નાના ભાઈની પત્નીને એકલી જોઈ જેઠ બન્યો હેવાન, બન્ને હાથ પંખા સાથે બાંધી લટકાવી, ઉપરથી શરીર સુખ પણ માણ્યું

રાજ્યમાં મહિલાઓ પરના અત્યાચારના કિસ્સાઓનો આકડો સતત વધી રહ્યો છે. મોટી સંખયામાં આવા કેસો સામે આવી રહ્યાં છે. આવી જ એક ઘટના અહીં રાપરમાં બનેલ છે. અહીં રાપરમાં પણ સાંભળતાં જ ચોંકાવનારો અને ડરામણો કિસ્સો બન્યો છે. રાપર તાલુકામાં આવેલા ખાંડેક ગામમાં એક પરિણીતાને તેના જેઠે દુપટ્ટા વડે પંખા પર બાંધી દીધી અને ત્યારબાદ ધાકધમકી આપી.

image source

એટલું જ નહીં તેની સાથે દુષ્કર્મ પણ કર્યું હોવાની વાત સામે આવી છે. આ દરમિયાન જેઠે પરિણીતાની સાસુને વીડિયો કોલ કરીને પરિણીતાને બાંધી દીધી છે તેવું બતાવ્યું પણ હતું. આ જોતાં જ સાસુએ તરત પોતાના દીકરાને આ વાતની જાણ કરી અને કહ્યું હતું કે, તું તેને પતાવી દેજે નહીં તો તે આપણને પતાવી દેશે.

image source

ત્યારબાદની ઘટના વિશે વાત કરીએ તો પછી જેઠે પોતાના ભાઇની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું હતું આ વિશે પોલીસની મદદ લેવાનું નક્કી કર્યું અને આ ઘટના અંગેની પરિણીતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની માહિતી મળી હતી . આ અંગે ફરિયાદમાં જણાવેલી માહિતી મુજબ જો વાત કરીએ તો, મૂળ હિંમતનગરની અને હાલ રાપર ખાતે રહેતી પરિણીતાના લગ્નને છ વર્ષ થયાં હતાં .

image source

તેનો પતિ આણંદ વિદ્યાનગર ખાતે રહેતો હતો. આ બંનેને એક સંતાનમાં પુત્રી પણ છે જે હાલમાં પરિણીતાના માતાપિતા સાથે રહેતી હોવાનું જાણવાં મળ્યું હતું. પરિણીતા રાતે પોતાની દીકરી સાથે વાત કરી રહી હતી તે જ સમયે તેનો જેઠ તેના રૂમમાં આવ્યો. બસ પછી જે થયું એ ખરેખર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય હતું.

image source

જેઠે આ મહિલાને ધાકથી પૂછ્યું હતું કે તું કોની જોડે વાતો કરે છે અને હાથમાંથી મોબાઇલ ઝૂંટવી લીધો. ત્યારબાદ દરવાજો પણ બંધ કરી દીધો હતો. એટલું કર્યા પછી પણ તેણે મહિલાને વધારે હેરાન કરવા માટે હાથ દુપટ્ટાથી બાંધીને પંખે લટકાવી.

image source

એટલું કર્યા પછી પણ તેને સંતોષ ન થતાં મહિલાની આવી હાલત બતાવવાં સાસુને વીડિયો કોલ કરીને આ બધું જ બતાવ્યું હતું. પછી હદ તો ત્યાં થઈ કે સાસુએ જેઠને કહ્યું હતું કે, તું આને પતાવી નાંખજે નહીં તો તે આપણને પતાવી દેશે. આટલું કહીને વીડિયો કોલ બંધ કર્યો હતો. જો કે વાત એટલે પૂરી થઈ જતી નથી.

image source

પછીની વાત કરીએ તો વીડિયો કોલ બાદ જેઠે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ જેઠે પરિણીતાને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાંખીશ એવી ધમકીઓ પણ આપી હતી અને તેની દીકરી અને પતિના સમ પણ ખવડાવ્યા હતા. જે બાદ તે ત્યાંથી તે ભાગી ગયો હતો. જો કે, પરિણીતા હિંમત કરીને બીજા દિવસે પોતાના પિયર આવી ગઇ હતી અને માતાપિતાને આખી વાત જણાવી હતી.

image source

જે બાદ હિંમતનગર પોલીસ અધિક્ષક, સાબરકાંઠાને ફરિયાદ કરી હતી. ત્યાંથી પુર્વ કચ્છ એસપી સુધી આ ફરિયાદ અરજી પહોંચ્યા બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલ પોલીસે દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે ઘરમાં જ આવું બનતા ચારેકોર ઘટના વાયરલ થઈ રહી છે અને જેઠ પર થું થું કરવામાં આવી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!