મહિલાએ ફોન હાથમાં લીધો અને મેસેજ જોઈને ઉડી ગયા હોંશ, અને રાતોરાત બની ગઇ લખપતિ, જાણો કારણ

તાજેતરમાં બેન્ક ખાતામાં ટ્રાંઝેકશનમાં થયેલી ભુલની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં એક મહિલાના ખાતામાં સરકારે એક, બે નહીં પરંતુ એક સાથે 36 લાખ રૂપિયાની રકમ જમા કરી દીધી હતી. આટલી મોટી રકમ ખાતામાં આવી જવાથી મહિલાના હોશ ઉડી ગયા હતા.

image source

જાણવા મળતી વિગતો અનુસાર દિલ્હીની એક મહિલાના બેન્ક ખાતામાં એક સાથે 36 લાખ રૂપિયા જમા કરી દેવામાં આવ્યા હતા. આ મહિલા એક ટીચર તરીકે નોકરી કરે છે અને અચાનક તેના ખાતામાં આટલી મોટી રકમ આવી જતા તે પણ હેરાન-પરેશાન થઈ ગઈ હતી.

image source

વંદના ચૌહાણ નામની આ મહિલા તુકીમપુરમાં સરકારી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. તેણે જણાવ્યાનુસાર મંગળવારની સવારે તેણે મોબાઈલ હાથમાં લીધો અને જાણવા મળ્યું કે તેના ખાતામાં 36 લાખ રૂપિયા જમા થઈ ગયા છે.

image source

આટલી મોટી રકમ બેન્ક ખાતામાં જમા થવાથી તે પહેલા તો ગભરાઈ ગઈ અને તુરંત જ પોતાની બેન્ક પહોંચી ગઈ. તેણે બેન્કમાં ફરિયાદ નોંધાવી કે તેના ખાતામાં 36 લાખ જમા થયા છે જેના વિશે તેને કોઈ જાણકારી નથી. ત્યારબાદ બેન્ક કર્મચારીઓએ આ 36 લાખની રકમ વિશે તપાસ શરુ કરી. આ તપાસમાં જાણવા મળ્યું કે આ રકમ તો ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી.

image source

ઉત્તર પ્રદેશ સરકારે આ રકમ રાજકીય નિર્માણ નિગમ લિમિટેડને ફાળવી હતી. પરંતુ ટેકનીકલ એરરના કારણે આ રકમ તેના ખાતામાં જવાને બદલે દિલ્હીની શિક્ષિકાના ખાતામાં જમા થઈ ગઈ. જો કે આ ગડબડની જાણ થતા જ બેન્કે આ રકમને ફ્રીઝ કરી દીધી અને આ અંગે ઉત્તર પ્રદેશ સરકારના સંબંધિત વિભાગ અને બેન્કને જાણ કરવામાં આવી.

image source

વંદના તેના પરિવાર સાથે નેહરુ વિહારમાં રહે છે. તેના પતિ પણ એક શિક્ષક છે. વંદનાનું કહેવું હતું કે તેને એસએમએસ મળ્યો હતો કે તેના ખાતામાં 36 લાખ જમા કરવામાં આવ્યા છે. તેણે આ અંગે પતિને જાણ કરી અને તેના પતિ તુરંત શાળાએથી ઘરે પહોંચ્યા અને ત્યારબાદ તેઓ બેન્ક ગયા.

image source

બેન્કમાં જાણકારી આપ્યા બાદ તપાસ કરતાં જાણવા મળ્યું કે આ રકમ લખનઉની પંજાબ નેશનલ બેન્ક દ્વારા જમા કરવામાં આવી છે. પીએનબીનો સંપર્ક કરી જણાવવામાં આવ્યું કે તેમણે જમા કરેલી રકમ એક મહિલાના ખાતામાં જમા થઈ ગઈ છે. વંદનાએ જણાવ્યું હતું કે જે ખાતામાં 36 લાખ જમા થયા તે તેનું સેલેરી અકાઉન્ટ છે અને બે દિવસ પહેલા જ તેમાં સેલેરી જમા થઈ હતી. ત્યારબાદ 36 લાખ જમા થઈ જતા તેની ચિંતા વધી ગઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત