જાણો ગુજરાતના એક એવા શાસક વિષે જેનો દૈનિક ખોરાક હતો 35 કિલો, સવારનાં નાસ્તામાં ખાઇ જતા 100 થી વધુ કેળા

દુનિયાભરમાં અનેક લોકો સ્વાદિષ્ટ ખાવાના શોખીન હોય છે. વળી, અમુક લોકો સ્વાદના નહિ પણ પેટ ભરીને ખાવાના શોખીન હોય છે.

image source

પરંતુ રોજ 35 કિલો જેટલો ખોરાક લગભગ કોઈક જ ખાઈ શકે. એવું મનાય છે કે મોટા કદના પહેલવાન લોકો કદાચ આટલો ખોરાક ખાતા હોય તો ખાતા હોય બાકી સામાન્ય લોકોનું તો આ કામ જ નથી.

પરંતુ આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને એક એવા શાસક વિષે જણાવવાના છીએ જે આરામથી રોજનો 35 કિલો જેટલો ખોરાક આરોગતા હતા અને પચાવી પણ જાણતા હતા. એટલું જ નહિ પણ તે રોજ નિયત માત્રામાં ઝેરનું પણ સેવન કરતા હતા.

આ શાસકનું નામ મહમુદ બેગડા હતું અને તેઓ ગુજરાતના છઠ્ઠા સુલતાન હતા. માત્ર 13 વર્ષની વયે રાજગાદી સંભાળનાર આ શાસકે 1459 ઈસ્વી થી 1511 ઈસ્વી સુધી 52 વર્ષ સફળતાપૂર્વક ગુજરાત પર શાસન કર્યું હતું અને આજે પણ તેને પોતાના વર્ષના સૌથી પ્રતાપી શાસક તરીકે યાદ કરવામાં આવે છે.

image source

મહમૂદ બેગડાનું અસલ નામ મહમુદ શાહ પ્રથમ અતું. અને તેઓએ જયારે ગિરનાર, જૂનાગઢ અને ચંપાનેરનો પ્રદેશ જીત્યો ત્યારે તેઓને ” બેગડા ” ની ઉપાધિ મળી હતી. કહેવાય છે કે ગિરનારના કિલ્લા પર બેગડાની સત્તા મળવાની સાથે ત્યાંના રાજાએ પણ ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લીધો હતો અને ત્યારબાદ તેની સેનાએ મહમુદ બેગડાની સેનામાં ભળી ગઈ હતી.

મહમુદ બેગડાના આકર્ષક વ્યક્તિત્વની ચર્ચાઓ આજે પણ થાય છે. તેમના વ્યક્તિત્વ અને દેખાવ વિષે કહેવાય છે કે તેઓની દાઢી એટલી લાંબી હતી કે કમર સુધી પહોંચતી હતી. એ સિવાય તેમની મૂછો પણ ઘણી લાંબી હતી અને મૂછોને તેઓ પોતાના માથા પર બાંધી લેતા હતા.

image source

મહમુદ બેગડા વિષે સૌથી પ્રચલિત વાતો પૈકી એક વાત એ પણ છે કે તેઓ એક દિવસમાં ઓછામાં ઓછું 35 કિલો જેટલું ખાવાનું ખાતા હતા. કહેવાય છે કે તેઓના સવારના નાશ્તામાં એક વાટકો મધ, એક વાટકો માખણ અને 100 થી 150 કેળા ખાતા હતા. એટલું જ નહિ પરંતુ રાત્રીના સમયે પણ તેઓની પથારીમાં તકીયાની બન્ને બાજુ ખાવાનું રાખવામાં આવતું જેથી જો રાત્રે તેમને ભૂખ લાગે તો ખાઈ શકે.

image source

એ સિવાય એમ પણ કહેવાય છે કે સુલતાન બેગડાને બાળપણથી જ ઝેરનું સેવન કરાવવમાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓ દરરોજ ભોજનની સાથે સાથે થોડું ઝેર પણ લેતા હતા. કહેવાય છે કે સુલતાનના શરીરમાં એટલું ઝેર એકઠું થઇ ગયું હતું કે તેને શરીર પર કોઈ માખી બેસતી તો એ પણ મરી જતી.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત