કોરોનાના આટલા મહિના પછી ચીનમાં ખુલ્યા થિયેટર, અને લોકો…

કોરોના વાયરસને કારણે દુનિયાભરના લગભગ તમામ દેશોની હાલત ખરાબ છે અને એ પણ લાંબા સમયથી. આપણે જાણીએ છીએ કે ચીનથી શરુ થયેલા કોરોના વાયરસને કારણે અંદાજે 5 થી 6 મહિનાથી અનેક દેશોના પર્યટન સ્થળો બંધ છે અને તેની પ્રતિકૂળ અસર જે તે દેશની આર્થિક વ્યવસ્થા પર પણ પડી રહી છે.

image source

શરુ શરૂમાં કોરોના વાયરસના સંક્રમણથી બચાવ માટે અનેક દેશોએ લોકડાઉન જાહેર કર્યું હતું. જો કે આ લોકડાઉનને કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ પણ આવી અને ત્યારબાદ સરકારોએ તેમાં ધીમે ધીમે છૂટછાટ આપવાનું પણ શરુ કર્યું. લાકડાઉનને કારણે લોકોના રોજિંદા જીવનમાં પણ ઘણા ફેરફારો જોવા મળ્યા.

image source

દાખલ તરીકે સિનેમાઘરોમાં ફિલ્મો જોવાનું સાવ બંધ જ થઇ ગયું. તમને યાદ છે કે તમે છેલ્લે ક્યારે સિનેમાઘરમાં ફિલ્મ જોવા ગયા હતા ? ખેર, સિનેમાઘરની વાત નીકળી છે તો અહીં એ વાત પણ કરી લઈએ કે જે દેશમાંથી કોરોના વાયરસ શરુ થયો હતો ત્યાં હવે ધીમે ધીમે સિનેમાઘરોને શરુ કરવાનો પ્રારંભ થયો છે.

પાંચ મહિનાથી બંધ હતા સિનેમાઘરો

image source

કોવીડ-19 ના સંક્રમણને કારણે ચીનમાં પણ સ્કૂલ, કોલેજ, બજાર, સિનેમાહોલ વગેરે બંધ કરી દેવામાં આવ્યું હતું. ચીનમાં છેલ્લા પાંચ મહિનાથી સિનેમાઘરો પણ બંધ હતા. જો કે તાજેતરમાં જ એટલે કે ગત 20 જુલાઈએ ચીને દર્શકો માટે સિનેમાઘરોને શરુ કરવાનો પ્રારંભ કર્યો છે.

image source

નોંધનીય છે કે ચીનમાં જે સિનેમાઘરોમાં ફિલ્મો પ્રદર્શિત કરવાની શરૂઆત કરવામાં આવી છે ત્યાં સોશ્યલ ડિસ્ટેંસીંગનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. થિયેટરોમાં ફિલ્મો પ્રદર્શિત કરવાની છૂટ હાંગઝાઉ અને ચાંગશા પ્રાંતમાં આપવામાં આવી છે. અહીં એ વાત ખાસ નોંધનીય છે કે ચીનમાં કોરોના વાયરસે જે ફૂંફાડો માર્યો હતો તેની સૌથી ઓછી અસર આ બે પ્રાંતમાં થઇ હતી.

image source

એ સિવાય હરવા-ફરવાના શોખીન ચીનીઓ માટે પણ વધુ એક સારા સમાચાર એ છે કે ત્યાંની સરકારે અમુક ખાસ વિસ્તારોમાં પર્યટનને લગતી અમુક છૂટછાટો પણ આપી છે.

ચીનમાં તો હવે ધીમે ધીમે સિનેમાઘરો અને પર્યટન ક્ષેત્ર ખુલતું જાય છે ત્યારે આપણા દેશ ભારતમાં આ બાબતે ક્યારે અને કેટલી છૂટછાટો આપવામાં આવશે તેની રાહ જોવાની રહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત