હું રડું છું એ, હું કેવી રીતે આટલી બધી સહનશીલ બની શકું અને તે દર્દીઓને ઘણો બધો પ્રેમ આપી શકું છું, જેઓ દમ તૂટવાના કારણે મૃત્યુ પામી રહ્યા છે. (તેઓ પોતે પણ ૬ કલાક સુધી પીપીઈ કીટમાં રહે છે અને આ વિષે સતત ચિંતિત રહે છે કે, તે પોતે પણ કોરોના વાયરસના સંપર્કમાં ના આવી જાય અને જેમ પોતાના દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે તેમ તે પોતે પણ ના મરી જાય, આ વિચારથી આપ સૌથી સારા વ્યક્તિ નથી બની શકતા) આવું વિચારવા માટે એક દર્શક તરીકે મે જે દર્દનો અનુભવ કર્યો છે તે દર્દનો ચોથો ભાગ પણ થઈ જે અમારા દર્દીઓ અને તેમના પરિવારના સભ્યો અનુભવ કરે છે.’

ડૉ. સાંધ્રા વધુ જણાવતા લખે છે કે, મારું વિચારવું જરૂરથી એટલું વધારે વધી જાય છે કે, હું પોતાને જ પૂછું છું કે, શું મારે મારા મિત્રોને જણાવી દેવું જોઈએ કે, જો કોરોના વાયરસ સંક્રમણના કારણે મારું મૃત્યુ થવાનું છે, તો હું નળી લગાવું.’ જેમ કે, સરકાર દ્વારા કોરોના વાયરસના વધતા જતા કેસને ધ્યાનમાં રાખતા આંશિક લોકડાઉન કરી દીધું છે, ડૉ. સાંધ્રા કહે છે કે, મારો વિશ્વાસ કરો આપનું લોકડાઉન મુશ્કેલ નથી આપે તે ભયાનક દ્રશ્યો નથી જોયા જે અમે જોઈએ છીએ. કદાચ મારાથી આપને તે દર્દનાક વિડીયો બતાવી શકાત, એ પણ આપને ભયભીત કરવા માટે કે પછી બસ આપ તમામ ઘરની અંદર રહો.


ઘરની અંદર રહેવું મુશ્કેલ લાગી રહ્યું હોય તેવા વ્યક્તિઓને સમજાવતા ડૉ. સાંધ્રા લખે છે કે, ‘એ કહેવું મુશ્કેલ છે કે, આ લગ્નનો સન્નાટો કે પછી મૌન છે. આ દર્દને જોવા નથી ઈચ્છતી. અમારા માંથી કોઈપણ. એટલા માટે કૃપા કરીને અમને આવી બધી વાતોમાં નાખશો નહી.’ આ વાતનો સ્વીકાર કરતા તમામને કોઈને કોઈ કામથી દુર રહેવું અને લાંબા સમય સુધી ઘરની અંદર જ રહેવું શક્ય નથી. ડૉ. સાંધ્રા અંતિમ પંક્તિમાં લખે છે કે, કૃપા કરીને અમારી એક વાત માની લો, હું આપને ઘરની અંદર રહેવા માટે નથી કહી રહી, કેમ કે, હું સમજુ છું કે દરેક વ્યક્તિ એટલી બધી સંપન્ન નથી કે જેઓ ઘરની અંદર રહી શકે. મહેરબાની કરીને આપ જયારે પણ બહાર જાવ ત્યારે પોતાનું માસ્ક જરૂરથી પહેરો.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version