Site icon News Gujarat

સુરત: જીવતો વીજતાર તૂટી પડતા મહિલાના ગળામાં વીંટળાઈ ગયો અને કરંટથી સળગીને થયુ કરુણ મોત, પતિ પત્નીને સળગતી જોતો રહ્યો અને બૂમો પાડતો રહ્યો પણ….

મહિલા પર પડ્યો જીવતો વીજતાર, સુરતમાં પતિ પત્નીને જીવતી સળગતી જોઈ રહ્યો, ન કરી શક્યો કોઈ મદદ.

“લગ ગયે 440 વોટ છુને સે તેરે” આ ગીત સાંભળવામાં તો ખૂબ જ સારું લાગે પણ જો આવો 440 વોટનો વીજ તાર અડકી લઈએ તો શું થાય એનો કદાચ તમને અંદાજ પણ નહીં હોય. સુરતમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરમાં અડાજણના ભાઠા ગામમાં જીઈબીનો જીવતો વીજતાર તૂટીને મહિલાના ગળામાં વીંટળાઈ જતાં શ્રમજીવી મહિલા મોતને ભેટી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.

image source

સુરતના અડાજણના પોતાના ઘરના વાડામાં કામ કરતી ભાવના નામની એક મહિલા ઉપર જીવતો વીજતાર પડ્યો અને એ સમયે પતિ સહિત આસપાસના લોકો આ સ્ત્રીને જીવતી સળગતી હાલતમાં જોતા રહ્યા. જીવતી સળગી રહેલી આ મહિલા બચાવો બચાવોની બૂમો પાડતી રહી હતી. જો કે વિજલાઈન ચાલુ હોવાથી આ મહિલાને કોઈ બચાવી શક્યું ન હતું.

આ દર્દનાક ઘટના બની એના એક કલાક બાદ મેઈન લાઈન બંધ કરી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે છેલ્લાં ત્રણ વર્ષમાં 20-25 વર્ષ જૂનો વીજતાર 3-4 વાર તૂટી પડ્યો હોવાનું સામે આવ્યું છે.

image source

આ ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાના પતિ કનુભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે તેઓ મજૂરીકામ કરીને પોતાની ત્રણ દીકરી સાથે પેટિયું ભરતા હતા. એમની પત્ની ભાવના આજે સવારે રોજબરોજના કામકાજ માટે વાડામાં ગઈ હતી.

એવામાં અચાનક જ જીઈબીનોનો લટકતો જીવંત વીજતાર ભાવના ઉપર તૂટી પડ્યો હતો. અને ગળાના ભાગે લપેટાઈ ગયો હતો જેના કારણે ભાવના જમીન પર જ જીવતી સળગી ગઈ હતી. અમે જોતા રહ્યા અને ભાવના બચાવો બચાવોની બૂમો પાડતી રહી, આખું ફળિયું ભેગું થઈ ગયું, પણ કોઈ ભાવનાને બચાવી ન શક્યું.

image source

આ સમગ્ર ઘટના અંગે કનુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આ સમગ્ર બનાવ બન્યો એની 30 મિનિટ બાદ જીઈબી અને પોલીસ ઘટનાસ્થળે આવી હતી. એક કલાક બાદ ચાલુ વીજલાઇન બંધ કરવામાં આવી ત્યારે ભાવનાનો સળગેલો મૃતદેહ બહાર કઢાયો હતો. ત્યાર બાદ પોલીસે ઇન્કવેસ્ટ ભર્યું અને ભાવનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા.

મૃત્યુ પામનાર મહિલાના પતિએ વધુમાં ઉમેર્યું હતું કે ત્રણ વર્ષમાં લગભગ આ વીજલાઈન પરથી 3-4 વાર જીવિત વીજલાઇનના તાર તૂટી ગયા બાદ લટકતા રહ્યા હોવાની ઘટના જોઈ છે. અને ચોથીવાર બનેલી ઘટનામાં ભાવનાને જીઈબીની લાઈન ભરખી ગઈ . સાહેબ, અમે ગરીબ છીએ અમારું સાંભળશે કોણ. ત્રણ દીકરીઓએ એમની માતા અને મેં મારી પત્ની ગુમાવી છે. બસ, બેજવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધાય અને એમને સજા થાય એ જ અમારી માગણી છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :દિવ્યભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version