અઢી કલાક ચાલેલા ઓપરેશન દરમિયાન 90 ઓલિવ પકોડા બનાવ્યા જાણો કેમ?

શરીરના કોઈપણ અંગની સર્જરી થવાની હોય તે પહેલા જ દર્દીને બેભાન કરી દેવામાં આવે છે. ઓપરેશન પહેલા અને ઓપરેશન દરમિયાન એ વાતની ખાતરી કરવામાં આવે છે કે સર્જરી દરમિયાન વ્યક્તિ ભાનમાં ન આવી જાય.

image source

પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે કે મગજની જટીલ સર્જરી થતી હોય તે સમયે દર્દી બેભાન ન હોય અને સંપૂર્ણ સજાગ અવસ્થામાં પકોડા બનાવે ? નથી સાંભળ્યું તો આજે જાણી લો કે આવું પણ બન્યું છે.

ઈટલીના અંકોનામાં 60 વર્ષની મહિલાને મગજની કોઈ બીમારી હતી. ડોક્ટરોએ કહ્યું કે તેનું ઓપરેશન કરવું પડશે. પરંતુ શરત એવી હતી કે દર્દીએ સજાગ રહેવું પડશે. હવે આવી સ્થિતિમાં તો મહિલા શું કરશે તે પ્રશ્ન ઊભો થયો. તેવામાં મહિલાએ વિચાર્યું કે ઓપરેશન સમય સૂતા સૂતા પણ કામ પતાવી લઈએ.. તેના કારણે મહિલાએ મગજની સર્જરી ચાલી ત્યાં સુધી ઈટાલિયન ઓલિવ પકોડા બનાવ્યા.

image source

મહિલાની સર્જરી અઢી કલાક ચાલી અને તે દરમિયાન તેણે 90 પકોડા બનાવ્યા. ઈટલીના આ પકોડાને એપરીટિફ્સ કહે છે. આ સર્જરી અજીંડા ઓસપેડાલી રિયૂનિટી હોસ્પિટલના ન્યૂરોસર્જરી ડિપાર્ટમેન્ટના ડો. રોબર્ટો ટ્રિગનાનીએ કરી હતી અને તેમણે જણાવ્યાનુસાર, જ્યારે તેમણે મહિલાને પહેલીવાર કહ્યું કે આ ઓપરેશન થશે ત્યારે તમારા જાગવું પડશે, ત્યારે મહિલા તૈયાર તો થઈ પણ તેણે કહ્યું કે તે જાગશે પરંતુ પોતાની રીતે અને આ રીતે એટલે પકોડા બનાવવા.

image source

મહિલાએ અઢી કલાક ચાલેલા ઓપરેશન દરમિયાન 90 ઓલિવ પકોડા બનાવ્યા. ડોક્ટર ટ્રિગનાનીએ જણાવ્યાનુસાર ઓપરેશન દરમિયાન તેમની ટીમ સતત ચેક કરતી હતી કે મહિલા પકોડા બનાવે છે ને.. એટલે કે તે સભાન તો છેને…

image source

ડોક્ટરે મહિલાને ઓપરેશન દરમિયાન બેભાન ન કરી તેનું કારણ હતું કે આવા ઓપરેશનમાં ઘણીવાર દર્દીને પેરાલિલિસનો એટેક આવી જતો હોય છે. જો દર્દી બેભાન ન હોય તો આ શક્યતા ઘણી ઘટી જાય છે. આ ઓપરેશન દરમિયાન મહિલાના બેડ પર એક ટેબલ રાખવામાં આવ્યું અને તેના પર પકોડા બનાવવાની સામગ્રી રાખવામાં આવી. બીજી તરફ ડોક્ટરો તેના મગજનું ઓપરેશન કરતા હતા.

image source

મહત્વપૂર્ણ છે કે આ અગાઉ લંડનમાં કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં 53 વર્ષીય ડેગમાર ટર્નરે પોતાના મગજની સર્જરી સમયે વાયોલિન વગાડ્યું હતું. ખાસ વાત એ છે કે આ સર્જરી સફળ રહી હતી.

source : aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત