લોકો એક પ્રકારના માસ્કથી કંટાળે નહીં એટલે રાજકોટ નાં ટેલરે કાર્ટુન, સ્પોર્ટસ, કપલ, બેબી, મ્યુઝિક થીમ માસ્ક બનાવ્યા

કોરોના વાયરસે લોકોના જીવનની દશા અને દિશા બદલી દીધી છે. બાકી એવું કોણે વિચાર્યું હતું કે ડોક્ટરો જ જે માસ્ક ઓપરેશન કરતી વખતે પહેરતા હતા તે માસ્ક હવે સામાન્ય લોકો માટે જીવન જરૂરીયાતની વસ્તુ બની જશે. હવે હાલત એવી છે કે ઘરમાંથી નીકળો એટલે સૌથી પહેલા માસ્ક હાથમાં લેવું પડે છે.

image source

કોરોના વાયરસથી બચવા માટે ત્રણ વસ્તુ ખૂબ જરૂરી થઈ ગઈ છે. સામાજિક અંતર જાળવવું, સેનિટાઈઝેશનનું ધ્યાન રાખવું અને ત્રીજું છે માસ્ક પહેરવું. પરંતુ કહેવાય છે ને કે માણસની પ્રકૃતિ ખૂબ ચંચળ છે. તેવામાં લોકોને હવે જીવન જરૂરીયાતની વસ્તુ બનેલા માસ્કમાં પણ વિવિધતા, ફેશનની ઝલક જોઈએ છે. ઘરમાંથી નીકળતા પહેલા અરીસમાં વાળ બરાબર છે કે નહીં તે જોતા લોકો હવે માસ્ક કેવું લાગે છે, સારું છે કે નહીં, કલર સુટ થાય છે કે નહીં તે જોઈને નીકળે છે.

image source

તેવામાં માર્કેટમાં મેચિંગ માસ્ક ઉપરાંત અવનવી વેરાઈટીના માસ્ક આવવા લાગ્યા છે. અગાઉ ચહેરાની 3ડી ઈમેજ સાથે માસ્ક બનાવવાની શરુઆત અમદાવાદમાં થઈ હતી. ત્યારે હવે રાજકોટમાં નવા પ્રકારના માસ્ક તૈયાર થવા લાગ્યા છે.

એક પ્રકારના માસ્ક પહેરીને કંટાળેલા લોકો માટે રાજકોટના એક પરીવારે એક નવતર પ્રયોગ કર્યો છે. રાજકોટમાં છેલ્લા 23 વર્ષથી ટેલરીંગનો ધંધો કરતાં નિલેશભાઈ ચાવડાનું કામ લોકડાઉન દરમિયાન સાવ ઠપ્પ થઈ ગયો હતો. પરંતુ આ આફતને અવસરમાં બદલી તેમણે માસ્ક બનાવવાનું વિચાર્યું. આ માસ્ક પણ સાદા નહીં અનોખા છે. આમ કરવાથી તેના સ્ટાફને પણ રોજગારી મળી રહે છે. જેથી કોરોના વચ્ચે લોકોને રોજગારી મળતી રહે અને લોકોને નવી નવી ડિઝાઈનવાળા માસ્ક પણ મળે.

image source

નિલેશભાઈને તેમના આ કામમાં તેની ભાણેજ સહિત પરિવાર પણ મદદ કરે છે. નિલેશભાઈ અને તેનો સ્ટાફ જે માસ્ક બનાવે છે તેમાં તેમની ભાણેજ સુંદર પેઈન્ટિંગ કરે છે. છેલ્લા બે મહિના દરમિયાન નિલેશભાઈએ વિવિધ કાર્ટુન કેરેક્ટરના, કપલ માસ્ક, બેબી માસ્ક, મ્યુઝિક થીમના માસ્ક જેવા વિવિધ થીમ બેઝ માસ્ક બનાવી વેંચ્યા છે. તેઓ બાળકો માટે છોટા ભીમ, મિની માઉસ, મીકી માઉસ વાળા માસ્ક બનાવે છે, જ્યારે તેઓ લગ્ન કરનાર કપલ માટે પણ માસ્ક બનાવે છે. નિલેશભાઈ માસ્કના ઓર્ડર અનુસાર પણ થીમ તૈયાર કરે છે. આ ખાસ ડિઝાઈન અને થીમવાળા માસ્ક રૂપિયા 30થી 400 સુધીની રેન્જમાં ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં આ પ્રકારના 5000 માસ્ક બનાવી અને વેંચ્યા છે. તેમણે પોલીસને ફ્રીમાં માસ્ક પણ આપ્યા હતા.

image source

નિલેશભાઈને તેમના આ કામમાં તેની દીકરી સહિત પરિવાર પણ મદદ કરે છે. નિલેશભાઈ અને તેનો સ્ટાફ જે માસ્ક બનાવે છે તેમાં તેમની દીકરી અને પત્ની સુંદર પેઈન્ટિંગ કરે છે. છેલ્લા બે મહિના દરમિયાન નિલેશભાઈએ વિવિધ કાર્ટુન કેરેક્ટરના, કપલ માસ્ક, બેબી માસ્ક, મ્યુઝિક થીમના માસ્ક જેવા વિવિધ થીમ બેઝ માસ્ક બનાવી વેંચ્યા છે. તેઓ બાળકો માટે છોટા ભીમ, મિની માઉસ, મીકી માઉસ વાળા માસ્ક બનાવે છે, જ્યારે તેઓ લગ્ન કરનાર કપલ માટે પણ માસ્ક બનાવે છે. નિલેશભાઈ માસ્કના ઓર્ડર અનુસાર પણ થીમ તૈયાર કરે છે. આ ખાસ ડિઝાઈન અને થીમવાળા માસ્ક રૂપિયા 30થી 400 સુધીની રેન્જમાં ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં આ પ્રકારના 5000 માસ્ક બનાવી અને વેંચ્યા છે. તેમણે પોલીસને ફ્રીમાં માસ્ક પણ આપ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત