આને કહેવાય મજબૂત મનોબળ: આ કોરોના પેશન્ટ હોસ્પિટલમાં પણ કરી રહ્યો હતો પરીક્ષાની તડામાર તૈયારી, તો IASએ લખ્યુ કે…

કોરોનાનો ખૌફ વધારતી ખબરો વચ્ચે એવી તસવીરો પણ સામે આવે છે જેને જોઈને આ મુશ્કેલ સમયમાં પણ આત્મવિશ્વાસ વધી જાય. આવી જ એક તસવીર ઓરિસ્સાની વાયરલ થઈ છે. આ તસવીરમાં કોરોનાના દર્દીના સકારાત્મક આત્મવિશ્વાસને જોઈ શકાય છે. ઘટના એવી હતી કે ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં કલેક્ટર વિજય અમૃતા કુલાંગેએ એક કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અચાનક લીધેલી મુલાકાત દરમિયાન તેઓ હોસ્પિટલમાં દાખલ એક યુવાનને જોઈ આશ્ચર્યમાં પડી ગયા. કારણ કે આ યુવાન હોસ્પિટલમાં પણ અભ્યાસ કરી રહ્યો હતો.

હોસ્પિટલમાં દાખલ કોરોના સંક્રમિત યુવક તેના સીએના અભ્યાસક્રમની તૈયારી કરી રહ્યો હતો. આ જોઈ કલેકટર પણ તેનાથી પ્રભાવિત થઈ ગયા હતા.

આ યુવકની અભ્યાસ પ્રત્યેની લગન, તેનો આત્મવિશ્વાસ જોઈ કલેકટર ખુશ થયા અને તેમણે તેના ટ્વીટર અકાઉન્ટ પરથી આ યુવકનો ફોટો શેર કર્યો. તેમણે ફોટો શેર કરવાની સાથે સરસ કેપ્શન પણ લખ્યું હતું. તેમણે લખ્યું હતું કે, “ સફળ થવું સંજોગની વાત નથી. તેના માટે તમારે સમર્પણની જરૂર પડે છે. મે કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં એક વ્યક્તિ સીએની પરીક્ષાની તૈયારી કરતો જોવા મળ્યો હતો. તમારું સમર્પણ તમારી પીડાને પણ ભુલાવી દે છે ત્યારબાદ સફળતા માત્ર ઔપચારિકતા બનીને રહી જાય છે. “

image source

કલેક્ટર વિજય કુલાંગેએ એક મુલાકાતમાં આ અંગે કહ્યું હતું કે તેઓ હોસ્પિટલમાં દાખલ યુવકનું અભ્યાસ પ્રત્યેનું સમર્પણ જોઈ આશ્ચર્યમાં પડી ગયા હતા. અભ્યાસ માટેની તેની ગંભીરતા દર્શાવે છે કે કોઈએ કોરોનાની વધારે ચિંતા ન કરી અને માનસિક રીતે મજબૂત રહેવું જોઈએ. સાથે જ ઊંચી ઈચ્છા શક્તિ રાખવી જોઈએ. આ વાતનું ઉદાહરણ છે તે યુવક. માણસ જો ભાવનાત્મક રીતે મજબૂત રહે તો તેના મિશન પર ફોકસ કરી શકે છે અને સકારાત્મકતા તેની રોગપ્રતિકારક શક્તિને પણ વધારવાનું કામ કરે છે.

કોવિડ 19ની મહામારીમાં લોકોનું રુટીન જીવન તો બદલીજ ગયું છે પરંતુ સાથે જ માનસિક અને ભાવનાત્મક રીતે પણ લોકો પ્રભાવિત થયા છે. એવા ઘણા કેસ જોવા મળ્યા છે જેમાં કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવતાં જ વ્યક્તિ એકલતા, ગભરામણ, બેચેની અનુભવે છે. આવા લોકોને હતાશા ઝડપથી ઘેરી વળે છે. આમ થવું જોઈએ નહીં.

કોવિડ પોઝિટિવ આવ્યા બાદ સામાજિક અંતરના નિયમનું પાલન કરવું જરૂરી છે પરંતુ પોતાના રુટીન અને અભ્યાસ કે કામથી દૂર થઈ જવાની જરુર હોતી નથી. આઈસોલેશનમાં રહીને સ્વાસ્થ્યનું ધ્યાન રાખી તેમજ ડોક્ટરની સલાહ અનુસાર પોતાનો અભ્યાસ, કામ કે અન્ય પ્રવૃત્તિ કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!