Site icon News Gujarat

જેનું કોઈ નથી તેનો ભગવાન છે: 180 મજૂરોને તેમના વતન ફ્લાઇટમાં કોને મોકલ્યા જાણો તો ખરા જરા…

માનવતા મહેકી ઉઠી – જે મજૂરોને બસમાં પણ પોતાના વતન પાછા જવાના હતા ફાંફા તેમને મોકલવામાં આવ્યા ફ્લાઇટમાં

જેનું કોઈ નથી તેનો ભગવાન છે – બેંગલુરુની લો સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓમાં વસ્યો ભગવાન – 180 મજૂરો ને તેમના વતન ફ્લાઇટમાં મોકલવામાં આવ્યા

image source

છેલ્લા ઘણા દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ કે ગરીબ મજૂરો પોતાના વતન જવા માટે પગપાળા, ટ્રક કે પછી બસ અથવા ટ્રેનમાં ઘરે જઈ રહ્યા છે. પણ પહેલીવાર એવું બની રહ્યું છે કે આ ગરીબ મજૂરો તેમના વતને ચાલતા કે ટ્રકમાં કે પછી બસ અને ટ્રેનમાં નહીં પણ પ્લેનમાં બેસીને જશે. મુંબઈથી 180 મજૂરોને લઈને એક ફ્લાઇટ રાંચી જવા રવાના થઈ છે. અને રાંચીમાં જ્યારે આ ફ્લાઇટ લેન્ડ થશે ત્યારે ત્યાંના શ્રમ મંત્રી પોતે તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પર હાજર હશે.

image source

સાહેત ત્રેહાન કે જેઓ લો સ્કૂલની 2000ની બેચના સ્ટુડન્ટ છે તેઓ અને તેમના સાથીઓ પ્રવાસી મજૂરોની સ્થિતિ વિષે ચર્ચા કરી રહ્યા હતા અને તેમને કેવી રીતે મદદ કરવી તે વિષે વિચારી રહ્યા હતા. પહેલાં તો તેમણે તેમના માટે બસ ભાડે લેવાનું નક્કી કર્યું. જેથી કરીને મુંબઈમાં ફસાયેલા મજૂરોને તેમના વતન રાંચી પહોંચાડી દેવામાં આવે પણ જ્યારે તેમણે બસની તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે બસની કીંમત તો તેટલી જ પડે છે જેટલી એક ફ્લાઇટની પડે. ત્યારે તેમની સાથે જ કામ કરતી તેમની સાથી શુવા મન્ડલ કે જેણી ટાટા ગૃપમાં લીગલ હેડ તરીકે કામ કરી રહી છે તેણીએ જણાવ્યું કે કદાચ ફ્લાઇટ આ મજૂરો માટે વધારે સારી રહેશે.

image source

‘આખોએ આઇડીયા અને તેનો અમલ એમ આ આખું આ સાહસ ટાટા ગૃપ, એરલાઇન અને પ્રિયા શર્મા કે જેણી IIT-Bombayમાં રિસર્ચ સ્કોલર છે તેણીનું છે,’ તત્રેહાને વધારે માહિતી આપતા જણાવ્યું હતું. તેમણે એર એશિયાની ફ્લાઇટને ભાડે રાખી હતી જેમાં 180 મુસાફરોની ક્ષમતા હતી. તેમણે આ ફ્લાઇટ માટે ક્રાઉડ ફંડીગ દ્વારા 11 લાખ રૂપિયા ભેગા કર્યા હતા.

લો સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓ જ્યારથી લોકડાઉન શરૂં થયું છે ત્યારથી છેલ્લા બે મહિનાથી વિવિધ પ્રકારના રાહત કાર્યોમાં ફાળો આપી રહ્યા છે. ‘પ્રવાસીઓનું સ્થળાંતર એક મોટી સમસ્યા છે. ફ્લાઇટની ટીકીટની કીંમત અને પ્રવાસીઓ બસ માટે જે ચૂકવણી કરી રહ્યા છે તે બન્ને લગભગ સરખા જ છે. માટે અમે તેમને ફ્લાઈટમાં જ પાછા મોકલવાનું નક્કી કર્યું, એમ પણ સોમવારથી બધી ફ્લાઇટ શરૂ થવા જઈ રહી હતી,’ આ રાહત કાર્ય સાથે જોડાયેલી એક વ્યક્તિએ માહિતી આપતા જણાવ્યું હતું.

image source

લગભગ 45 પ્રવાસી મજૂરોનું બુકિંગ બુધવારની ફ્લાઇટ માટે કરી દેવામાં આવ્યું હતું જે મુંબઈથી દીલ્લી અને ત્યાર બાદ રાંચી જઈ રહી હતી, પણ તે કેન્સલ થઈ. ‘અમને લાગ્યું શા માટે બાકીનાઓને પાછળ છોડવા માટે અમે એક આખી ફ્લાઇટ જ ભાડે કરવાનું વિચાર્યું કે જે સીધી જ રાંચી ઉતરે. ચોક્કસ ફ્લાઇટનો સંપૂર્ણ ખર્ચ અમેજ આપવાના હતા, ચાર્ટર ચાર્જની સાથે.’

એક સભ્યએ પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું, ‘આજે વિવિધ લોકો દ્વારા જે રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે, તેમાં તો લોકડાઉનના પિરિયડ દરમિયાન બધા જ પ્રવાસીઓને પ્લેન દ્વારા મોકલી શકાયા હોત, જો તમને યાદ હોય તો સ્પાઇસ જેટે પણ મજૂરોને મફતમાં તેમના વતન પહોંચાડવાની ઓફર કરી હતી. પણ આજે જે થઈ રહ્યું (કે તેમને પગે ચાલીને પોતાના વતન જવું પડી રહ્યું છે) તે ખરેખર ગુનો છે,’

image source

મજૂરોએ જ્યારે પોતાના વતન જવા માટે પોતાના નામની નોંધણી કરાવી હશે ત્યારે સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે તેમની વ્યવસ્થા બસ કે ટ્રેનમાં નહીં પણ પ્લેનમાં કરવામાં આવી હશે. મજૂરોએ જે આ દરમિયાન ભોગવ્યું છે તેના બદલામાં તો આ કશું જ ન કહેવાય. પણ છેવટે તેઓ પોતાના વતન પાછા જઈ રહ્યા છે તે એક નિરાંત આપતી વાત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version