Site icon News Gujarat

મહિલાના શરીરની અનોખી રચના, 2 યોની અને 2 ગર્ભાશય ધરાવતી આ મહિલાની કહાની તમને ચોંકાવી દેશે

તમે જોડિયા બાળકો થવાના કિસ્સા સાંભળ્યા કે જોયા પણ હશે. આથી વધારે અનોખા કિસ્સાની વાત કરીએ તો 6 આંગળીઓ કે પછી એકના શરીર સાથે બીજા બાળકનું શરીર ચોંટેલુ હોય તેવા કિસ્સા પણ સામે અવતા હોય છે. પણ અહી જે કિસ્સાની વાત કરવામાં આવી છે આ બધાથી ઘણો અલગ છે.

તમે ક્યારેય તમે સાંભળ્યુ છે કે કોઇને 2 વજાઇના (યોની) અને ગર્ભાશય હોય? આવી વિચીત્ર ઘટના ઓસ્ટ્રેલિયાના ક્વિંસલેન્ડની રાજધાની ગોલ્ડ કોસ્ટમાં સામે આવી છે. અહી જન્મેલ અવલીન નામની આ મહિલા સામાન્ય મહિલાઓ કરતા ખુબ અલગ છે. તેના વિશે મળતી માહિતી મુજબ, તે એક પૂર્વ સેક્સ વર્કર છે અને તે અસામાન્ય શરીર લઇને પેદા થઇ છે. આ કિસ્સામા એવલીનની એક નહી પણ 2 વજાઇના અને 2 ગર્ભાશય છે.

image source

સામાન્ય રીતે વાત કરીએ તો બાળકને જન્મ આપવા માટે જે અંગ જરૂરી હોય છે તે દરેક એવલીનમાં બે હોવાનુ સામે આવ્યુ છે. તાજેતરમા મળતી મહિતી મુજબ, 30 વર્ષની એવલીન અત્યારે 6 મહિના સાથે પ્રેગનેન્ટ છે. તેણે એક રેડિયો શોમાં પોતાની કહાની કહી હતી અને પોતાના જીવનના અનુભવ વિશે જણાવ્યુ હતુ. યુટેરસ ડિડેલ્ફિસ નામની દુર્લભ બિમારી તેને હોવાનુ જાણવા મળ્યુ હતુ.

જાણકારોનુ કહેવુ છે કે, ડબર રિપ્રોડક્ટિવ સિસ્ટમ સાથે જન્મ લેવો તે ખુબ જ દુર્લભ છે. મેડિકલ ટર્મમાં તેને ડિડેલ્ફિસ કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે એવલીન સેક્સ વર્કર રહી ચૂકી છે. પોતાના વિશે વાત કરતાં ઇન્ટરવ્યૂમાં એવલીને જણાવ્યું હતુ કે, ક્લાઇન્ટ સાથે સંભોગ કરવા તે એક જ વજાઇનાનો ઉપયોગ કરતી હતી અને બીજી વજાઇના માત્ર તેના પાર્ટનર માટે હતી.

image source

એવલીનનું કહેવું છે કે સેક્સ વર્કર તરીકે કામ કરવુ તેના પાર્ટનરને પસંદ નહોતુ. મજાકમાં તે કહેતી હતી કે ક્લાઇન્ટ માટે તે એક જ વજાઇનાનો ઉપયોગ કરે છે માટે તેને ચિટીંગ ન કહી શકાય. એવલીન કહે છે કે, જ્યારે તેને પોતાની બિમારી વિશે ખબર પડી હતી ત્યારે તેને આ બધુ વિચીત્ર લાગી રહ્યુ હતુ. એવલીનને 20 વર્ષની ઉંમર સુધી પોતાની વિચિત્ર બિમારી વિશે જાણ જ ન હતી.

ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, જ્યારે તે 20 વર્ષની હતી ત્યારે પ્રેગનેન્ટ થઇ ગઇ હતી. જ્યારે તે અબોર્શન માટે ગઇ ત્યારે ડૉક્ટર હેરાન થઇ ગયા હતા કારણ કે તે પ્રેગનેન્ટ ન હતી. પરંતુ તેનુ ગર્ભ વધી રહ્યુ છે તેવુ બહારની તરફ જોઇ શકાતુ હતુ.

image source

પછીની વાત કરતાં કહ્યું કે આ પછી તેનો ફરીથી રિપોર્ટ કરવામા આવ્યો હતો અને બાદમાં તપાસમાં ખબર પડી કે તેનુ એક બીજુ ગર્ભાશય પણ છે અને બાળક ત્યાં હતુ. આ બીજા ગર્ભાશયમા રહેલા બાળક થકી તે પ્રેગનેન્ટ છે તેવુ દેખાઇ રહ્યુ હતુ. ત્યારબાદમાં આ બીજા ગર્ભાશયમા રહેલા બાળકનુ અબોર્શન કરવામા આવ્યુ હતુ.

image source

એક સાથે બે વજાઇનાથી તેપ્રેગનેન્ટ થઇ શકે છે આ વિશે હવે તેને જાણ થઇ હતી. એવલીને જણાવ્યું કે, તે એક સાથે બંને વજાઇનાથી પ્રેગનેન્ટ થઇ શકે છે એટલે કે એક સાથે બંને ગર્ભાશયમાં ગર્ભ રહી શકે છે. ડોકટરે તેની તપાસ બાદ જણાવ્યુ હતુ કે, બંને વજાઇના વચ્ચે દિવાલ હોવાથી તેની નોર્મલ ડિલીવરી શક્ય નથી. તેના બંને ગર્ભશય નાના હોવાથી 9 મહિના ગર્ભ નહી રહી શકે. જો હવે એવલીન પ્રેગનેન્ટ થશે ત્યારે માત્ર 30 અઠવાડીયામાં જ તેની ડિલીવરી થઇ જશે. ત્યારે હવે આ કિસ્સો ભારે ચર્ચામાં આવ્યો છે અને લોકોને પણ અજીબ લાગી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Exit mobile version