Site icon News Gujarat

મલ્હાર ઠાકર અને યુવા ગાયિકા સાંત્વની ત્રિવેદીનું પ્રાચીન ભજન “આત્માની ઓળખ”ને મળી રહ્યો છે બહોળો પ્રતિશાદ, શું તમે હજુ સુધી નથી જોયો વિડીયો?

ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર મલ્હાર ઠાકરને લઈને ફિલ્મ નિર્માતા જીગર ચૌહાણે ગજરાતી પ્રાચીન ભજન આત્માની ઓળખ થોડા સમય પહેલા ક્રિસ્ટલ કલર્સ ઇવેન્ટ સ્ટુડિયો ચેનલ પર લોન્ચ કર્યું હોવાનું જણાય છે.

યુવા ગાયિકા સાંત્વની ત્રિવેદી ના અવાજમાં ગવાયેલા ગીત નવી પેઢીને પસંદ આવે એવા સંગીત સાથે યુવાનોમાં ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. આ ગીત આત્માની ઓળખ પ્રાચીન સમયમાં ઘણા બધા કલાકારો ધ્વારા રજુ કરવામાં આવ્યું છે. ઉપરાંત મિરાબાઈ એ પણ આ ગીતને પ્રસ્તુત કર્યાની લોક વાયીકા છે. ૮૪ લાખ અવતાર પછી આત્મા સાથેની ઓળખ “હંસલો અને બગલાનો ભેદ” એવા અનેક વિષય આ ગીતમાં ખુબ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે.

આ ગીતને યુવાનોની સાથે સાથે વડીલોમાં પણ ખુબ લોક પ્રિય બની રહ્યું છે. સંગીત કલાકાર રાહુલ મુંજારિયા એ મલ્હાર ઠાકર જેવા ખુબ પરિપક્વ અભિનેતા એ પોતાના અભિનયથી આ ગીતને ખુબ સુંદર રીતે પ્રસ્તુત કર્યું છે. આજના સમયમાં યુવાનોમાં ખુબ લોકપ્રિય અને પોતાના ફોક ફ્યુઝન ગીતોથી લોક પ્રિય બનેલા ગાયિકા સાંત્વની ત્રિવેદી ધ્વારા આ ગીતને મધુર આવાજ દર્શાવવામાં આવ્યું.

આ ગીતને ફિલ્માંકન કરવામાં આવ્યું ઝીઝુંવાડા ગામમાં જ્યાં ના લોકોનો ખુબ સુંદર પ્રતિસાદ મળ્યો.જે રીતે આ ગીતને લોકો તરફ થી પ્રેમ મળી રહ્યો છે એ મુજબ આ ગીત ઘણા રેકોર્ડ તોડવાની દિશામાં આગળ વધી રહ્યુ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version