Site icon News Gujarat

હિન્દૂ નિયમ પ્રમાણે આ રીતે રાખવુ જોઇએ તમારા બાળકનુ નામ, જેનાથી અજાણ છે અનેક લોકો

બાળકના નામ પડવાની ચિંતા કરતા હોય તો હવે ન કરશો, જાણો હિન્દૂ રિવાજ પ્રમાણે કેવી રીતે રાખવું તમારા બાળકનું નામ.

image source

હિંદુ ધર્મમાં બાળકના નામકરણ સંસ્કાર એ એક ખૂબ જ જરુરી વિધિ હોય છે. જે નક્ષત્રમાં બાળકનો જન્મ થાય છે તેનું નામ પણ એ પ્રમાણે જ નક્કી કરવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં નામકરણનું ખાસ મહત્વ હોય કે. દરેક બાળકના જન્મ પછી બધાની નજર એના નામ પર હોય છે કે બાળકનું નામ શું રાખવામાં આવશે. જો તમેં નામકરણ શબ્દને સમજશો તો તમને ખ્યાલ આવશે કે આ નામકરણ બે શબ્દો નામ અને કરણનો બનેલો સંયુક્ત શબ્દ છે. તમને બધાને નામનો અર્થ તો ખબર જ હશે. પણ સંસ્કૃત ભાષામાં કરણનો અર્થ થાય છે બનાવવું કે સર્જન કરવુ.

image source

નામકરણમાં નવજાત શિશુને નામ પડવાની પ્રક્રિયાને એક સંસ્કાર માનવામાં આવે છે. નામ પાડવાની આ આખી પ્રક્રિયાને એક વિધિ અનુસાર પુરી કરવામાં આવે છે. અને આ સમયે પરિવારના બધા જ સભ્યો ભેગા થાય છે.

નામકરણ સંસ્કાર

હિન્દૂ ધર્મ પ્રમાણે બાળકના જન્મના અગિયારમા કે બારમા દિવસે એના નામકરણ સંસ્કાર કરવામાં આવે છે. જેમાં બાળકનું નામ રાખવામાં આવે છે. તમે પણ તમારા ઘરે તમારા કે તમારા સાગા વ્હાલના બાળકોના નામકરણનો પ્રસંગ જોયો હશે. પરિવારના બધા જ સભ્યો બાળકની જન્મ રાશિના પહેલા અક્ષર પ્રમાણે કે પછી પોતાની પસંદગીથી નામ રાખવાની સલાહ આપે છે અને એમાંથી જ એક સૌથી સારું નામ પસંદ કરવામાં આવે છે. નામકરણ સંસ્કાર વિધિ કોઈ શુભ દિવસે અને શુભ મુહૂર્ત જોઈને કરવામાં આવે છે.

image source

કેવી રીતે કરશો નામકરણ?

નામકરણ સંસ્કારમાં એક પ્રકારની નાની પૂજા હોય છે, જેમાં બાળકના માતાપિતા બાળકને ખોળામા લઈને બેસે છે. એ સિવાય ઘરના અન્ય સભ્ય પણ ત્યાં હાજર રહે છે. પૂજા કરવા માટે પંડિત બાળકની રાશિ અનુસાર એક અક્ષર જણાવે છે. જેના પરથી બાળકના માતાપિતા અને અન્ય સભ્યોએ બાળક માટે એક નામ નક્કી કરવાનું હોય છે. ઘણા લોકો બાળકનું અસલ નામ અને હુલામણું નામ એમ બે અલગ અલગ નામ રાખે છે. એ પછી બાળકના માતાપિતા નક્કી કરેલું નામ બાળકના કાનમાં ધીમે રહીને કહે છે. અને આ રીતે નામકરણ સંસ્કાર વિધિ પુરી થાય છે. એ દિવસથી બાળકનું નામ પડી જાય છે અને એ નામ બાળકની ઓળખ બની જાય છે.

કેવી રીતે નક્કી કરશો નામ

image source

નામ પાડવું આમ તો ઘણું સરળ હોય છે પણ ઘણીવાર કયું નામ રાખવું એ અઘરું થઈ પડે છે. તમારે નામ રાખતા પહેલા વિચારવું પડે છે કે તમારા બાળક માટે કયું નામ સારું રહેશે અને એ નામનો અર્થ શું થતો હશે. એ સિવાય માતા પિતા એ પણ વિચારતા હોય છે કે એમના બાળકને મોટા થયા પછી એનું નામ ગમશે કે નહીં. એવું ન થાય કે બાળકને એના નામ પર શરમ આવવા લાગે. આજકાલ લોકો બાળકોનું નામ રાખવા માટે ઇન્ટરનેટનો સહારો લેતા હોય છે. ઈન્ટરનેટ પર એમને જે અક્ષર પરથી નામ જોઈતું હોય એ એના અર્થ સાથે સરળતાથી મળી રહે છે.

આવી રીતે શોધો બાળકોનુ નામ

બાળકનું નામ નક્કી કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે નામ બોલાવવામાં સરળ હોય જેથી કરીને કોઈપણ વ્યક્તિ સરળતાથી નામ ઉચ્ચારી શકે.

બાળકોનું નામ સાંભળવામાં એકદમ સરસ હોવું જોઈએ તેમજ નામ રાખતા પહેલા એનો અર્થ ચોક્કસ જાણી લો.

image source

બાળકનું નામ નક્કી કરતી વખતે પ્રયત્ન કરો કે નામ થોડું અલગ હોય, જેથી કરીને જ્યારે બાળક શાળામાં જાય ત્યારે એના જ નામ વાળા બીજા બાળકો ન હોય. બાળકનું નામ જો અલગ હોય તો તે ભીડમાં પણ તમારા બાળકને અન્ય બાળકથી અલગ તારવશે.

source : onlymymith

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version