Site icon News Gujarat

ક્રિસ્પી કોર્ન સ્ટિક – વરસતા વરસાદમાં હવે ભજીયા નહિ પણ બનાવો આ ક્રિસ્પી કોર્ન સ્ટિક..

ક્રિસ્પી કોર્ન સ્ટિક

દોસ્તો વરસાદ આવે એટલે ભજીયા , વડા , ગરમ ગરમ ખાવાની ઈચ્છા થાય. પણ વરસાદ ની સાથે ગરમ ગરમ મકાઈ મળી જાય તો મજા પાડી જાય. વરસાદ પડે એટલે ચૂલા પર શેકેલી મકાઈ મને યાદ આવે. અને મકાઈ ખૂબ જ ભાવે . અને જો બહાર ગયા હોય તો સ્ટ્રીટ પર જે મકાઈ બાફી ને આપે ને તે તો હું ખાવા નું ભૂલું જ નહિ. મકાઈ મને અને મારા ફેમિલી માં બધા ને બહુ ભાવે.. તો વરસાદ પડે એટલે હું મકાઈ માંથી અલગ અલગ વાનગી ઓ બનાવું.

મારા ફેમિલી માં પણ મકાઈ બધાને બહુ ભાવે તો આજે મે નાસ્તા માં મકાઈ ની ક્રિસ્પી કોર્ન સ્ટિક બનાવી અને મસ્ત બની તમે પણ જરૂર થી ટ્રાય કરજો.તો ચાલો સામગ્રી જોઈ લઈશું

સામગ્રી

રીત

સૌ પ્રથમ બટેટા ને બાફી ને છીણી લો.

મકાઈ ના દાણા કાઢી ને તેને બાફી લો.

પૌવા ને પલાળી ને ૫ મિનિટ રેવા દો.

હવે એક બાઉલમાં બટેટા, પૌવા,મકાઈ ના દાણા અને મીઠું,હળદર, આમચૂર પાઉડર, ધાણાજીરૂ, ધાણા ,મરચા એડ કરી મિક્સ કરી લો.

હવે તેની લાંબી સ્ટીક હાથ થી કરી લો.

એક પેન માં તેલ ગરમ કરો.

તેલ ગરમ થાય એટલે સ્ટીક ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળી લો.

ક્રિસ્પી કોર્ન સ્ટિક ને ગરમ ગરમ ટોમેટો કેચઅપ જોડે સર્વ કરો.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version