Mahindra and Mahindra ના નવા લોગો પાછળની રોચક વાતો, આ મોડલ સાથે કરાશે લોન્ચ

Mahindra and Mahindra એ તેનો નવો લોગો રિવિલ કર્યો છે. આ લોગો કંપનીની આવનારી SUV XUV700 પર લગાવવામાં આવશે. કંપનીના આ નવા લોગોની સાથે સાથે વધુ શું બદલાઈ રહ્યું છે અને આ બ્રાન્ડ મેકઓવરનો શું અર્થ છે જાણીએ આજના આ આર્ટિકલમાં.

image soucre

Mahindra and Mahindra નો જે હાલનો લોગો ” Road Ahead ” છે તેને કંપનીએ વર્ષ 2000 માં લોન્ચ કર્યો હતો. અને તે પ્રથમ વખત વર્ષ 2002 માં scorpio પર દેખાયો હતો. આ રીતે કંપનીનો આ નવો લોગો 21 વર્ષ બાદ બદલાઈ રહ્યો છે.

image soucre

કંપની તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેનો આ નવો લોગો માત્ર સ્પોર્ટ યુટીલિટી વિહિકલ એટલે કે SUV માટે જ વાપરવામાં આવશે. એટલે કંપનીના ટ્રેકટર, ટ્રક અને અન્ય કોમર્શિયલ વાહનો ઓર જૂનો લોગો જ ચાલુ રહેશે. ત્યારે આ લોગો કંપનીના કાર બિઝનેસને અલગ ઇમેજ આપશે. બીજી બાજુ આ લોગો એવું દર્શાવે છે કે કંપનીનું ફોક્સ SUV માર્કેટ પર છે જેના માટે કંપની નવી બ્રાન્ડ સ્ટેટર્જી અપનાવી રહી છે.

image socure

Mahindra and Mahindra ના દેશભરના 832 શહેરોમાં આઉટલેટ છે. હવે જ્યારે કંપની પોતાના કાર બિઝનેસના લોગોને બદલાવવા જઈ રહી છે ત્યારે બધા સ્ટોર, ડીલરશીપનું પણ મેકઓવર કરવું પડશે. આ સ્થિતિમાં કંપનીનો ફક્ત લોગો જ નથી બદલવામાં આવ્યો પણ એ પોતાની બ્રાન્ડ ઇમેજને પણ લોગો દ્વારા રિફ્રેશ લુક આપશે.

image soucre

કંપનીની બ્રાન્ડ ફિલ્મ પણ આ વાત તરફ ઈશારો કરે છે કે તેનું સંપૂર્ણ ફોક્સ SUV સેગમેન્ટ પર છે અને ખાસ કરીને 4X4 ડ્રાઇવ મોડ પર. કારણ કે બ્રાન્ડ ફિલ્મમાં કંપનીએ લગભગ બધા પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિઓમાં Mahindra ને ઉભેલી દેખાડી છે.

image soucre

Mahindra and Mahindra નો નવો લોગો ગ્રે મેટાલિક કલરનો છે. જે ઘણો પ્રીમિયમ લુક આપે છે. SUV સેગમેન્ટમાં Mahindra ની ટક્કર Kia motors, MG motors, Hyundai motors જેવી ઇન્ટરનેશનલ બ્રાન્ડ સાથે છે. ત્યારે આ મેકઓવર તેને પ્રીમિયમ સેગમેન્ટમાં ઇસ્ટેબ્લીશમેન્ટ આપશે.

image soucre

Mahindra ને પોતાના નવા લોગોને સૌથી પહેલા Mahindra XUV700 પર લોન્ચ કરવું પણ તેની પ્રીમિયમ સેગમેન્ટની રણનીતિને દર્શાવે છે. કંપનીએ હજુ સુધી પોતાની આ કારનાં જે ફીચર રિવિલ કર્યા છે તેને જોતા આ કાર તેના સેગમેન્ટમાં ઘણી પ્રીમિયમ કાર હશે.

image soucre

Mahindra માં ચીફ ડિઝાઇન ઓફિસર તરીકે પ્રતાપ બોસએ તાજેતરમાં જ જોબ જોઈન કરી હતી. આ પહેલા તેઓએ ટાટા મોટર્સમાં કામ કર્યું હતું. તેઓએ નવા લોગોને ડિઝાઇન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ લોગો વિશે પ્રતાપ બોસના કહેવા મુજબ આ નવા લોગો પાછળનો આઈડિયા લોકોને વાતનો અનુભવ કરાવવાનો છે કે તેઓ જ્યાં જવા ઈચ્છે ત્યાં તેઓ પુરી સ્ટાઇલ, કન્ટ્રોલ અને સિક્યુરિટી સાથે જઇ શકે છે.