જાણો આ મહિલા વિશે, જે પ્રેગનન્ટ થઇને આપે છે પ્લાસ્ટિકના બાળકોને જન્મ…

પ્રેગ્નન્ટ થઈને આ મહિલા આપે છે પ્લાસ્ટીકના બાળકોને જન્મ – આખી પોસ્ટ વાંચશો તો નવાઈ પામશો

કેહવાય છે કે ભગવાન દરેક જગ્યાએ હાજર ન રહી શકે માટે તેમણે માને બનાવી છે. આમ માતાને ભગવાન સમી ગણવામાં આવે છે તો બીજી બાજુ કોઈ સ્ત્રી માટે માતા બનવું તે દુનિયાનું સઘળુ સુખ પ્રાપ્ત કરવા જેવું છે. માની જગ્યા આ પૃથ્વી પર કોઈ જ નથી લઈ શકતું. તે પોતાના સુખને બાજુ પર મુકીને સંતાનના સુખને પ્રાધાન્ય આપે છે. તેને પોતાના બાળકના સુખમાં જ પોતાનું સુખ દેખાય છે.

ગર્ભ ધારણ કરતાં જ માતાને તે નાનકડા જીવ માટે લાગણી બંધાવા લાગે છે અને તેનો જન્મ થતાં જ તે લાગણી અસિમ બની જાય છે. ક્યારેક એવું પણ બનતું હોય છે કે બાળકમાં જન્મજાત ખોટ હોય તો તેવા સમયે પણ માતાની મમતામાં કણ જેટલો પણ ફરક નથી આવતો. પણ આજે અમે તમને એક એવી માતા વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે કોઈ સામાન્ય બાળકને નહીં પણ પ્લાસ્ટિકની ઢીંગલીને જન્મ આપે છે.

image source

જો કે આ મહિલા ગર્ભાવસ્થાનો ઢોંગ કરે છે અને ત્યાર બાદ આ પ્લાસ્ટિકની ઢીંગલીઓ બનાવડાવીને તેની માતા બને છે. તેણી પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર તેના બેબી બંપની તસ્વીરો પણ શેર કરે છે જે સાવજ નકલી હોય છે. અને સાથે સાથે નકલી અલ્ટ્રાસાઉન્ડની વિડિયો પણ શેર કરે છે.

હાલ સોશિયલ મિડિયામાં આ પ્લાસ્ટિંકના બાળકવાળી માતાના ન્યૂઝ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તમે તસ્વિરમાં જોઈ શકો છો કે એક સ્ત્રી સાથે એક પ્લાસ્ટિકની ઢીંગલી છે. આ ઢીંગલીને આ માતાએ જન્મ આપ્યો છે. માતાનું નામ કેથરિન બાયર્નેસ છે તેણી 25 વર્ષની છે. તેણી અમેરિકાના શિકાગો ખાતે રહે છે. અને આ વિચિત્ર સમાચારના કારણે તેણી હાલ ચર્ચામાં છે. મળેલા અહેવાલ પ્રમાણે કેથરિન અત્યાર સુધાં દસ બાળકોની માતા બની છે (એટલે કે તેવો ડોળ તેણે કર્યો છે.). પણ તેમાં આશ્ચર્યની વાત એ છે કે આ મહિલા સામાન્ય બોળકોને નહીં પણ પ્લાસ્ટિકની ઢીંગલીઓને જન્મ આપે છે.

image source

કેથરીનને આવી લાફલાઇક ડોલ્સ કલેક્ટ કરવાની શરૂઆત કરવાની પ્રેરણા ત્યારે મળી જ્યારે તેણીની દાદી મેરી રોમાનો 2002માં તેમના ફેમિલિ હોલીડે દરમિયાન આવીજ એક ડોલ લઈને આવી હતી. તે વખતે તેણી માત્ર 7 વર્ષની જ હતી અને તેણીને આવી રીયલ દેખાતી ડોલ ખૂબ જ ક્યૂટ લાગી હતી. તેણીએ 2015માં આવી ઢીંગલીઓ ભેગી કરવાનું શરૂ કર્યુ હતું. તેણીએ પોતાની પ્રથમ ડોલને સેઇલર નામ આપ્યું હતું જેના માટે તેણીએ 34000 રૂપિયા ખર્ચ્યા હતા. ત્યારથી તેણીનું આ કલેક્શન મોટું જ થતું જઈ રહ્યુ છે.

image source

વાસત્વમાં આ સ્ત્રી રમકડાને વાસ્તવિક બાળકની જેમ વહાલ કરે છે. માત્ર તેટલું જ નહીં પણ જીવતા જાગતા બાળકની જેમ તે આ રમકડા સાથે બહાર ફરવા પણ જાય છે. અને કોઈ માતાની જેમ જ તે તેની આ ઢીંગલીઓની સંભાળ પણ લે છે. તાજેતરમાં આ મહિલાએ તેની આ ઢીંગલીઓ સાથે ફોટા શેર કર્યા છે. જે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જેને જોઈને લોકો ચકિત થઈ રહ્યા છે. આ સ્ત્રીના આ પ્લાસ્ટિકના બાળકો તેની માતાનું નામ પણ લે છે. તેણી આવા દસ બાળકોને અત્યાર સુધીમાં જન્મ આપવાનો ડોળ કરી ચૂકી છે. જેમાના બે પ્લાસ્ટિક બાળકોને ડાઉન સિન્ડ્રોમ ધરાવતા ડિઝાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી એકનું નામ જેક્સન અને બીજાનું નામ ઓરોરો રાખવામાં આવ્યું છે.

image source

જો કે ઘણા બધા લોકો આ મહિલાની મઝાક પણ ઉડાવે છે. તેની આવી તસ્વીરો જોઈને ઘણા બધા લોકો તેણીની ટીકા કરતા હોય છે. જો કે તેનાથી કેથરિનને કોઈ જ અસર નથી થતી. તેણી જણાવે છે કે ઘણા લોકો તેને ઇનબોક્સમાં ગંદી વાતો ભરેલા સંદેશા મોકલે છે. અને તેના કારણે તેણે પોતાનુ સોશિયલ મિડિયા અકાઉન્ટ પણ બંધ કરવુ પડ્યુ હતું.

image source

તેણી પ્લાસ્ટિકના આ બાળકો પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવે છે કે તેણી આ પ્લાસ્ટિકની ઢીંગલીઓને વાસ્તવિક પ્રેમ જ કરે છે તે આ રમકડાઓ સાથે ખૂબ મસ્તી કરે છે. તેના માટે આ દરેક બાળક ખાસ છે. અને તેણીની સાથે સાથે તેણીની દાદી પણ આ બાળકોને ખૂબ પ્રેમ કરે છે. તેના પરિવારને પણ તેના આ શોખથી કોઈ જ વાંધો નથી અને તેઓ પણ ખુશ છે. માટે લોકો શું વિચારે છે કે કહે છે તેનાથી તેને કોઈ જ ફરક નથી પડતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત