મહિલા પોલીસકર્મી મોડા સુધી ઘરની બહાર ન આવતા મકાન માલિકે બારીમાંથી ડોકીયું કર્યું તો ઉડ્યા હોંશ

યુપીના બુલંદશહરમાં નવા વર્ષના પહેલા દિવસે જ એક મહિલા સબ-ઇન્સ્પેક્ટરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધા છે. મહિલા સબ ઈન્સ્પેકટરે સુસાઇડ નોટમાં કોઈને જવાબદાર ઠેરવ્યા નથી. ઘટના સ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ આખા કેસની ફોટોગ્રાફી કરાવી હતી. તો બીજી તરફ ઘટના સ્થળે પહોંચેલી ફોરેન્સિક ટીમે નમૂના લઇને તેને તપાસ માટે મોકલી દીધા છે.

આરજુ પંવાર એક ભાડાના મકાનમાં રહેતી હતી

image source

પોલીસે મહિલા સબ ઈન્સ્પેક્ટરના મૃતદેહનું પંચનામુ કરીને ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. મળતી માહિતી મુજબ, અનૂપશહર કોટવાલીમાં ફરજ બજાવતી મહિલા સબ ઈન્સ્પેક્ટર આરજુ પંવાર એક ભાડાના મકાનમાં રહેતી હતી. તેણે ગુરુવારે મોડી રાત્રે ચુંદડીથી ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તે સાત વાગ્યાની આસપાસ ડ્યુટીથી પરત ફરી હતી, પરંતુ જ્યારે રાત્રે 9 વાગ્યા સુધી તે મહિલા ઇન્સ્પેક્ટર જમવા માટે રૂમની બહાર ન આવી ત્યારે મકાનમાલિકે બારીમાંથી ડોકિયું કર્યું

image source

તો તેના મકાનમાલિક જ્યારે ઓરડામાં જમવા માટે પુછવા ગયા ત્યારે તે દ્રશ્ય જોઈએ આશ્ચર્યચકિત થઈ ગયા. રૂમનો દરવાજો બંધ હતો. જ્યારે મકાનમાલિકે બારીમાંથી ડોકિયું કર્યું તો મહિલા સબ ઈન્સ્પેક્ટર ફાંસીના ફંદા પર લટકેલી હતી. ત્યાર બાદ તુંરત જ મકાન માલીકે પોલીસને ઘટનાની જાણ કરી હતી.

image source

આ ઘટનાની જાણ થતા જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એસએસપી સંતોષ કુમારે આ ઘટનાની વીડિયો અને ફોટોગ્રાફી કરાવી હતી. આ સાથે પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી છે. સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, આ મારા કર્મોનું ફળ છે. આરજૂ મૂળ શામલીની રહેવાશી છે. વર્ષ 2015 માં તે યુપી પોલીસમાં સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર ભરતી થઈ હતી. તે હાલમાં અનૂપશાહર કોટવાલી ખાતે ફરજ બજાવી રહી હતી. જો કે તેમણે આત્મહત્યા શા માટે કરી તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ તપાસ બાદ જ સત્ય બહાર આવશે.

સ્ત્રી નિરીક્ષકનો ફોન મૃત્યુનું રહસ્ય જાહેર કરશે:

image source

મહિલા પોલિસ આરજૂ પંવારના મોત બાદ તેનું કારણ શોધવું પોલીસ અધિકારીઓ માટે એક પડકાર બની ગયો છે. પોલીસ અધિકારીઓએ મહિલા ઈન્સ્પેક્ટરનો ફોન કબ્જે કરી લીધો છે, પરંતુ ફોન લોક હોવાને કારણે હજી કોઈ માહિતી મળી નથી. એસએસપી સંતોષકુમાર સિંહે જણાવ્યું હતું કે મહિલા સબ ઈન્સ્પેક્ટર ભાડાના રૂમમાં લટકતી મળી હતી. તેને તાત્કાલિક ફાંસીના ફંદામાંથી ઉતારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતા. પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલાના રૂપમાંથી એક ફોન મળી આવ્યો છે જે પોલીસના મતે મહિલા પોલીસ અધિકારીનો જ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત