આવા લોકોને માણસો કેમ કહેવાય? ગર્ભવતી મહિલાના ખભે છોકરો બેસાડીને ત્રણ કિમી ઢસડી, ડંડા અને પથ્થરો માર્યા

હાલમાં એક ઘટના સામે આવી રહી છે અને તે જોઈને દરેક લોકો થુ થુ કરી રહ્યા છે. આ ઘટના પછી દરેકના પેટનું પાણી હલી રહ્યું છે અને આ કેસને વખોડી રહ્યા છે. આ વાત છે મધ્યપ્રદેશની. જો કે આ પહેલાં પણ મધ્યપ્રદેશનમાં એક ઘટના સામે આવી હતી કે એક દલિત ખેડૂત દંપતીને પોલીસે બેરહમીથી માર માર્યો હતો.

આ ઘટના જેના પર પરિવારનો પાક ઉભો હતો એ સરકારી જમીન પરથી એમને હઠાવવાને લઈને બની હતી. ત્યારે હવે ફરીથી 5 મહિનાની એક ગર્ભવતી મહિલા સાથે ગેરવર્તણૂકનો મામલો સામે આવ્યો છે. મહિલાનો પતિ તેને બીજા યુવક પાસે મુકીને જતો રહ્યો હતો એ વાતથી નારાજ મહિલાના સાસરી પક્ષે તેનુ સરઘસ કાઢ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે જો વાત કરીએ તો નજારો કંઈક એવો હતો કે મહિલાના ખભે એક છોકરાને બેસાડીને તેને 3 કિમી સુધી ગંદા રસ્તા પર ઉઘાડા પગે ફેરવી હતી. માત્ર અહીંયાથી જ તેની બરબરતા અટકી નહોતી અને આખા રસ્તે મહિલનાને ડંડા અને પથ્થરથી મારવામાં આવી હતી.

image source

આ સાંભળીને જ લોકોના રૂંવાડા ઉભા થઈ ગયા હતા તો વિચારો કે જે મહિલાએ આ સહન કર્યું એમને કેવી તકલીફ પડી હશે. પ્રાપ્ય માહિતી અનુસાર પોલીસ રેકોર્ડ પ્રમાણે ઘટના 9 ફેબ્રુઆરીની છે. પરંતુ બન્યું એવું કે સોમવારે એટલે કે 15 ફેબ્રુઆરીએ આ ઘટનાની તસવીરો અને વીડિયો વાઈરલ થઈ હતી અને ઘટના પ્રકાશમાં આવી હતી.

જો હાલની પરિસ્થિતિ પ્રમાણે વાત કરીએ તો પોલીસે હજુ સુધી આ કેસમાં કોઈ ચોક્કસ તપાસ કરી નથી. આરોપી સસરા, જેઠ અને દિયર સામે મારઝૂડનો કેસ દાખલ કરીને તેમને પોલીસ સ્ટેશનથી જ જામીન આપી દેવામાં આવ્યા છે.

મહિલા વિશે માહિતી મળી રહી છે કે ગુનાના બાંસખેડી ગામમાં રહેતી હતી. ઘટના વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે, બે મહિના પહેલાં પતિ સીતારામ મને સાંગઈ ગામમાં ડેમાના ઘરે છોડીને ઈન્દોર જતાં રહ્યા. તેમણે જતા સમયે કહ્યું હતું કે, હું હવે તને નહીં રાખી શકુ, તુ ડેમાં સાથે જ રહેજે. 6 ફેબ્રુઆરીએ મારા સસરા ગુનજરિયા વારેલા, જેઠ કુમાર સિંહ, કેપી સિંહ અને રતન આવ્યા અને મને ઘરે આવવા કહ્યું હતું. પછી મેં ના પાડી તો એ લોકો મને મારવા લાગ્યા.

image source

મહિલાએ પોતાના દુખની વાત કરતાં કહ્યું કે આટલું કરીને એ લોકો થંભી ગયા એવું નહોતું, એમણે ખભા ઉપર ગામના એક છોકરાને બેસાડી દીધો અને મને સાંગાઈથી બાંસખેડી 3 કિમી ઉઘાડા પગે ચલાવી. મારા પેટમાં પાંચ મહિનાનો ગર્ભ છે તેમ છતાં કોઈને દયા ન આવી અને સસરા તેમજ જેઠ મને ઘસેડતા જ રહ્યાં. ડંડા, પથ્થર અને ક્રિકેટ બેટથી પગમાં મારતા રહ્યા. આ દરમિયાન મારા પતિનો ફોન પણ આવ્યો હતો.

એવું નહોતું કે મહિલાના પતિએ આ બધું જોઈને કંઈ કહ્યું નહીં, તેણે ફોનમાં બધાને છોડી દેવાની વાત કરી પણ કોઈએ તેની વાત ન માની. હાલમાં પોલીસે આરોપીઓ સામે કલમ 294 (ગાળો આપવી), કલમ 323 (ધક્કો મારવો, ઝાપટ મારવી), કલમ 506 (મારી નાખવાની ધમકી) અંતર્ગત કેસ નોંધ્યા છે.

image source

દરેક કલમો જામીનપાત્ર છે. તેમાં ત્રણ મહિનાથી લઈને 2 વર્ષ સુધીની સજા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કેટલી કેટલી સજા થાય છે અને કોને કોને થાય છે. પણ હાલમાં આ ઘટના ભારે વાયરલ થઈ રહી છે અને મહિલાના સસરા પક્ષ પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!